બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / OMG usa one chips challenge teeange boy died due eating excessive spicy chips

ના હોય! / મોતને પડકાર, ચેતજો.! ચિપ્સ ખાવાથી 14 વર્ષના યુવકનું મોત, કારણ અમેરિકામાં વાયરલ થયેલી 'વન ચિપ ચેલેન્જ'

Arohi

Last Updated: 09:38 AM, 6 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

One Chips Challenge: અમેરિકામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહેલી 'વન ચિપ્સ ચેલેન્જ' સાથે જોડાયેલી એક ખબર સામે આવી છે. અહીં મેસાચુસેટ્સના વોર્સેસ્ટરમાં રહેતા 14 વર્ષિય એક યુવકનું ખૂબ જ મસાલેદાર ચિપ્સ ખાવાથી મોત થયું છે.

  • ચિપ્સ ખાવાથી યુવકનું થયું મોત 
  • અમેરિકામાં વાયરલ થઈ રહી છે 'વન ચિપ્સ ચેલેન્જ' 
  • જાણો શું છે સમગ્ર ઘટના 

અમેરિકામાં ખૂબ જ વાયરલ થઈ રહેલી 'વન ચિપ્સ ચેલેન્જ'ના કારણે એક 14 વર્ષિય યુવકનું મોત થયું છે. આ વાયરલ ચેલેન્જમાં પ્રતિયાગીને કથિત રીતે દુનિયાના સૌથી મસાલેદાર ટોર્ટિયા ચિપ્સ ખાવાના હતા અને પોતાનો વીડિયો બનાવવાનો હતો. આ ચિપ્સ સાથે કંઈ પણ બીજુ ખાવાનું નથી હોતું. 

તાબૂત કંટેનરમાં આવે છે આ ચિપ્સ 
આ ચિપ્સ પાકી કંપની દ્વારા બનાવવામાં આવી છે. આ એક તાબૂત કન્ટેનરમાં આવે છે. તેમાં ચેતાવણી પણ લખવામાં આવે છે કે તેને બાળકોથી દૂર રાખો અને તેને ફક્ત યુવાનોએ જ ખાવી. 

મસાલેદાર ભોજનના પ્રત્યે સંવેદનશીલ અથવા તો કોઈ એલર્જી ગ્રસ્ત શખ્સે તેનાથી દૂર રહેવું જોઈએ. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે યુવકના પરિવારે જણાવ્યું કે હૈરિસનું મોત વધારે મસાલેદાર ચિપ્સ ખાવાથી થયું. 

શું છે 'વન ચિપ્સ ચેલેન્જ'
વન ચિપ્સ ચેલેન્જની પાકી કંપનીના વેબ પેજ અનુસાર જે કોઈને પણ શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે. લાંબા સમય સુધી ખેંચ આવે છે તેને મેડિકલ હેલ્પ લેવાની જરૂર પડી શકે છે. હૈરિસની માતા લોઈસ વાલોબાએ જણાવ્યું, "શુક્રવારે એક નર્સે સ્કૂલમાં બોલાવી જણાવ્યું કે એક ક્લાસમેટ દ્વારા આપવામાં આવેલી ચિપ્સને ખાઈને તેના પેટમાં ખૂબ દુખાવો થવા લાગ્યો હતો."

તેમણે જણાવ્યું, "પરંતુ ઘરે આવ્યા બાદ હૈરિસે સારૂ લાગી રહ્યું હતું. પછી જ્યારે તે બાસ્કેટબોલ ટ્રાયલ માટે નિકળવાનો હતો ત્યારે તે બેભાન થઈ ગયો." તેને તરત નજીકના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. જોકે મોતનું કારણ તો હજુ સુધી જાણવા મળ્યું નથી અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. પોલીસ તપાસ કરી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ