બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Pakistan may also slip away from hosting the Champions Trophy in 2025

ક્રિકેટ / પાકિસ્તાનને 440 વૉલ્ટનો ઝટકો! હાથમાંથી સરકી શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની, કારણ એક વિવાદ અનેક

Kishor

Last Updated: 08:09 PM, 27 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા કપનું આયોજન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પીસીબી દ્વારા હાઇબ્રીડ મોડલ પર કરાયા બાદ હવે પાકિસ્તાનના હાથમાંથી 2025 માં યોજાનાર ચેમ્પિયન ટ્રોફીનું યજમાદ પદ પણ સરકી જાય તો નવાઈ નહિ!

  • પાકિસ્તાનના હાથમાંથી 2025 માં યોજાનાર ચેમ્પિયન ટ્રોફીનું યજમાદ પદ પણ સરકી જાય તો નવાઈ નહિ!
  • ICC એ PCB સાથે મહત્ત્વપૂર્ણ હોસ્ટિંગ કરાર પર હસ્તાક્ષર કર્યા નથી
  • હાઇબ્રીડ મોડલ પર પણ આયોજિત કરવામાં આવી શકે છે ટ્રોફી

એશિયા કપ બાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. વાત એમ છે કે પાકિસ્તાનના હાથમાંથી 2025 માં યોજાનાર ચેમ્પિયન ટ્રોફીનું યજમાદ પદ સરકી રહ્યું છે. એશિયા કપનું આયોજન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પીસીબી દ્વારા હાઇબ્રીડ મોડલ પર કરવામાં આવ્યું હતું. તે સમયે તેના ગ્રાઉન્ડ ઉપર 17માંથી ચાર મેચ રમાઈ હતી અને 13 મેચ શ્રીલંકામાં રમાઈ હતી. ત્યારબાદ હવે ચેમ્પિયન ટ્રોફી સાથે પણ કંઈક આવું જ થવા જઈ રહ્યું છે ટુર્નામેન્ટની યજમાનની પાકિસ્તાન પાસેથી છીનવાઇ જાય તો નવાઈ નહીં! અથવા હાઇબ્રીડ મોડલ પર આયોજિત કરવામાં આવી શકે છે.

પાકિસ્તાનની ક્રિકેટ ટીમમાં જાસૂસ: સિક્રેટ ખબરો કરી લીક, આ દિગ્ગજ ખેલાડીનું  નામ સામે આવતા વર્લ્ડકપમાં કપાઈ શકે પત્તું / Spy in Pakistan's cricket team  ...

પાકિસ્તાન માટે ખરાબ સમાચાર

મીડિયા રિપોર્ટ્સ અનુસાર વાત કરવામાં આવે તો ટુર્નામેન્ટનું આયોજન યુ.એસ.એમાં થઈ શકે છે અને જો પાકિસ્તાન આ મામલે વાંધો ઉઠાવે છે તો તેને હાઇબ્રીડ મોડલ હેઠળ આયોજન કરવું પડે તેવું જણાઈ રહ્યું છે  મહત્વનું છે કે બીસીસીઆઈ પોતાની ટીમ પાકિસ્તાન રમવા માટે મોકલવા એક સુર ન થતું હોવાથી તેણે એશિયા કપમાં પણ આવું જ કર્યું હતું. હવે બોર્ડ ચેમ્પિયન ટ્રોફી માટે પણ પોતાના નિર્ણય પર અડગ હોવાથી હવે પાકિસ્તાન માટે આ ખરાબ સમાચાર સામાન બની રહે છે.

ICCએ PCB સાથે મહત્ત્વપૂર્ણ હોસ્ટિંગ કરાર પર હસ્તાક્ષર કર્યા નથી

પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાનીને લઈને તેને આઇસીસીને સાથે હોસ્ટિંગ રાઈટ્સ કરાર પર હસ્તાક્ષર કરવા વિનંતી કરી છે. PCB એ એવું પણ કહ્યું જો ભારત રાજકીય અને સુરક્ષા કારણોને ટાંકીને ત્યાં રમવાનો ઇનકાર કરે તો PCBને વળતર આપવું જોઈએ. જોકે ICCએ હજુ સુધી PCB સાથે મહત્ત્વપૂર્ણ હોસ્ટિંગ કરાર પર હસ્તાક્ષર કર્યા નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ