Team VTV03:34 PM, 27 Feb 21
| Updated: 04:55 PM, 27 Feb 21
ગુજરાતમાં વેચાણ કરતી ખાતરની કંપનીએ ભાવ વધાર્યા નથી. ગુજરાતમાં DAP-NPK ખાતરોમાં કોઈ ભાવ વધારો નથી.
ખાતરના ભાવમાં વધારાનો મામલો
ખાતરના ભાવ વધારા મુદ્દે આર.સી ફળદુનું નિવેદન
"ગુજરાતમાં આ ભાવ વધારો લાગુ નહીં પડે"
ખાતરના ભાવ વધારાના મામલે આર.સી.ફળદુએ નિવેદન આપ્યું છે કે ગુજરાતમાં આ ભાવ વધારો લાગુ પડશે નહીં. ગુજરાતમાં વેચાણ કરતી ખાતરની કંપનીએ ભાવ વધાર્યા નથી. ગુજરાતમાં DAP-NPK ખાતરોમાં કોઈ ભાવ વધારો નથી. બેંગાલુરૂમાં એક કંપનીએ ભાવ વધારો કર્યો છે.
રાસાયણિક ખાતરના ભાવ વધારાને લઇ કૃષિમંત્રી આર.સી. ફળદુએ સ્પષ્ટતા કરી છે કે, રાસાયણિક ખાતરના ભાવમાં કોઈ વધારો નહીં. ચૂંટણીઓ હારી જતા વિરોધીઓએ અફવા ફેલાવી છે. પૂરતો સ્ટોક છે કોઈ લાઈનો લગાવવાની જરૂર નથી. વધુ ભાવ લેશે તેનું લાયસન્સ રદ કરાશે.
તો બીજી તરફ ખાતરના ભાવમાં વધારાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અમરેલીના વડિયામાં ખાતરની ખરીદી વધી છે. NPK અને DAP ખાતર લેવા ખેડૂતો ડેપો પર પહોંચ્યા છે. ડેપો મેનેજરે પણ વધુ ખરીદી થઈ હોવાનો સ્વીકાર કર્યો છે. ખાતરના ભાવ વધારાની જાહેરાતને પગલે ખેડૂતો ખરીદી કરી રહ્યાં છે. જો કે, આ બાબતે રાજ્યના કૃષિ પ્રધાને નિવેદન આપીને ભાવ વધારાના મુદ્દાને નકારી દીધો છે.
જાણો દિલીપ સંઘાણીએ પણ કરી સ્પષ્ટતા
ખાતરના ભાવમાં વધારાના મામલે દિલીપ સંઘાણીએ સ્પષ્ટતા કરી છે. તેમને કહ્યું કે, રો-મટિરિયલના ભાવમાં વધારો થતા ખાતરના ભાવ વધ્યા છે. ઈફકોએ ખાતરના ભાવમાં વધારો કર્યો નથી. અન્ય કંપનીએ ખાતરના ભાવ વધાર્યા છે.