બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / નવો ફોન ક્યાંથી ખરીદવો? Online કે Offline, જાણો કયું રહેશે સૌથી ફાયદાકારક!

photo-story

5 ફોટો ગેલેરી

કામની વાત / નવો ફોન ક્યાંથી ખરીદવો? Online કે Offline, જાણો કયું રહેશે સૌથી ફાયદાકારક!

Last Updated: 10:08 AM, 21 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Offline vs Online Phone Shopping: નવો ફોન ખરીદવા માટે સ્ટોર્સની સાથે હવે ઓનલાઇન શોપિંગનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. બંનેના પોતાના ફાયદા અને ગેરફાયદા છે.

1/5

photoStories-logo

1. ઓફલાઇન અને ઓનલાઇન બંન્નેના ફાયદા- ગેરફાયદા

નવો ફોન ખરીદવો હવે મુશ્કેલ નથી, તમે ઘરે બેઠા જ તમારી પસંદગીનો ફોન મંગાવી શકો છો. જો તમે દિલ્હી જેવા મોટા શહેરમાં રહેતા હોય, તો કેટલીક કંપનીઓ એક કલાકની અંદર પણ ફોન પહોંચાડે છે. બીજી તરફ, જો તમે ફોન ખરીદતા પહેલા તેને રૂબરૂ જોઈ-તપાસીને અનુભવવા માંગતા હોય, તો ઓફલાઇન સ્ટોરની મુલાકાત લેવી એ એક ફાયદાકારક ઓપ્શન છે. ઓફલાઇન અને ઓનલાઇન એમ બંને પ્રકારની ખરીદીના પોતાના ફાયદા અને ગેરફાયદા છે. આજે જાણી કે ક્યારે ઓનલાઇન ફોન ખરીદવો એ યોગ્ય નિર્ણય છે અને કઈ પરિસ્થિતિઓમાં ખરીદી કરવા માટે તમારે રૂબરૂ સ્ટોરની મુલાકાત લેવી જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ઓનલાઇન શોપિંગ છે એકદમ સરળ

અન્ય ઉત્પાદનોની જેમ જ ઓનલાઇન ફોન ખરીદવો પણ ખૂબ સરળ છે. તમે Google, Samsung અને Apple જેવી કંપનીઓની વેબસાઇટ્સ અથવા Flipkart, Vijay Sales અને Amazon જેવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ દ્વારા ફોનનો ઓર્ડર આપી શકો છો. જો તમે પહેલેથી જ કોઈ ચોક્કસ બ્રાન્ડનો ફોન વાપરી રહ્યા હોવ અને તે જ કંપનીનું અપગ્રેડેડ મોડલ ખરીદવા માંગતા હોય, તો ઓનલાઇન શોપિંગ એક બેસ્ટ ઓપ્શન છે. તમારે ક્યાંય જવાની જરૂર પડતી નથી કારણ કે તમે ઘરે બેઠા જ ઓર્ડર આપી શકો છો. જો કે, આના કેટલાક ગેરફાયદા પણ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. શિપિંગને લગતી સમસ્યા

સૌથી મોટી સમસ્યા શિપિંગને લગતી છે. એવા ઘણા કિસ્સાઓ બન્યા છે જેમાં લોકોએ ફોનનો ઓર્ડર આપ્યો હોય પરંતુ તેના બદલે સાબુના ટુકડા જેવી વસ્તુઓ મળી હોય. સમય પણ એક મુદ્દો છે. ડિલિવરીમાં ઘણીવાર એક અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે. આ ઉપરાંત જો તમે કોઈ પણ કારણસર ઉત્પાદનથી અસંતુષ્ટ હોય, તો તેને પાછું લઈ જવાની અને બદલામાં બીજું ઉત્પાદન પહોંચાડવાની પ્રક્રિયામાં વધુ એક અઠવાડિયું લાગી શકે છે. પરિણામે, જો તમને તાત્કાલિક ફોનની જરૂર હોય, તો ઓનલાઇન શોપિંગ એ સારો વિકલ્પ નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ક્યારે કરવી જોઇએ ઓફલાઇન શોપિંગ ?

જો તમારે તાત્કાલિક નવો ફોન જોઈતો હોય, તો ઓફલાઇન સ્ટોર્સ એક સારો વિકલ્પ છે, તમે ત્યાં જઈને ખૂબ જ ઝડપથી તમારી પસંદગીનું મોડેલ ખરીદી શકો છો. આ ઉપરાંત, જો તમે કોઈ ચોક્કસ બ્રાન્ડનો ફોન પહેલીવાર ખરીદી રહ્યા હોય, તો સ્ટોરની મુલાકાત લેવાથી તમને તેનો પ્રત્યક્ષ અનુભવ મેળવવાની તક મળે છે. અહીં, ખરીદી કરતા પહેલા તમને તેના ફીચર્સ, સ્પેસિફિકેશન્સ, બનાવટની ગુણવત્તા અને કેમેરાના પર્ફોર્મન્સને તપાસવાની તક મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ઓફલાઇન શોપિંગની આ સમસ્યા પણ છે

આ ઉપરાંત સ્ટોરના કર્મચારીઓ તમને ફોન સેટ-અપ કરવામાં મદદ કરશે. નકારાત્મક પાસાની વાત કરીએ તો, સ્ટોરમાં ક્યારેક સ્ટોકની સમસ્યાઓ જોવા મળે છે. આ ઉપરાંત, સેલ્સ મેન તમને તમારા બજેટ કરતાં વધુ કિંમતનો ફોન ખરીદવા માટે તૈયાર કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

avoid confusion offline vs online phone shopping
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ