બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / વિશ્વ / pakistan-russia-india-pm-imran-khan-army-chief-gen-qamar-javed-bajwa-foreign-minister-sergey-lavrov-shah-mehmood-qureshi-special-military-equipment

ફોરેન પોલિસી / મિત્ર દેશ રશિયાના વિદેશમંત્રીએ પાકિસ્તાન પહોંચીને કરી એવી જાહેરાત કે ભારતની ચિંતા વધી ગઈ

Nirav

Last Updated: 05:25 PM, 8 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના મિત્રદેશ રશિયાના વિદેશમંત્રી પાકિસ્તાન ગયા છે, આ મુલાકાતથી હાલમાં ભારતની વિદેશનીતિના નિર્ધારકોએ સંજ્ઞાન લેવું જરૂરી છે.

  • ભારતીય વિદેશનીતિની થશે અગ્નિપરીક્ષા 
  • અમેરિકાની સાથે વધતાં ગાઢ સંબંધોથી રશિયાને તકલીફ 
  • રશિયા સાથેના ભારતના સંબંધોમાં પ્રભાવિત થયા છે, તેની પર ધ્યાન આપવું જરૂરી 

અત્યાર સુધી એવું બનતું આવ્યું છે કે અમેરિકાના વિદેશમંત્રી ભારત આવતા તો પાકિસ્તાન પણ જતા હતા, પણ હવે અમેરિકા એવું નથી કરી રહયું, પરંતુ પાકિસ્તાન જે પહેલાથી જ ચીનના ખોળે જઈને બેઠેલું છે, ત્યાં હવે ભારતના મિત્રદેશ રશિયાના વિદેશમંત્રી પણ મુલાકાત લઇ રહયા છે, જેનાથી ભારતે ચેતવું જરૂરી છે. 

અમેરિકાનું પારંપરિક દુશ્મન છે રશિયા 

છેલ્લા અમુક સમયથી અમેરિકા અને ચીન વચ્ચે દુનિયાનું નેતૃત્વ કરવા માટે એક પ્રકારનો અઘોષિત ઠંડો વિગ્રહ દેખાઈ રહ્યો છે, અમેરિકાના પ્રભાવને ખાળવા માટે તેનું પારંપરિક દુશ્મન પણ તેને ઘેરવાની એક પણ તક છોડી નથી રહ્યું, જેના લીધે તેનો ચીનને ટેકો મળી રહ્યો છે, આવી સ્થિતિમાં ભારત અને અમેરિકા વચ્ચે છેલ્લા અમુક સમયથી સંબંધો ગાઢ બન્યા છે, અને ભારતના પારંપરિક મિત્ર એવા રશિયા સાથેના સંબંધોમાં અંતર સ્પષ્ટ છે, પાકિસ્તાન જેને રશિયા ક્યારેય કોઠું પણ નહોતું આપતું, ત્યાં હવે રશિયાના વિદેશમંત્રી મુલાકાત લઇ રહયા છે, આ સ્થિતિ ભારત માટે ચેતી જવા જેવી છે. 

હાલમાં રશિયાના વિદેશપ્રધાન સર્ગેઈ લાવરોવએ પોતાના પાકિસ્તાની સમકક્ષ શાહ મહેમુદ કુરેશી અને પ્રતિનિધિમંડળ સાથે ચર્ચા કરી હતી, રશિયાના વિદેશમંત્રીએ આની સાથે જ પાકિસ્તાની પીએમ ઇમરાન ખાન અને સેનાએ પ્રમુખ કમાર જાવેદ બાજવા સાથે પણ મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં માહિતી પ્રમાણે અર્થતંત્ર, વેપાર, આતંકવાદ અને સંરક્ષણના ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહકારની વાતચીત કરી હતી, જો કે રશિયન વિદેશમંત્રીના આ એલાનથી ભારતની ચિંતા વધી શકે છે. 

રશિયાએ પાકિસ્તાનને નવા શસ્ત્રો આપવાની જાહેરાત કરી 

વધુમાં રશિયન વિદેશમંત્રી લાવરોવે એક પ્રેસ કોન્ફ્રન્સમાં પાકિસ્તાનને વિશેષ સૈન્ય હથિયાર ઉપલબ્ધ કરાવવાની પણ ઘોષણા કરી હતી, લાવરોવે વધુમાં કહ્યું હતું કે પાકિસ્તાનની આતંકવાદ નિરોધી ક્ષમતાને મજબૂત કરીશું, જેમાં વિશેષ હથિયારોની આપૂર્તિ અને અન્ય ઉપકરણોની આપૂર્તિ પણ સામેલ છે, જો કે રશિયન વિદેશમંત્રીએ આ મામલે વધુ જાણકારી આપી નહોતી. 

પાકિસ્તાન અને રશિયાની વચ્ચે યુદ્ધાભ્યાસ અને મોકડ્રિલ પર પણ સહમતિ સધાઈ હતી, અને આ મુદ્દે રશિયન વિદેશમંત્રીએ એમ પણ કહ્યું હતું કે આ ચીજ આ ક્ષેત્રના બધાજ દેશોના હિતમાં છે, જો એ ભારત આ પહેલા આવા સંયુક્ત અભ્યાસ મુદ્દે પોતાનો કડક વિરોધ સ્પષ્ટ કરી ચૂક્યું છે. 

પાકિસ્તાન રશિયા સાથે મજબૂત સંબંધો બનાવવા આતુર : પાકિસ્તાનના વિદેશમંત્રી 

આ મુદ્દે પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મેહમુદ કુરેશીએ પણ કહ્યું હતું કે તેમનો દેશ રશિયાની સાથે એક મજબૂત બહુપક્ષીય સંબંધ વિકસાવવા આતુર છે અને આ સંબંધો માટે પાકિસ્તાનમાં એક નવો  દ્રષ્ટિકોણ વિકસીને બહાર આવ્યો છે, અમને માત્ર એવું નથી લાગતુ કે અમારી વચ્ચે ભૌગોલિક  નજદીકી છે સાથે જ એવું પણ કે રશિયા આ ક્ષેત્ર અને દુનિયામાં સ્થિરતાનું એક ફેક્ટર છે. 

નોંધનીય છે કે અફઘાનિસ્તાનને લઈને રશિયા પુરસ્કૃત ટ્રોઈકા મંચની મોસ્કોમાં બેઠક મળી હતી, જેમાં પાકિસ્તાનતો સામેલ હતું, પણ ભારત નહોતું, આ મુદ્દે એવું મનાઈ રહ્યું છે કે રશિયાએ પાકિસ્તાનના લીધે આ મુલાકાતમાં ભારતને આમંત્રણ નહોતું આપ્યું. ભારતને લઈને જ્યારે આવો એક પ્રશ્ન રશિયન વિદેશમંત્રીને કરવામાં આવ્યો હતો, ત્યારે રશિયન વિદેશપ્રધાને કહ્યું હતું કે ભારત આ મેકેનિઝમનો હિસ્સો નથી, અફઘાનિસ્તાનને લઈને એક બીજું મેકેનિઝમ છે, જેમાં ભારત સામેલ છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

China India Russia meeting of foreign ministers pakistan પાકિસ્તાન Foreign policy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ