બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / અમદાવાદ / 'Our boy is worth 4 lakhs? Don't want money, give punishment: Demand of father who lost son in accident

ઈસ્કોન બ્રિજ અકસ્માત / 'અમારા છોકરા કંઈ 4 લાખના છે? નથી જોઈતા પૈસા, સજા અપાવો: અકસ્માતમાં દીકરો ગુમાવનાર પિતાની માંગ

Priyakant

Last Updated: 01:40 PM, 21 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad ISKCON Bridge Accident Update News: મૃતકના પિતાએ પોતાની વેદના ઠાલવતાં કહ્યું કે, અમારા છોકરા કંઈ 4 લાખના છે?  પૈસા નથી જોઇતા પણ આરોપીને સજા આપો

  • અકસ્માતમાં મોતને ભેટેલા બોટાદના કૃણાલના ઘરે શોકનો માહોલ
  • કૃણાલના પિતા નટુભાઇ કોડિયાએ ઠાલવી હૈયાવેદના
  • મૃતક કૃણાલના પિતા નટુભાઇએ તથ્ય માટે કરી સજા  માગ 
  • અમારે 4 લાખ રૂપિયાની સહાય નથી જોઇતી: નટુભાઇ
  • પૈસા નથી જોઇતા પણ આરોપીને સજા આપો: નટુભાઇ

ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં મોતને ભેટેલા વ્યક્તિઓના ઘરે શોકનો માહોલ છે. આ તરફ રાજ્ય સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાય કરવામાં આવી છે. જોકે હવે બોટાદના મૃતક કૃણાલના પિતાએ પોતાની વેદના ઠાલવતાં કહ્યું કે, અમારા છોકરા કંઈ 4 લાખના છે? અમારે સહાય નથી જોઈતી. આ સાથે કહ્યું કે, પૈસા નથી જોઇતા પણ આરોપીને સજા આપો. 

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર બુધવારે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત બાદ હવે મૃતકોના ઘરે અને ગામ સહિત પંથકમાં શોકનો માહોલ છે. આ દર્દનાક અકસ્માતમાં બોટાદના 23 વર્ષીય કૃણાલ કોડિયાનું પણ નિધન થયું હતું. આ તરફ હવે પોતાના વહાલસોયા દીકરાના મોત બાદ તેના પિતા નટુભાઇ કોડિયાએ VTV ન્યૂઝ ગુજરાતી સમક્ષ પોતાની હૈયાની વેદના ઠાલવી હતી. તેમણે કહ્યું કે, અમારે 4 લાખ રૂપિયાની સહાય નથી જોઇતી. અમારા છોકરા કંઈ 4 લાખના છે?  

મૃતક કૃણાલના પિતા નટુભાઇ કોડિયાએ કહ્યું કે, સરકારે 4 લાખની સહાય જાહેર કરી છે. અમારે સહાયના 4 લાખ રૂપિયા નથી જોઈતા. આ સાથે તેમણે ઉમેર્યું કે, અમારે 4 લાખ રૂપિયાની સહાય નથી જોઇતી પણ આરોપીને સજા આપો. તેમણે કહ્યું કે, અમારે છોકરાઓને મોટા કરી ભણાવીએ એટલે કરોડ રૂપિયાનો ખર્ચો થાય.  

ઇસ્કોન અકસ્માતને લઈ તપાસ કમિટીની રચના 
અમદાવાદ પોલીસ દ્વારા અકસ્માતની ઘટનાને લઈ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં ટ્રાફિક DCP નીતા દેસાઈ, ટ્રાફિક ACP એસ.જે મોદીનો કમિટીમાં સમાવેશ થાય છે. આ સાથે SG-1 ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI અપૂર્વ પટેલ, SG-2 ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI વી.બી.દેસાઈ, A ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI પી.બી.ઝાલા, N ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI કે.પી.સાગઠીયા અને M ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI એચ.જી.કટારીયાનો કમિટીમાં સમાવેશ થાય છે.
 
કોના કોના થયા મૃત્યુ?

નિરવ રામાનુજ
ઉંમર- 22 વર્ષ
રહેવાસી- ચાંદલોડિયા

અમન કચ્છી
ઉંમર- 25 વર્ષ
રહેવાસી- સુરેન્દ્રનગર

કૃણાલ કોડિયા
ઉંમર- 23 વર્ષ
રહેવાસી- બોટાદ

રોનક વિહલપરા
ઉંમર- 23 વર્ષ
રહેવાસી- બોટાદ

અરમાન વઢવાનિયા
ઉંમર- 21 વર્ષ
રહેવાસી- સુરેન્દ્રનગર

અક્ષર ચાવડા
ઉંમર- 21 વર્ષ
રહેવાસી- બોટાદ

ધર્મેન્દ્રસિંહ(પોલીસ કોન્સ્ટેબલ)
ઉંમર- 40 વર્ષ

નિલેશ ખટિક(હોમગાર્ડ)
ઉંમર- 38 વર્ષ

જસવંતસિંહ (પોલીસ)

3 યુવતી સહિત 6 લોકોની અટકાયત
અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે મુખ્ય આરોપી તથ્ય અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ તેમજ કારમાં સવાર 3 યુવતી સહિત 6 લોકોની અટકાયત કરી છે.

12 ઈજાગ્રસ્તો સારવાર હેઠળ
આ ભયાનક અકસ્માતમાં 3 પોલીસ કોન્સ્ટેબલ સહિત 10 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે આ અકસ્માતમાં 12 લોકોને ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સોલા સિવિલ લઈ જવામાં આવી હતા. જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે.

કોણ છે તથ્ય પટેલ?
અકસ્માત કરનાર યુવક ગોતાના કુખ્યાત શખ્સ પ્રજ્ઞેશ પટેલનો દીકરો હોવાની માહિતી મળી છે. પ્રજ્ઞેશ પટેલ 2020માં રાજકોટના ગેંગરેપ કેસમાં સામેલ હતો.આરોપીના પિતાએ રાજકોટની યુવતીને ડ્રગ્સ આપીને આચર્યુ દુષ્કર્મ હતું.

શું હતી સમગ્ર ઘટના ? 
ગઈકાલે રાત્રે શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ પાસે પૂર ઝડપે આવતી લક્ઝ્યૂરિયસ કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. 160થી વધુની સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચડાવી દીધી હતી. આ ભયાનક અકસ્માતમાં 3 પોલીસ કોન્સ્ટેબલ સહિત 10 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે.ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સોલા સિવીલ લઈ જવામાં આવ્યા છે. તથ્ય પટેલ નામના કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે. અકસ્માત સર્જનાર જગુઆર ચાલક પણ ઘાયલ થતા સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ