બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / કેનેડામાં પર્મેનન્ટ સ્થાયી થવાનો શાનદાર મોકો! ભારતીયો તો ફાવી જશે, આવી અપડેટ

NRI ન્યૂઝ / કેનેડામાં પર્મેનન્ટ સ્થાયી થવાનો શાનદાર મોકો! ભારતીયો તો ફાવી જશે, આવી અપડેટ

Priyankka Triveddi

Last Updated: 01:19 PM, 28 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે વિદેશમાં સ્થાયી થવા માંગો છો? તો કેનેડામાં પર્મેનન્ટ સ્થાયી થવા માટે કેનેડાની સરકારે તેના દરવાજા ખુલ્લા મૂક્યા છે. ચાલો જાણીએ શું છે આ નવી અપડેટ.

Canada PR: કેનેડામાં જો તમે PR એટલે કે કાયમી થવા માંગતા હોય તો વિદેશી નાગરિકો માટે માર્ક કાર્ની સરકારે આમંત્રણ ખુલ્લુ મૂક્યું છે. વિદેશી નાગરિકોને કેનેડામાં પર્મેનન્ટ સ્થાયી થવા માટે આ એક શાનદાર તક છે. કેનેડાના PR મેળવવા માંગતા ભારતીયો માટે આ એક મોટી તક છે. કેનેડામાં એમ પણ મોટી સંખ્યામાં ભારતીયો રહે છે. અને દર વર્ષે ઘણા વિદ્યાર્થીઓ કેનેડા જતાં પણ હોય છે. તો આ કેનેડામાં રહેલા ઈંડિયંસ માટે સ્થાયી થવા માટે એક તક છે. આ પ્રોગ્રામ અંતર્ગત ભારતીયો કેનેડામાં નિવાસ કરી શકે છે અને કેનેડાની સિટીઝનશીપ મેળવી શકે છે.

કેનેડા જે વિદેશીઓ નોકરી કરવા કે પછી ભણવા માટે જય છે તે લોકો ક્યારેકને ક્યારેક કેનેડાના PR મેળવવા માંગતા હોય છે, તો આ તેમના માટે એક સારો ઓપ્શન બની શકે છે. સ્કિલ્ડ શ્રમિકો માટે કેનેડામાં કાયમી રીતે સ્થાયી થવા માટે 'Express Entry Profile' પહેલું સ્ટેપ છે. આ નવા એક્સપ્રેસ એન્ટ્રી ડ્રોમાં કેનેડામાં રેટ વિદેશીઓ, શરણાર્થીઓને IRCC એ કેનેડાની નાગરિકતા મેળવવા માટે આ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમ અંતર્ગત અરજી કરવા માટે જાહેરાત બહાર પાડી છે.

જો તમે Canada જવા માંગતા હોવ તો આ વીડિયો ખાસ તમારા માટે.

પ્રોવિંશિયલ નૉમિની પ્રોગ્રામ

IRCC એ 21 જુલાઇના રોજ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમ ડ્રો નંબર 356 અંતર્ગત અમુક સિલેક્ટેડ 202 વિદેશી નાગરિકોને આમંત્રણ મોકલ્યા હતા. જેમાં સૌથી ઓછા રેન્ક વાળા કેન્ડીડેટને CRSમાં 788 સ્કોર મલયો હતો. લોકલ પ્રોગ્રામ હેઠળ છેલ્લો ડ્રો 7 જુલાઇના રોજ થયો હતો અને તેમાં પહેલા નંબર માટે યોગ્ય વિદેશી નાગરિકને 356 એક્સપ્રેસ એન્ટ્રી આંત્રણ મોકલવામાં આવ્યા હતા.

કેનેડાનું ફેડરલ એડમિનિસ્ટ્રેશન દરેક એક્સપ્રેસ એન્ટ્રી ડ્રોની લિમિટને નક્કી કરવા માટે તમામ અરજી કરનારને ઉંમર, એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ, વર્ક હિસ્ટ્રી અને ભાષાના આધાર પર રેન્કિંગ કરીને વ્યાપક રેન્કિંગ પ્રણાલી (CRS) પદ્ધતિ અપનાવે છે. કેનેડામાં રહેવા માંગતા વિદેશીઓ આ પ્રાંતિય નામાંકિત કાર્યક્રમ (PNP) ના માધ્યમથી કેનેડામાં પરમેનેન્ટ નિવાસી થવા માટે અરજી કરી શકે છે.

વધુ વાંચો: H-1B વિઝાને લઇ મોટા સમાચાર, હવે શું થશે ભારતીયોનું? ટ્રમ્પે ચલાવી કાતર

Vtv App Promotion 2

રેસિડન્ટશીપ અને જોબની તક

આ કાર્યક્રમ લોકોને કોઈપણ ખાસ પ્રાંત કે વિસ્તારમાં રહેવા અને કામ કરવાની પરમીશન આપશે. સ્થાયી નિવાસી એટલે કે PR એ વ્યક્તિને મળે છે જે વિદેશી હોય અને કેનેડામાં ફરીને તેણે PR માટે એપ્લાય કર્યું હોય. આ વ્યક્તિ કેનેડાનો નાગરિક હોઈ શકે નહીં. PR સામાન્ય રીતે વિદેશી નાગરિકોને મળે છે. કેનેડામાં પ્રાંતીય નામાંકિત કાર્યક્રમ (PNP) પ્રાંત અને વિસ્તારમાં વિદેશી નાગરિકોને કે જે ટુરિસ્ટ નથી તેમને કાયમી વસવાટ કરવા માટે પરમીશન આપે છે. કેનેડામાં PNPના અલગ અલગ વિસ્તાર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Canada Citizenship Canada PR Mark Carney
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ