બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / Order to maintain machine hall catchpit central verge footpath in Ahmedabad

એક્શન પ્લાન / અમદાવાદમાં અત્યારથી ચોમાસા પહેલાંની તૈયારીઃ મશીન હોલ, કેચપીટ, સેન્ટ્રલ વર્જ, ફૂટપાથની જાળવણી કરવા આદેશ

Kishor

Last Updated: 08:25 PM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં સોમાસા પહેલા મશીન હોલ, કેચપીટ, સેન્ટ્રલ વર્જ, ફૂટપાથ વગેરેની માહિતી એકઠી કરી તૂટી ગયા હોય તેવા મશીન હોલ, ચપીટ, સેન્ટ્રલ વર્જ અને ફૂટપાથની વિગતો આપવા અંગે આદેશ કરાયો છે.

  • અમદાવાદમાં ચોમાસા પહેલાની પૂર્વ તૈયારીઓ શરુ 
  • મશીન હોલ, કેચપીટ, સેન્ટ્રલ વર્જ, ફૂટપાથની જાળવણી કરવા આદેશ
  • ઈજનેર વિભાગના સ્ટાફને કમિશનરની સૂચના

અમદાવાદ શહેરમાં હવે ચોમાસા પહેલાંની પૂર્વ તૈયારીઓ થવા લાગી છે. આમ પણ મ્યુનિ. તંત્ર દ્વારા દર ચોમાસા અગાઉ પ્રી-મોન્સૂન એક્શન પ્લાન બનાવાય છે. આ પ્રી-મોન્સૂન એક્શન પ્લાન હેઠળ સત્તાવાળાઓ દ્વારા ચોમાસામાં ભરાતાં વરસાદી પાણીના ઝડપભેર નિકાલ માટેનું આયોજન કરાય છે, જે માટે તમામ મશીન હોલ, કેચપીટની સફાઈ સહિતની કામગીરી હાથ ધરવામાં આવે છે. લગભગ મે મહિનામાં પ્રી-મોન્સૂન એક્શન પ્લાન અંગેનો ધમધમાટ શરૂ થઈ  જાય છે. 

વરસાદ શરૂ થતાં જ ઠેર-ઠેર બેસી ગયા રસ્તા, પ્રિ-મોન્સૂન પ્લાન સામે ઉઠ્યા સવાલ  | deep pit near surdhara circle and jivraj Mehta hospital Ahmedabad rain

વિગતો એકઠી કરવાનો આદેશ

જોકે હાલ તો એના પહેલાંની તૈયારીઓ થઈ રહી હોઈ તે અંતર્ગત મશીન હોલ, કેચપીટ, સેન્ટ્રલ વર્જ, ફૂટપાથ વગેરેની માહિતી એકઠી કરવામાં આવશે, તેમાં પણ ખાસ કરીને તૂટી ગયા હોય તેવા મશીન હોલ,  કેચપીટ, સેન્ટ્રલ વર્જ અને ફૂટપાથની વિગતો એકઠી કરાઈ રહી છે, જેના આધારે ચોમાસા પહેલાં તેની મરામત કરી શકાય તે દિશામાં તંત્રે ચક્રો ગતિમાન કર્યાં છે.મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસનના આદેશના પગલે ઈજનેર વિભાગ હરકતમાં આવ્યો છે. કમિશનર થેન્નારસને ઈજનેર વિભાગના સ્ટાફને તેમના રોજેરોજના વોર્ડના રાઉન્ડ દરમિયાન તૂટેલા મશીન હોલ, કેચપીટ, સેન્ટ્રલ વર્જ અને ફૂટપાથની વિગતો એકઠી કરવાનો આદેશ અપાયો છે.

ચોમાસા આડે હવે ટૂંકો સમયગાળો રહ્યો
જે તે વોર્ડના ઈજનેર વિભાગના આસિસ્ટન્ટ સિટી ઈજનેર, આસિ. ઈજનેર અને ટેકનિકલ સુપરવાઇઝરે રાઉન્ડ દરમિયાન આ બધી બાબતોની ચકાસણી કરીને તેને લગતું ફોર્મેટ તૈયાર કરવું પડશે. જે તે ઝોનના એડિશનલ સિટી ઈજનેર અને ડેપ્યુટી સિટી ઈજનેર જેવા ઉચ્ચ અધિકારીઓએ પણ વોર્ડ કક્ષાના સ્ટાફ પાસેથી પોતપોતાના વોર્ડની વિગતો એકઠી કરીને તેની મરામત માટે સૂચના આપવી પડશે. આમ પણ ઈજનેર વિભાગ દ્વારા ચોમાસા બાદ આવી કામગીરી અમુક અંશે હાથ પર લેવાઈ હતી, પરંતુ હવે તેમાં વધુ ઊંડાણપૂર્વકની કામગીરી કરવી પડશે, કેમ કે ચોમાસા આડે હવે માંડ બે-અઢી મહિના જેટલો ટૂંકો સમયગાળો રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ