બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / On the day of Raksha Bandhan, there is a Bhadra period, at this time do not tie rakhi on brother's wrist

Raksha Bandhan 2022 / રક્ષાબંધનને દિવસે લાગવા જઈ રહ્યો છે ભદ્રાકાળ, ભૂલથી પણ આ સમયે ન બાંધતા રાખડી

Megha

Last Updated: 05:27 PM, 21 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રક્ષાબંધનના દિવસે ભદ્રાકાળનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. આ અશુભ સમયે રાખડી બાંધવામાં આવતી નથી.

  • રાખડી બાંધવા માટે ક્યારે શુભ સમય છે અને ક્યારે ભદ્રા કાળ છે જાણો 
  • આ અશુભ સમયે રાખડી બાંધવામાં આવતી નથી

હિન્દુ પંચાગ મુજબ 11 ઓગષ્ટ 2022ના રોજ રાખડી બાંધવા માટે શુભ મુહૂર્ત સવારથી જ શરૂ થઇ જશે. આ દિવસે સવારે 10 વાગ્યેને 38 મિનિટથી લઇને રાત્રે 9 વાગ્યા સુધી રાખડી બાંધવાનો યોગ્ય સમય છે. આ શુભ મુહૂર્તમાં તમે પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધી શકો છો. રક્ષાબંધનના દિવસે શુભ મુહૂર્તમાં બહેનો ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેના લાંબા આયુષ્યની પ્રાર્થના કરે છે. તો ભાઈ પણ બહેનને ગિફ્ટ આપી તેની રક્ષાનુ વચન આપે છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ દિવસે રાખડી બાંધતી વખતે અમુક વાતોનુ વિશેષ રીતે ધ્યાન રાખવુ જોઈએ. રક્ષાબંધનના દિવસે ભદ્રા કાળનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ચાલો જાણીએ રાખડી બાંધવા માટે ક્યારે શુભ સમય છે અને ક્યારે ભદ્રા કાળ છે.. 

રક્ષાબંધન શુભ મુહૂર્ત
તિથી - 11 ઓગસ્ટ 2022, ગુરુવાર 
પૂર્ણિમા તિથીની શરૂઆત - 11 ઓગસ્ટ સવારે 10 અને 28 મિનિટે 
સમાપ્તિ - 12 ઓગસ્ટ સવારે 7 અને 5 મિનિટે 
અભિજીત મુહૂર્ત - બપોરે 12 વાગ્યેને 6 મિનિટથી બપોરે 12 વાગ્યેને 57 મિનિટ સુધી
અમૃત કાળ - સાંજે 6 વાગ્યેને 55 મિનિટથી રાત્રે 8 વાગ્યેને 20 મિનિટ સુધી 
બ્રહ્મ મુહૂર્ત - સવારે 4 વાગ્યેને 29 મિનિટથી 5 વાગ્યેને 17 મિનિટ સુધી

રક્ષા બંધન ભદ્રા કાળ 
રક્ષાબંધનને દિવસે ભદ્રાકાળની સમાપ્તિ - રાત્રે 8 વાગ્યે અને 51 મિનિટે થશે 
રક્ષાબંધનને દિવસે ભદ્રા પૂંછ - 11 ઓગસ્ટની સાંજે 5 વાગ્યેને 17 મિનિટથી રાત્રે 6 વાગ્યેને 18 મિનિટ સુધી 
રક્ષાબંધન ભદ્રા મુખ - સાંજે 6 વાગ્યેને 18 મિનિટ થી રાત્રે 8 વાગ્યા સુધી  

ભદ્રાકાળમાં રાખડી નથી બાંધવામાં આવતી 
રક્ષાબંધનના દિવસે ભદ્રાકાળનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. આ અશુભ સમયે રાખડી બાંધવામાં આવતી નથી. પૌરાણિક કથા અનુસાર ભદ્રા ભગવાન સુર્ય અને છાયાની પુત્રી છે. આ દ્રષ્ટિકોણથી ભદ્રા શનિદેવની બહેન થઈ. કહેવામાં આવે છે કે ભદ્રાનો જન્મ થયો ત્યારે એ સમગ્ર સુષ્ટિને ગળવાની હતી અને અનેક હવન, પૂજા-પાઠ અને યજ્ઞમઅ વિઘ્ન ઉત્પન કર્યો હતો એટલા માટે ભદ્રા કાળમાં રાખડી બાંધવામાં આવતી નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ