બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:53 AM, 10 July 2025
UAE Golden Visa News: સંયુક્ત આરબ અમીરાત (UAE) ની સરકારે ગોલ્ડન વિઝા પ્રોગ્રામ વિશે ફેલાતી અફવાઓ પર વિરામ લગાવી દીધો છે. સંયુક્ત આરબ અમીરાતની સરકારે સ્પષ્ટપણે નકારી કાઢ્યું છે કે આ પ્રોગ્રામ ફક્ત ભારત અથવા અન્ય કોઈપણ પસંદગીના દેશો માટે છે. એક અહેવાલમાં એવું કહેવામાં આવ્યું કે UAE એ ભારત અને કેટલીક અન્ય રાષ્ટ્રીયતાના લોકો માટે આજીવન ગોલ્ડન વિઝા પ્રોગ્રામ લઈને આવ્યું છે, ત્યારે UAEના નાગરિકતા, કસ્ટમ્સ અને પોર્ટ સિક્યુરિટી ઓથોરિટી (ICP) એ આ અહેવાલને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે.
ADVERTISEMENT

ICP એ આ અહેવાલનું ખંડન કરતા સ્પષ્ટતા પણ કરી કે UAE માં ગોલ્ડન વિઝાને લઈને આપવામાં આવેલી અરજીઓ માત્ર સત્તાવાર સરકારી ચેનલો દ્વારા જ મેનેજ કરવામાં આવે છે. આ સિવાય ગોલ્ડન વિઝાની શ્રેણીઓ, શરતો અને તેનું નિયંત્રણ UAE ના કાયદા અને મંત્રી સ્તરના નિર્ણયો અનુસાર નક્કી કરવામાં આવે છે.
ADVERTISEMENT

ICP એ ગોલ્ડન વિઝા પ્રોગ્રામ અંગે જારી કર્યું એક નિવેદન
ADVERTISEMENT
ICP એ UAE ના ગોલ્ડન વિઝા પ્રોગ્રામ સંબંધિત અફવાઓ અંગે એક સત્તાવાર નિવેદન જારી કર્યું. નિવેદનમાં, ICP એ કહ્યું,
"અમને કેટલાક સ્થાનિક અને વિદેશી મીડિયા અને વેબસાઇટ્સમાં ગોલ્ડન વિઝા વિશે પ્રસારિત થઈ રહેલી અફવાઓ વિશે જાણવા મળ્યું છે. અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે UAE ગોલ્ડન વિઝા અરજી પ્રક્રિયામાં કોઈપણ આંતરિક કે બાહ્ય સલાહકાર સંસ્થાને માન્ય પક્ષ માનવામાં આવતી નથી."
ADVERTISEMENT
ICP એ તેના સત્તાવાર નિવેદનમાં કોઈ દેશનું નામ ન લીધું. જોકે, અફવા એવી હતી કે UAE નો ગોલ્ડન વિઝા કાર્યક્રમ ભારતીયોને આપી શકાય છે. પરંતુ સંયુક્ત આરબ અમીરાતે હવે આ અફવાઓ પર સંપૂર્ણપણે વિરામ લગાવી દીધો છે.
આ પણ વાંચો: 'English નથી બોલતા, એટલે આ લોકોને...', અને બ્રિટીશ મહિલાના ટ્વિટ પર ભારતીયો ભડક્યાં
ADVERTISEMENT
અફવાઓ ફેલાવનારાઓ સામે થશે કાર્યવાહી
ICP એ તેના નિવેદનમાં વધુમાં જણાવ્યું કે તેઓ આજીવન ગોલ્ડન વિઝા અંગે અફવાઓ ફેલાવનારા તમામ સંગઠનો સામે કાનૂની કાર્યવાહી કરશે. ICP એ કહ્યું કે જે લોકો UAE ના ગોલ્ડન વિઝા કાર્યક્રમ વિશે માહિતી ઇચ્છે છે તેઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને માહિતી મેળવી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.