ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Extra / now-you-can-withdraw-cash-from-atm-without-card

NULL / હવે કાર્ડ વગર આવી રીતે નિકાળો ATMથી રૂપિયા નહીં આપવો પડે વધારે ચાર્જ

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

નવી દિલ્હી: જો તમે જલ્દીના ચક્કરમાં તમારું ATM કાર્ડ ઘરે જ ભૂલી ગયા છો અને તમારે રૂપિયાની ખૂબ જરૂર છે તો તમારે હવે પરેશાન થવાની કોઇ જરૂર નથી. હવે તમે કાર્ડ વગર જ ATMથી પૈસા નિકાળી શકો છો. ખાસ વાત એ છે કે આ વિશેષ સુવિધા માટે બેંક તમારી પાસેથી કોઇ વધારેનો ચાર્જ પણ લેશે નહીં. જો કે આ સુવિધાનો લાભ લેવા માટે એક નાનું કામ કરવું પડશે. આ કામ કર્યા બાદ તમે ગમે ત્યારે તમારા ખાતામાથી કાર્ડ વગર ATMથી પૈસા નિકાળી શકો છો. 

કરાવવું પડશે રજિસ્ટ્રેશન
કાર્ડ વગર ATMથી રૂપિયા નિકાળવાની સુવિધાનો લાભ લેવા માટે સૌથી પહેલા તમારે તમારી બેંકમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે. તમે આ રજિસ્ટ્રેશન બેંક શાખામાં જઇને અથવા ઇન્ટરનેટ બેકિંગની મદદથી કરી શકો છો. રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બેંક તરફથી તમને 4 આંકડાનો એક પિન નંબર આપવામાં આવશે. આ પિન નંબર તમને એટીએમ કાર્ડની પિનની જેમ કામ કરશે. આ પિનને ખાતાધારક ટ્રાન્ઝેક્શન સિક્યોરિટી પિન અથવા ઓથોરિટી કોજના રૂપમાં ઉપયોગ કરી શકો છો. 

બેંકની સાથે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી થયા બાદ આ સુવિધાનો લાભ લેવા માટે તમારે બેંકની એપ તમારા ફોનમાં ડાઉનલોડ કરવી પડશે. એના માટે તમને એસએમએસનો વિકલ્પ પણ મળશે. આ એપને ડાઉલોડ કર્યા બાદ તમને મોબાઇલ પર આ એપ્લીકેશનની વેબ લિંક મોકલવામાં આવશે. એના દ્વારા તમારે એક પાસવર્ડ બનાવવાનો રહેશે. એ પાસવર્ડની મદદથી તમે ATMથી કાર્ડ વગર રૂપિયા નિકાળી શકો છો. 

પાસવર્ડ બન્યા બાદ ATMથી કાર્ડ વગક રૂપિયા નિકાળી શકો છો. તમને એટીએમ જઇને મશીનમાં કેશ ઓન મોબાઇલ ઓપ્શન પસંદ કરવાનું રહેશે. આ વિકલ્પ સામે આવ્યા બાદ તમારે તમારો પાસવર્ડ એન્ટર કરવો પડશે. પાસવર્ડ એન્ટ થયા બાદ તમને રૂપિયા મળી જશે. આ વિકલ્પ દ્વાર તમે માત્ર 5000 રૂપિયા સુધી જ નિકાળી શકો છો. જો કે આ સેવાને દેશની દરેક બેંકોમાં શરૂ કરવામાં આવી નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ