બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / One billion people in the world are suffering from obesity: Adopt these WHO measures to reduce fat
તમે મોટાપાથી પરેસાન છો, સ્થૂળતા દૂર કરવા અનેક ઉપાયો કર્યા પણ કોઈ ફરક નથી પડ્યો. તો WHO દ્નારા આપવામાં આવેલા ખાસ સૂચનો તમને અપનાવશો તો, ચોક્કસથી પેટની ચરબી ગાયબ થશે !
ADVERTISEMENT

મેડિકલ જર્નલ લેન્સેટમાં પ્રકાશિત અહેવાલ મુજબ વિશ્વભરમાં એક અબજ લોકો સ્થૂળતાથી પીડિત છે. તેમાં 88 કરોડ લોકો પુખ્ત વયના છે. જ્યારે 15 કરોડ 90 લાખ બાળકો અને કિશોરો છે. WHOના મત મુજબ વિશ્વમાં પુખ્ત લોકોમાં સ્થૂળતાનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. અને કિશોરોની સ્થૂળતા ચાર ગણી ઝડપથી વધી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
WHO ના મતે વર્ષ 2022માં 18 અને તેથી વધુ વયના 43% પુખ્ત લોકોનું વજન વધારે હતું અને 16% સ્થૂળતા સાથે જીવતા હતા. જ્યારે 5 વર્ષથી ઓછી ઉંમરના 37 લાખ બાળકો વધુ વજન ધરાવતા હતા અને 390 મિલિયનથી વધુ બાળકો અને 5-19 વર્ષની વયના કિશોરો વધુ વજન ધરાવતા હતા, જેમાં 160 મિલિયન જેઓ સ્થૂળતા સાથે જીવતા હતા. એક વાક્યમાં, વર્ષ 2022થી વિશ્વમાં 8 માંથી 1 વ્યક્તિ સ્થૂળતા સાથે જીવી રહ્યો હતો.
ADVERTISEMENT
સંશોધન એ પણ સૂચવે છે કે સ્થૂળતા અને ઓછું વજન બંને કુપોષણના સ્વરૂપો છે. આ સ્વાસ્થ્ય માટે ઘણી રીતે હાનિકારક છે. વધુ પડતું વજન એ ઘણા પ્રકારના ક્રોનિક રોગોમાં મુખ્ય પરિબળ તરીકે મનાય છે. નિષ્ણાતો માને છે કે જે લોકોનું વજન વધારે છે તેમને ડાયાબિટીસ, હાર્ટ એટેકની સમસ્યાઓનું જોખમ વધારે રહે છે. આવી સ્થિતિમાં સવાલ એ છે કે આ સમસ્યાનો ઉકેલ શું છે?

ADVERTISEMENT
જીવનશૈલીમાં ફેરફાર: તંદુરસ્ત આહાર, શારીરિક પ્રવૃત્તિ, નિયમિત કસરત અને સારી ઊંઘ લેવી જરૂરી છે. તમાકુ અને દારૂથી દૂર રહેવાની વાત કહી છે.
વિશેષ આહાર વિચારણા: વધુ પડતી ફેટ વાળા ખોરાક ન આવો, ફળો અને શાકભાજી તેમજ કઠોળ, આખા અનાજનો વપરાશ વધારવો.
મહિલાઓ માટે ખાસ સલાહ: ગર્ભાવસ્થા દરમિયાન યોગ્ય વજન રહે તેની કાળજી લેવી, ઉપરાંત, બાળકના જન્મ પછી, તેને ફક્ત પ્રથમ 6 મહિના સુધી જ સ્તનપાન કરાવો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.