ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / શું તમે જાણો છો? ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનતા જ રોજના 8 ભારતીયોની થઇ રહી છે ઘરવાપસી, સૌથી વધુ આ રાજ્યોના

NRI ન્યૂઝ / શું તમે જાણો છો? ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનતા જ રોજના 8 ભારતીયોની થઇ રહી છે ઘરવાપસી, સૌથી વધુ આ રાજ્યોના

Published By: Vidhata Gothi

Last Updated: 09:46 AM, 2 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

US Deport Indians: ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછીથી દર રોજ 8 ભારતીયોને અમેરિકાથી ભારત પાછા મોકલવામાં આવી રહ્યા છે. એવામાં વિદેશ મંત્રાલયે અમેરિકાને અપીલ કરી છે કે ડિપોર્ટેશનની પ્રક્રિયા માનવીય હોવી હોઈએ.

ADVERTISEMENT

US Deport Indians: જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે, ત્યારથી જ અમેરિકાથી ભારતીય નાગરિકોના ડિપોર્ટેશનમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. વિદેશ મંત્રાલયના આંકડા અનુસાર, વર્ષ 2025ના પહેલા સાત મહિનામાં જ 1,703 ભારતીયોને અમેરિકાથી ભારત મોકલવામાં આવ્યા, એટલે કે દરરોજ સરેરાશ આઠ ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા. આ આંકડો બાઇડન સરકાર અને ટ્રમ્પના પહેલા કાર્યકાળના છેલ્લા વર્ષની સરખામણીમાં ત્રણ ગણો વધારે છે.

donald-trump

ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે 2025ની શરૂઆતથી જ ઇમિગ્રેશન પોલિસીને કડક કરીને ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ અને વિઝાની શરતોનું ઉલ્લંઘન કરનારા વિરુદ્ધ કાર્યવાહી તેજ કરી દીધી છે. 26 જુને અમેરિકન વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે વિઝા મળ્યા પછી પણ નજર રાખવાનું ચાલુ રહેશે. નિયમોનું ઉલ્લંઘન કરવા પર વિઝા રદ કરીને ડિપોર્ટ કરવામાં આવી શકે છે. આ સાથે જ અમેરિકન સરકારે ચેતવણી આપી છે કે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરવા પર ધરપકડ, ડિપોર્ટેશન અને ભવિષ્યમાં વિઝા પર પ્રતિબંધ લાગી જશે.

trump-simple

કેવી રીતે થઈ ભારતીયોની વાપસી

એક અહેવાલમાં વિદેશ મંત્રાલયને ટાંકીને કહેવામાં આવ્યું છે કે 2025માં અત્યાર સુધીમાં 1,703 ભારતીયોને જુદી-જુદી રીતે ડિપોર્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 864 લોકોને ચાર્ટર્ડ અને સૈન્ય વિમાનો દ્વારા પાછા મોકલવામાં આવ્યા. ફેબ્રુઆરીમાં 333 ભારતીયોને ત્રણ જુદી-જુદી તારીખોએ અમેરિકાની બોર્ડર સેફટી ફોર્સે મોક્લ્યા. અમેરિકન ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટે માર્ચ અને જૂનમાં 231 નાગરિકોને ચાર્ટર્ડ ફ્લાઇટથી મોકલ્યા. જયારે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ જુલાઈમાં 300 લોકોને બે ફ્લાઇટથી ભારત મોકલ્યા. 747 ભારતીયોની વાપસી કોમર્શિયલ ફ્લાઇટથી વ્યક્તિગત રીતે અથવા નાના ગ્રુપ્સમાં થઈ. પનામાથી 72 લોકોની વાપસી પણ આ દરમિયાન જ થઈ. તેઓ અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસવાનો પ્રયાસ કરવામાં પકડાઈ ગયા હતા.

Vtv App Promotion 2

ભારતે વ્યક્ત કરી ચિંતા

વિદેશ મંત્રાલયે અમેરિકાને અપીલ કરી છે કે ડિપોર્ટેશનની પ્રક્રિયા માનવીય હોવી જોઈએ. મંત્રાલયે મહિલાઓ અને બાળકો પર સાંકળોનો ઉપયોગ તથા ધાર્મિક-સાંસ્કૃતિક સંવેદનશીલતાના ઉલ્લંઘન પર ચિંતા વ્યક્ત કરી છે. વિદેશ મંત્રાલયે કહ્યું, "અમે અમેરિકાના અધિકારીઓ સાથે સંપર્કમાં છીએ અને આશા રાખીએ છીએ કે ભારતીય નાગરિકો સાથે ગરિમાભર્યો વ્યવહાર કરવામાં આવશે."

આ પણ વાંચો: કેનેડામાં પર્મેનન્ટ સ્થાયી થવાનો શાનદાર મોકો! ભારતીયો તો ફાવી જશે, આવી અપડેટ

કયા રાજ્યોથી સૌથી વધુ લોકો ડિપોર્ટ થયા?

2025માં ડિપોર્ટ કરવામાં આવેલા 1,703 ભારતીયોમાંથી 90% લોકો માત્ર 5 રાજ્યોના છે. અહેવાલ પ્રમાણે સૌથી વધુ પંજાબના 620, પછી હરિયાણાના 604, ગુજરાતના 245, ઉત્તર પ્રદેશના 38 અને ગોવાના 26 લોકો ભારત પાછા મોકલવામાં આવ્યા. અન્ય રાજ્યોમાં આ સંખ્યા ઘણી ઓછી રહી. જેમ કે મહારાષ્ટ્ર અને દિલ્હીના 20-20, તેલંગાણાના 19, તમિલનાડુના 17, આંધ્રપ્રદેશ અને ઉત્તરાખંડના 12-12 અને કર્ણાટકના માત્ર 5 લોકો પાછા મોકલવામાં આવ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

US Deport Indians NRI News Donald Trump

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ