બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Opposition walked out of the rajyasabha mallikarjun on tawang india-chinda dispute

રાજ્યસભા / સંસદ બની સમરાંગણ, વિપક્ષના ભારે હોબાળા વચ્ચે ખોરવાઈ કાર્યવાહી, બન્ને વચ્ચે કેમ પડી આંટી

Vaidehi

Last Updated: 04:48 PM, 19 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસે રાજ્યસભામાં ચીન સીમા પર થઇ રહેલા નિર્માણનો મુદો ઊઠાવ્યો હતો. પીયૂષ ગોયલે કહ્યું કે તેના પહેલા પણ ઇતિહાસમાં કેટલાય મહત્વનાં મુદાઓ પર ચર્ચા થઇ નથી.

  • ભારત-ચીન સીમા મુદે સદન ગરમાયું
  • સંયુક્ત વિપક્ષે સંસદમાંથી કર્યું વોકઆઉટ
  • ચર્ચાની માંગ ન સ્વીકારાતાં દર્શાવ્યો વિરોધ

અરૂણાચલ પ્રદેશનાં તવાંગમાં ચીન અને ભારતનાં સૈનિકોની વચ્ચે થયેલ અથડામણનાં મુદો ઘણો ગરમાયો છે. વિપક્ષે આ મુદે સદનમાં ચર્ચા કરવા માટે માંગ ઊઠાવી છે. માંગને ન સ્વીકારતાં વિપક્ષે રાજ્યસભાથી વોકઆઉટ કર્યો છે. આ મુદે બીજેપીનાં મંત્રી પિયૂષ ગોયલે પ્રતિક્રિયા આપી અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. 

કેન્દ્રીયમંત્રી પિયૂષ ગોયલે આપી પ્રતિક્રિયા
વિપક્ષનાં વોકઆઉટ બાદ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે તીખી પ્રતિક્રિયા આપી છે. રાજ્યસભામાં સદનનાં નેતા પીયૂષ ગોયલે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી આ મુદા પર રાજનીતિ કરી રહી છે. એટલું જ નહીં નિયમોને પણ નજરઅંદાજ કરી રહી છે. જ્યારે UPAની સરકાર હતી ત્યારે આ પ્રકારનાં સંવેદનશીલ મુદાઓ પર ચર્ચા ન કરવાનું કહેવાયું હતું. એક તરફ સેના બોર્ડર પર ઊભી છે તો રાહુલ ગાંધી આવું નિવેદન આપી સેનાનું મનોબળ તોડવાનું કામ કરી રહી છે.

વિપક્ષે ફરી કર્યું વોકઆઉટ
સંસદનાં વિન્ટર સેશન દરમિયાન ફરી એકવાર વિપક્ષે વોકઆઉટ કર્યો છે. રાજ્યસભામાં વિપક્ષનાં નેતા મલ્લિકાર્જુન ખરગેએ કહ્યું કે ચીન આપણી જમીન પર કબ્જો કરી રહી છે. આ મુદા પર અમે ચર્ચા નહીં કરીએ તો કઇ વાતને લઇને ચર્ચા કરશું?  અમે સદનમાં આ મુદા પર ચર્ચા કરવા માટે તૈયાર છીએ. ભારત-ચીન મુદા પર ચર્ચા કરવાની વિપક્ષની નોટિસને અસ્વીકાર કરવામાં આવતાં સંયુક્ત વિપક્ષે રાજ્યસભામાંથઈ વોકઆઉટ કર્યો હતો. 

ચીન સીમા પર ઉઠ્યો મુદો
કોંગ્રેસનાં નેતા પ્રમોદ તિવારીએ સોમવારે રાજ્યસભામાં ચીન પર થઇ રહેલા કથિત બાંધકામનો મુદો ઊઠાવ્યો હતો. કોંગ્રેસનાં પ્રમોદ તિવારેએ ચીનની સાથે સીમા મુદા પર ચર્ચા માટે રાજ્યસભામાં નિયમ 267 અંતર્ગત સસ્પેન્શન ઓફ બિઝનેસની નોટિસ આપેલ હતી. આ નોટિસનો અસ્વીકાર થતાં સંયુક્ત વિપક્ષે રાજ્યસભામાંથઈ વોકઆઉટ કર્યો હતો.

રાહુલ ગાંધીએ લગાવ્યાં હતાં આરોપ
કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યું છે જ્યારે ભારત સરકાર સુતી છે અને ખતરાને નજરઅંદાજ કરી રહી છે. તેમણે એ પણ આરોપ લગાવ્યો હતો કે ચીને 2000 વર્ગ કિલોમીટર ભારતીય ક્ષેત્ર પર કબ્જો કરી લીધેલ છે. અરૂણાચલ પ્રદેશમાં આપણા સૈનિકોને પીટવામાં આવી રહ્યાં છે.

બીજેપીએ પણ રાહુલ પર કર્યો હતો પલટવાર
અરૂણાચલ પ્રદેશમાં ભારત અને ચીનનાં સૈનિકોની અથડામણ સંબંધિત ટિપ્પણીને લઇને રાહુલ ગાંધી પર BJPએ પણ પ્રહારો કર્યો હતાં. બીજેપીએ કહ્યું કે કોંગ્રેસને તેમને તુરંત જ પાર્ટીથી બહાર નિકાળી દેવું જોઇએ. તો બીજેપી અઘ્યક્ષ જે પી નડ્ડાએ રાહુલ ગાંધી પર ચીન અને પાકિસ્તાનની ભાષા બોલવાનો આરોપ લગાવ્યો હતો. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ પણ આરોપ લગાવતાં કહ્યું કે રાહુલ ગાંધી ન કેવળ ભારતીય સેનાનું અપમાન કરી રહ્યાં છે પરંતુ દેશની ઇમેજને પણ નુક્સાન પહોંચાડી રહ્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ