Olympic champion Sushil Kumar arrested by Delhi Police
વિવાદ /
ઓલમ્પિક વિજેતા સુશીલ કુમારની દિલ્હી પોલીસે કરી ધરપકડ, લાગ્યો છે આ ગંભીર ગુનાનો આરોપ
Team VTV11:01 AM, 23 May 21
| Updated: 11:15 PM, 27 May 21
પહેલવાન સુશીલ કુમારની દિલ્હી પોલીસની સ્પેશિલ સેલે ધડપકડ કરી છે. તેના સાથીની પણ ધરપકડ કરવામાં આવી
ઓલમ્પિક વિજેતા સુશીલ કુમારની દિલ્હી પોલીસે કરી ધરપકડ
સુશીલને પકડવા પોલીસે ઘણી જગ્યાઓ પર કરી છાપેમારી
અલગ નંબરથી કરતો હતો સંબંધીઓને ફોન
પાછલા ઘણા દિવસોથી હત્યાના કેસમાં ફરાર ઓલમ્પિક મેડલ વિજેતા અને પહેલવાન સુશીલ કુમારની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. પહેલવાન સુશીલ કુમારને દિલ્હી પોલીસની સ્પેશિલ સેલે ઝડપી પાડ્યો છે. જાણકારી અનુસાર સ્પેશિયલ સેલે સુશીલના સાથીની પણ ધરપકડ કરી છે. દિલ્હીના મુંડકા વિસ્તારથી સુશીલ કુમાર અને અજયની ધરપકડ કરવામાં આવી છે. બન્ને સ્કૂટીમાં કોઈને મળવા જઈ રહ્યા હતા.
Delhi: Wrestler Sushil Kumar has been arrested by a team of Delhi Police Special Cell in Mundka area
જણાવી દઈએ કે એક હત્યા મામલામાં આરોપી પહેલવાન સુશીલ કુમારની ધરપકડ કરવા પોલિસે પંજાબના ભટિંડા, મોહાલી સહિત ઘણા રાજ્યોમાં છાપેમારી શરૂ કરી દીધી હતી. દિલ્હીમાં પણ ઘણા વિસ્તારમાં દિલ્હી પોલીસે છાપેમારી કરી પરંતુ સુશીલ કુમાર હાથમાં ન હતો આવતો. પરંતુ ઓલમ્પિક વિજેતા પહેલવાન કોઈ પેશાવર અપરાધીની જેમ પોલીસને સતત ચકમો આપી રહ્યો હતો.
અલગ નંબરથી કરતો હતો સંબંધીઓને ફોન
મળેલી જાણકારી અનુસાર પહેલવાન સુશીલ કુમાર અલગ નંબર દ્વારા પોતાના સંબંધીઓનો સંપર્ક કરી રહ્યો હતો. દિલ્હી પોલીસની ઘણી ટીમો પહેલવાન સુશીલ કુમારની તલાશમાં લાગી ગઈ હતી. પરંતુ છેલ્લે દિલ્હી પોલીસની સ્પેશિલ સેલની ટીમે તેને દિલ્હીમાંથી અરેસ્ટ કરી છે.