ન્યૂઝ અપડેટ્સ
VTV / Assembly election 2023 / ભારત / pakistan former cricketer danish kaneria takes dig on congress after defeat in assembly elections
ADVERTISEMENT
ADVERTISEMENT
મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. કારમા પરાજય બાદ પૂર્વ ક્રિકેટર અને લોકોએ પણ કોંગ્રેસની મજા લેવાનું શરુ કર્યું છે. પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ કોંગ્રેસ પાર્ટીના ઘા પર મીઠું ભભરાવીને મોટો ટોણો માર્યો છે.
Panauti kaun? 😂
— Danish Kaneria (@DanishKaneria61) December 3, 2023
ADVERTISEMENT
શું ટ્વિટ કર્યું દાનિશ કનેરિયાએ
દાનિશ કનેરિયાએ કોંગ્રેસને ટોણો મારીને શાનમાં ને શાનમાં રાહુલ ગાંધીને પનૌતી ગણાવ્યાં હતા. કનેરિયાએ ટ્વિટ કરીને ખાલી એટલું જ પૂછ્યું કે પનૌતી કોણ છે. તેમનો આ ટોણો સીધો રાહુલ ગાંધી પર સમજવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
રાહુલ ગાંધીએ વર્લ્ડ કપમાં ભારતની હાર બદલ મોદીને જવાબદાર ગણાવ્યાં હતા
ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ વિધાનસભા ચૂંટણી દરમિયાન રમાઈ હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ જોવા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા. વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું. ત્યારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતની હાર માટે સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીને જવાબદાર ગણાવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ