બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / OMG 2 mahakal temple ujjain madhya pradesh

બોલિવૂડ / અક્ષય કુમારની OMG-2 નો વિવાદ વધ્યો: આ કારણે નારાજ છે મહાકાલેશ્વર મંદિરના પૂજારીઓ, આપી દીધું અલ્ટિમેટમ

Arohi

Last Updated: 11:38 AM, 19 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Akshay Kumar OMG-2: ફિલ્મ OMG-2ની રિલીઝ પહેલા વિવાદ વધતો જોવા મળી રહ્યો છે. હવે મહાકાલ મંદિરના પુજારીઓએ અલ્ટીમેટમ આપી દીધું છે. જાણો શું છે સમગ્ર ઘટના

  • OMG-2ની રિલીઝ પહેલા વધ્યો વિવાદ 
  • મહાકાલ મંદિરના પુજારીઓએ આપ્યું અલ્ટીમેટમ 
  • જાણો શું છે સમગ્ર વિવાદ 

અપકમિંગ મૂવી OMG-2ને લઈને વિવાદ ઉભો થઈ રહ્યો છે. ધાર્મિક નગરી ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરના પુજારીઓએ પણ ફિલ્મ સાથે જોડાયેલા અમુક શોર્ટ્સને લઈને વાંધો ઉઠાવ્યો છે. ત્યાં જ મહાકાલ મંદિરના પુજારીઓએ ફિલ્મ રિલીઝ થવા બાદ સનાતન ધર્મ સાથે જોડાયેલા વિવાદ સામે આવવા પર વિરોધ કરવાની ચેતાવણી પણ આપી છે. 

11 ઓગસ્ટે રિલીઝ થશે ફિલ્મ 
ફિલ્મ 11 ઓગસ્ટ 2023એ થિએટર્સમાં રિલીઝ થવાની છે. જ્યાં સેન્સર બોર્ડે તેના પહેલા જ ફિલ્મ પર રોક લગાવી દીધી છે. ફિલ્મને એક વખત ફરી રિવ્યૂ કમિટીએ પરત મોકલી છે. જ્યાં રિવ્યૂ કમિટીના વિચાર બાદ સેન્સર બોર્ડ પોતાનો છેલ્લો નિર્ણય કરશે. ફિલ્મના અમુક શોર્ટ્સ ઉજ્જૈનમાં લેવામાં આવ્યા છે. ફિલ્મમાં અભિનેતા અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠી સહિત તમામ કલાકારોએ ભાગ લીધો છે. 

નારાજ થયા મંદિરના પુજારી 
જાણકારી અનુસાર સેન્સર બોર્ડની તરફથી આવેલા એક્શન બાદ મહાકાલ મંદિરના પુજારી નારાજ જોવા મળી રહ્યા છે. જ્યાં મંદિરના મુખ્ય પુજારી મહેશ શર્માનું કહેવું છે કે ફિલ્મ રિલીઝ થયા બાદ સનાતન ધર્મ સાથે જોડાયેલો વિવાદ સામે આવવા પર મહાકાલ સેના તેનો વિરોધ કરશે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshay Kumar (@akshaykumar)

માટે યોગ્ય રહેશે કે ફિલ્મ રિલીઝ થતા પહેલા જ ફિલ્મમાં શામેલ કરવામાં આવેલા આપત્તિજનક શોર્ટ્સ હટાવી લેવામાં આવે. તેની સાથે જ તેમણે કહ્યું કે ફિલ્મ પહેલા સાધુ-સંતોને બતાવવામાં આવે ત્યાર બાદ જ ફિલ્મને રિલીઝ કરવામાં આવે. 

મહાકાલેશ્વર મંદિરમાં થઈ છે શૂટિંગ 
ફિલ્મ ઓહ માય ગોડ 2 એટલે કે OMG-2ની શૂટિંગ મહાકાલેશ્વર મંદિરમાં થઈ હતી. જ્યાં ઓક્ટોબર 2021માં થયેલી ફિલ્મની શૂટિંગ લગભગ એક અઠવાડિયા સુધી ચાલી હતી. ત્યારે મહાકાલેશ્વર મંદિરના અલગ અલગ સ્થાનો પર ફિલ્મને શૂટ કરવામાં આવી હતી અને ફિલ્મને શૂટ કરવા માટે અભિનેતા અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠી સહિત તેમની આખી ટીમ ઈંદૌર અને ઉજ્જૈન આવી હતી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Akshay Kumar (@akshaykumar)

ફિલ્મની શૂટિંગના સમયે પણ વિવાદ થયો હતો. જ્યાં પ્રવચન હોલમાં ભોજન બનાવવા પર મહંતે સવાલ ઉઠાવ્યો હતો. તો ત્યાં જ હવે ફિલ્મમાં દર્શાવવા જઈ રહેલા અમુક ભાગોને લઈને વિવાદની સ્થિતિ બનતી જોવા મળી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ