બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / On the 16th 'Civil Service Day', Prime Minister Narendra Modi said 'Sardar Patel's dream has to come true'

સિવિલ સર્વિસ ડે / 'સરદાર પટેલનું સ્વપ્ન સાકાર કરવાનું છે', PM મોદીએ દેશના તમામ અધિકારીઓને જુઓ શું કરી અપીલ

Megha

Last Updated: 02:01 PM, 21 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

16મા 'સિવિલ સર્વિસ ડે' પર સંબોધનમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, 'આ વર્ષનો સિવિલ સર્વિસ ડે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ તે સમય છે જ્યારે દેશે તેની આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે.'

  • 16મા 'સિવિલ સર્વિસ ડે' પર પ્રધાનમંત્રી એ કર્યું સંબોધન 
  • આપણા પાસે સમય ઓછો છે પણ ક્ષમતા ઘણી વધુ છે - મોદી 
  • નાગરિક સેવા અધિકારીઓને 'પ્રધાનમંત્રી એક્સલન્સ મેડલ' દ્વારા સમ્માનિત કર્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે વિજ્ઞાન ભવન ખાતે આયોજિત 16મા 'સિવિલ સર્વિસ ડે' કાર્યક્રમના સમાપન સત્રમાં મુખ્ય અતિથિ તરીકે પહોંચ્યા હતા અને એમને સિવિલ સેવામાં 15 અધિકારીઓને લોક સભા પ્રશાસનમાં સર્વોચ્ચ ધોરણો સ્થાપિત કરવા બદલ 15 નાગરિક સેવા અધિકારીઓને 'પ્રધાનમંત્રી એક્સલન્સ મેડલ' દ્વારા સમ્માનિત કર્યા હતા.આ સાથે જ પ્રધાનમંત્રીએ 'PM ગતિશક્તિ', 'આયુષ્યમાન ભારત', 'હર ઘર જલ', 'આકાંક્ષાત્મક જિલ્લા' અને 'સમગ્ર' જેવી સરકારી યોજનાઓ હેઠળ જાહેર સેવાના ક્ષેત્રમાં સારું કામ કરનાર 15 નોકરિયાતોને 'પ્રાઈમ મિનિસ્ટર એવોર્ડ્સ ફોર એક્સેલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન 2022' પર કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું હતું.

આપણા પાસે સમય ઓછો છે પણ ક્ષમતા ઘણી વધુ છે
જણાવી દઈએ કે એમના સંબોધનમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, 'આ વર્ષનો સિવિલ સર્વિસ ડે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ તે સમય છે જ્યારે દેશે તેની આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે, આ તે સમય છે જ્યારે દેશે આગામી 25 વર્ષના વિશાળ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ઝડપી પગલા ભરવાનું શરૂ કર્યું છે. હું આજે ભારતના દરેક સિવિલ સર્વિસ ઓફિસરને આ કહીશ કે તેઓ ખૂબ નસીબદાર છે એ તેમને આ સમયગાળામાં દેશની સેવા કરવાની તક મળી, આપણા બધા પાસે સમય ઓછો છે પણ ક્ષમતા ઘણી વધુ છે. આપણા લક્ષ્યો અઘરા છે પણ આપણી  પાસે હિંમત ઘણી છે. પહેલા વિચાર હતો 'સરકાર બધું કરશે' અને હવે વિચાર છે 'સરકાર બધા માટે કરશે'!

9 વર્ષમાં ભારતના વિકાસને નવી ગતિ મળી છે
આગળ સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, 'આઝાદીના અમૃતકાળમાં હવે યુવા અધિકારીઓની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ બનવા જઈ રહી છે, કારણ કે આગામી 15-20 વર્ષ માટે તમારું કામ ખૂબ જ મહત્વપૂર્ણ થવાનું છે. તમને બધાને આગળ સમય જતાં મહત્વપૂર્ણ સેવા કરવાનો મોકો મળી રહ્યો છે. નોંધનીય છે કે છેલ્લા 9 વર્ષમાં જો દેશના ગરીબથી ગરીબને પણ સુશાસનનો વિશ્વાસ મળ્યો છે તો આમાં તમારા દરેક લોકોની મહેનત પણ છે.  છેલ્લા 9 વર્ષમાં ભારતના વિકાસને નવી ગતિ મળી છે તો આ તમારી ભાગીદારી વિના શક્ય ન હતું. દેશમાં અને દુનિયામાં કોરોના સંકટ છતાં આજે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે તેમ તમારી ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તમારી મહેનત રંગ લાવી છે.

સરકારનું લક્ષ્ય 'રાષ્ટ્ર-પ્રથમ' અને 'નાગરિક-પ્રથમ' 
સંબોધન આગળ વધારતા એમને કહ્યું કે'આજે ભારત ડિજિટલ પેમેન્ટના મામલે નંબર વન છે અને મોબાઈલ ડેટા વિશ્વમાં સૌથી સસ્તો છે, સાથે જ દેશમાં આર્થિક વ્યવસ્થા ખૂબ જ મજબૂત છે અને ગ્રામીણ અર્થતંત્ર પ્રગતિ કરી રહ્યું છે. આ બધા સિવાય 2014ની સરખામણીમાં અત્યારે 10 ગણી ઝડપે નવા રેલ્વે રૂટ બનાવવામાં આવી રહ્યા છે આ તમામ કાર્યોમાં તમારી ભૂમિકા છે. આજે સરકાર સમય અને સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરી રહી છે. આજે સરકારનું લક્ષ્ય 'રાષ્ટ્ર-પ્રથમ' અને 'નાગરિક-પ્રથમ' છે અને દેશને સશક્ત બનાવવાનો છે.

આજનો નોકરિયાત નિષ્ફળ જશે તો દેશને પરિણામ ભોગવવું પડશે
આગળ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, 'સિસ્ટમ બદલાઈ ગઈ છે અને દેશના લગભગ 3 લાખ કરોડ રૂપિયા ખોટા હાથમાં જતા બચ્યા છે  આ માટે તમે બધા અભિનંદનને પાત્ર છો. આજે પડકાર એ નથી કે તમે કેટલા કાર્યક્ષમ છો, પડકાર એ નક્કી કરવાનો છે કે જે ઉણપ છે તેને કેવી રીતે દૂર કરવી. એટલે જો આજનો નોકરિયાત નિષ્ફળ જશે તો દેશને પરિણામ ભોગવવું પડશે. તમારે આ બાબતોનું ધ્યાન રાખવું પડશે. દરેક નોકરિયાતે સરદાર પટેલના સપનાને સાકાર કરવાના માર્ગ પર આગળ વધવું પડશે, જેમણે નોકરશાહીને 'ભારતનું સ્ટીલ સ્ટ્રક્ચર' માન્યું હતું.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ