બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / pakistan team player abdullah shafique hi a century in just this many balls

ક્રિકેટ જગત / 11 ચોગ્ગા, 3 છગ્ગા..: પાકિસ્તાનને મળ્યો બીજો વિરાટ કોહલી, 63.52ના સ્ટ્રાઈક રેટથી ફટકારી સદી

Bijal Vyas

Last Updated: 10:41 PM, 26 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતની સૌથી મોટી દુશ્મન ટીમ પાકિસ્તાનને પણ પોતાનો વિરાટ કોહલી મળી ગયો છે, જે માત્ર થોડા બોલમાં 50 રન બનાવી શકે છે.

  • પાકિસ્તાનને પણ પોતાનો વિરાટ કોહલી મળી ગયો છે
  • પાકિસ્તાન ટીમ અને શ્રીલંકન ક્રિકેટ ટીમ વચ્ચે બીજી ટેસ્ટ કોલંબોમાં રમાઈ
  • પાકિસ્તાન ક્રિકેટ ટીમના ઓપનર અબ્દુલ્લા શફીકે પોતાના બેટિંગથી એક છાપ છોડી

pakistan team player abdullah shafique: ભારત અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો વચ્ચે આ સમયે ટેસ્ટ સિરીઝનો તાજેતરમાં અંત આવ્યો છે. ભારતીય ટીમે આ શ્રેણી 1-0થી જીતી લીધી હતી. તે જ સમયે, આ સિરીઝમાં વિરાટ કોહલીએ તેના બેટથી પોતાનો પાવર બતાવ્યો અને શાનદાર પ્રદર્શન કર્યું. તેને ટીમ ઈન્ડિયાનો સૌથી મજબૂત આધાર સ્તંભ માનવામાં આવે છે. તે જ સમયે, ભારતની સૌથી મોટી દુશ્મન ટીમ પાકિસ્તાનને પણ પોતાનો વિરાટ કોહલી મળી ગયો છે, જે માત્ર થોડા બોલમાં 50 રન બનાવી શકે છે. પાકિસ્તાન ટીમ માટે, આ ખેલાડીએ તાજેતરમાં જ પોતાનું જોરદાર ફોર્મ બતાવ્યું અને શ્રીલંકાના બોલરોને પણ કસોટીમાં મૂક્યા.

પાકિસ્તાનને મળ્યો તેમનો વિરાટ કોહલી
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન ટીમ અને શ્રીલંકન ક્રિકેટ ટીમ વચ્ચે બીજી ટેસ્ટ કોલંબોમાં રમાઈ રહી છે. કોલંબો ટેસ્ટનો બીજો દિવસ સંપૂર્ણપણે વરસાદી રહ્યો હતો. જેના કારણે માત્ર 10 ઓવર જ રમાઈ શકી હતી. બીજા દિવસના અંતે પાકિસ્તાન ટીમનો સ્કોર 2 વિકેટના નુકસાન પર 178 રન હતો. આ રીતે પાકિસ્તાનની લીડ વધીને 12 રન થઈ ગઈ છે. આ દરમિયાન એક પાકિસ્તાની બેટ્સમેને ઘણો પ્રભાવિત કર્યો.

હકીકતમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના ઓપનર અબ્દુલ્લા શફીકે પોતાના બેટિંગથી એક છાપ છોડી હતી. તેણે પોતાની ટીમ માટે માત્ર 161 બોલમાં 101 રન જોડ્યા. આ દરમિયાન તેણે 8 ફોર અને 2 સિક્સ પણ ફટકારી હતી. આ દરમિયાન પાકિસ્તાનની 2 વિકેટ પણ પડી ગઈ હતી, પરંતુ વિરાટ કોહલીની સ્ટાઈલમાં અબ્દુલ્લા શફીકે પોતાના કદમ જમાવી લીધા અને આઉટ પણ ન થયો. અને બાબર આઝમ સાથે ભાગીદારી પણ વધારી.

મેચનો હાલ 
નોંધનીય છે કે આ મેચમાં શ્રીલંકાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ, ટીમના બેટ્સમેનોનું ખૂબજ શરમજનક પ્રદર્શન કર્યું અને 166 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. જે બાદ પાકિસ્તાનની ટીમે બીજા દિવસની રમત પૂરી થવા સુધી 176 રન બનાવ્યા હતા. જો કે બીજા દિવસે વરસાદ પડ્યો હતો. પરંતુ, હવે ત્રીજા દિવસની રમત શરૂ થઈ ગઈ છે અને કેપ્ટન બાબર આઝમની સાથે અબ્દુલ્લા શફીક પણ બેટિંગ કરવા માટે ક્રિઝ પર છે. અહીંથી આ ટેસ્ટ મેચ પાકિસ્તાનની ટીમની પકડમાં દેખાઈ રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ