બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / 'English નથી બોલતા, એટલે આ લોકોને...', અને બ્રિટીશ મહિલાના ટ્વિટ પર ભારતીયો ભડક્યાં
Last Updated: 02:54 PM, 8 July 2025
London Heathrow Airport: વાત એમ છે કે એક બ્રિટિશ મહિલાના નિવેદનથી સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચી ગયો છે. આ મહિલાએ એશિયન અને એમાં પણ ખાસ કરીને ભારતીયો વિશે ટીકા કરી છે. આ મહિલા જેનું નામ લ્યુસી છે તે થોડા સમય પહેલા લંડનના હિથ્રો એરપોર્ટ પર લેન્ડ થઈ હતી ત્યાં તેને જોયું કે મોટા ભાગનો એશિયન સ્ટાફ હતો જે તેની સાથે અંગ્રેજીમાં વાત કરી રહ્યો નહતો. આ મહિલાએ એવો દાવો કર્યો છે કે તે સ્ટાફ ભારતીય હતો જેને તે મહિલા અંગ્રેજી બોલવાનું કહેતા ત્યાં હાજર સ્ટાફે તેને racist ગણાવી હતી. તેણે X પર આ અંગે એક પોસ્ટ લખી છે. આ પોસ્ટ પર લોકો મહિલાની ટીકા કરી રહ્યા છે.
ADVERTISEMENT
શું લખ્યું છે પોસ્ટમાં

ADVERTISEMENT
લ્યુસીએ X પર લખ્યું છે કે વિમાન હમણાં જ લંડનના હીથ્રો ખાતે ઉતર્યું છે. અહીં મોટી સંખ્યામાં ભારતીય અને એશિયન સ્ટાફ છે. આ લોકો અંગ્રેજીનો એક પણ શબ્દ બોલતા નથી. જ્યારે મેં તેમને અંગ્રેજી બોલવાનું કહ્યું, ત્યારે તેઓએ મને racist કહી. લ્યુસી આગળ લખે છે કે તેઓ પણ જાણે છે કે હું સાચી છું. આ છતાં તેઓએ આ racist cardનો ઉપયોગ કર્યો. પોસ્ટમાં આગળ લ્યુસી લખે છે કે તે બધાને તેમના દેશમાં પાછા મોકલી દેવા જોઈએ.
Just landed in London Heathrow. Majority of staff are Indian/ Asian & are not speaking a word of English.
— Lucy White (@LucyJayneWhite1) July 6, 2025
I said to them, “Speak English”
Their reply, “You’re being racist”
They know I’m right, so they have to use the race card.
Deport them all. Why are they working at the…
ADVERTISEMENT
પોસ્ટને લઈને વિવાદ

ADVERTISEMENT
લ્યુસીની આ પોસ્ટ પર અભિપ્રાય આપતા અમુક યુઝર્સે આ વાતને પોકળ અને ખોટો દાવો ગણાવ્યો છે. યુઝર્સનું કહેવું છે કે હિથ્રો એરપોર્ટ પર રહેલો એશિયન સ્ટાફ ભારતીય જ છે એવું મહિલા કેવી રીતે ચોક્કસપણે કહી શકે? તે સ્ટાફ કદાચ પાકિસ્તાન કે બાંગ્લાદેશ કે શ્રીલંકાના પણ હોય શકે છે. અને તે ભારતીય હોવા અંગે ફેક્ટ ચેક કરવાનું પણ કહ્યું છે.
Not Indians but Pakistanis. Get your facts right. I was recently there too. Every brown skin person is not necessarily an Indian. You have people from Sri Lanka and Bangladesh too.
— Dinesh Joshi (@dnjoshispeaks) July 7, 2025
ADVERTISEMENT
લોકોએ કેવી પ્રતિક્રિયા આપી
લોકોએ આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે વ્હાઇટના નિવેદનને ટેકો આપ્યો છે. તેમનું કહેવું છે કે આના કારણે એરપોર્ટ પર સમસ્યા છે. તે જ સમયે કેટલાક લોકોએ લ્યુસીની પોસ્ટને જાતિવાદી ગણાવી છે. એક યુઝરે લખ્યું છે કે શું તમે હિન્દી બોલો છો? જો એરપોર્ટ સ્ટાફે અંગ્રેજીમાં એક પણ શબ્દ ન બોલ્યો હોત તો તમને કેવી રીતે ખબર પડી કે તેમની પ્રતિક્રિયાનો અર્થ શું છે? બીજા યુઝરે લખ્યું કે હું શરત લગાવી શકું છું કે આ ત્યાં બન્યું ન હોત.
ADVERTISEMENT
બીજા યુઝરે લખ્યું કે આ સંપૂર્ણપણે ફેબ્રિકેટેડ છે. હા હીથ્રોમાં ઘણા સ્ટાફ એશિયન છે. જોકે તે બધા અંગ્રેજી બોલે છે. આ યુઝરે આગળ લખ્યું કે આ લોકો ખરેખર ખૂબ જ મદદરૂપ અને મૈત્રીપૂર્ણ છે. તાજેતરમાં બીજો એક વીડિયો આવ્યો. આ વીડિયોમાં એક અમેરિકન વ્યક્તિ ભારતીય મૂળના વ્યક્તિ સાથે દલીલ કરી રહ્યો હતો. તે તેને લોકોની સામે બ્રાઉન મેન કહી રહ્યો હતો અને તેને તેના દેશમાં પાછા જવા માટે કહી રહ્યો હતો.
વધુ વાંચો: ડલાસમાં 4 સભ્યોનો પરિવાર, તો ન્યૂયોર્કમાં બે ભારતીય વિદ્યાર્થીઓના અકસ્માતમાં દર્દભર્યા મોત

સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી આ પોસ્ટમાં કેટલો દાવો સાચો છે કે ખોટો તેની પુષ્ટિ થઈ નથી. અને આ એરપોર્ટ પર કામ કરનાર માત્ર ઈંડિયંસ જ નહીં પરંતુ અન્ય એશિયન દેશોના પણ હોય શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.