બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Onion upset everyone, no farmers get the price, no relief to the people

ખેડૂતોનો વિરોધ / ગુજરાતનાં ખેડૂતો જાય ક્યાં? નિકાસ બંધ થતાં ડુંગળીના નથી મળી રહ્યા ભાવ, રસ્તા પર ફેંકી દેવા મજબૂર; સામે સામાન્ય લોકોને મોંઘવારીમાંથી નથી મળી રહી રાહત

Priyakant

Last Updated: 01:56 PM, 15 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Farmers Latest News: દેશમાંથી ડુંગળીની નિકાસ માટે પ્રતિબંધ મુકાયો, ગોંડલ માર્કેટયાર્ડમાં સતત બીજા દિવસે ડુંગળીના ભાવ મુદ્દે વિરોધ, વિસાવદરમાં મામલતદારના ટેબલ પર ડુંગળી ફેંકી વિરોધ

  • ડુંગળીના ભાવને લઈ ખેડૂતો આકરાપાણીએ, ગોંડલ માર્કેટમાં સતત બીજા દિવસે ખેડૂતોનો વિરોધ
  • જૂનાગઢના વિસાવદરમાં મામલતદારના ટેબલ પર ડુંગળી ફેંકી નોંધાવ્યો વિરોધ
  • નાગરિકોને આજે પણ માર્કેટમાં રૂ.50 થી 70 કિલો મળી રહી છે ડુંગળી

Gujarat Farmers : રાજ્યમાં હાલ લાલ ડુંગળીની ખેતી કરતાં  જગતના તાતની જાણે કે માઠી બેઠી છે. વાત જાણે એમ છે કે, ડુંગળીની નિકાસબંધીને કારણે ખેડૂતોને ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આ તરફ ગોંડલ માર્કેટયાર્ડમાં સતત બીજા દિવસે ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતોએ વિરોધ કર્યો છે. જેને લઈ યાર્ડમાં ખેડૂતોએ ડુંગળીની હરાજી બંધ કરાવી છે. આ તરફ ખેડૂતે આત્મવિલોપનની ચીમકી આપી છે. આ તરફ જૂનાગઢના વિસાવદરમાં ડુંગળની સારા ભાવ ન મળતા ખેડૂતોએ વિરોધ કર્યો છે. આ સાથે હવે દેશમાંથી ડુંગળીની નિકાસ માટે પ્રતિબંધ મુકાતાં ખેડૂતો અને ગ્રાહકો પરેશાન બન્યા છે. જેને લઈ હવે ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળવા સામે ઉંચા ભાવે ડુંગળી ખરીદવા ગ્રાહકો મજબુર બન્યા છે. 
 
ગોંડલ માર્કેટમાં સતત બીજા દિવસે ખેડૂતોનો વિરોધ

રાજકોટમાં ડુંગળીના ભાવને લઈ ખેડૂતો આકરા પાણીએ છે. વિગતો મુજબ ગોંડલ માર્કેટમાં સતત બીજા દિવસે ખેડૂતોનો વિરોધ સામે આવ્યો છે. જેને લઈ ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતોએ તંત્ર સામે રીતસરની બાંયો ચઢાવી છે. આ તરફ હવે ડુંગળીના ભાવ નહીં મળે તો ખેડૂતોની આત્મવિલોપનની ચીમકી આપી છે. સતત બીજા દિવસે પણ માર્કેટમાં ખેડૂતોનો વિરોધ યથાવત હોઇ માર્કેટ યાર્ડના મેઈન દરવાજા પાસે ડુંગળી ફેંકી ખેડૂતોએ પોતાનો વિરોધ દર્શાવ્યો છે. માર્કેટના બંને મુખ્ય દરવાજા બંધ થતા યાર્ડ બહાર વાહનોની લાઈન લાગી છે તો સરકાર અને યાર્ડ સત્તાધીશો સામે પણ ખેડૂતોએ રોષ ઠાલવ્યો છે. 

મામલદાર કચેરીએ ડુંગળી ફેંકી ખેડૂતોનુ વિરોધ પ્રદર્શન
જૂનાગઢના વિસાવદરમાં પણ  ડુંગળીના ભાવ મુદે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતોએ મામલતદાર કચેરીએ હલ્લાબોલ કર્યો હતો. વિગતો મુજબ ખેડૂતોએ મામલતદારના ટેબલ પર ડુંગળી ફેંકી હતી. આ તરફ ખેડૂતો રામ ધૂન બોલતા પોલીસે તેમની અટકાયત કરી હોવાનું પણ સામે આવ્યું છે. આ દરમિયાન એક ખેડૂત પોલીસ વાહન આગળ સૂઈ ગયો હતો.  

ખેડૂતો અને ગ્રાહકો પરેશાન 
દેશમાંથી ડુંગળીની નિકાસ માટે પ્રતિબંધ મુકાતાં ખેડૂતો અને ગ્રાહકો પરેશાન બન્યા છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળવા સામે ઉંચા ભાવે ડુંગળી ખરીદવા ગ્રાહકો મજબુર બન્યા છે. આ તરફ હવે હાલમાં 30 રૂપિયા પ્રતિ કિલો વેચાતી ડુંગળી 50થી 70 રૂપિયા પ્રતિ કિલો પહોંચી છે. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ પણ સ્થાનિક બજારમાં ભાવ બેકાબૂ બન્યા છે. જેથી ડુંગળીના હોલસેલ ભાવમાં રૂ.10નો ઘટાડો થયો પણ ગ્રાહકોને લાભ નહીં મળ્યો. પહેલા ટમેટા બાદ ભરશિયાળે ડુંગળી અને લસણના વધતા ભાવથી ગૃહિણીઓ પરેશાન હતી. આ તરફ ગૃહિણીઓએ કહ્યું કે, સરકારે ખરીદી પર પ્રતિબંધ મુક્યો પણ ભાવમાં કોઇ ફેરફાર ન થયો. રિટેલ માર્કેટમાં મળતી ડુંગળીના ભાવમાં કોઇ ફેરફાર નથી થયો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ