બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ટેક અને ઓટો / Now you can transfer money even if you don't have apps like Paytm and Google Pay, Whatsapp has brought a great feature

શાનદાર સુવિધા / હવે ફોનમાં Paytm અને Google Pay જેવી એપ નહીં હોય તો પણ કરી શકાશે પૈસા ટ્રાન્સફર, Whatsapp લાવ્યુ શાનદાર ફીચર

Pravin Joshi

Last Updated: 10:27 PM, 20 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વોટ્સએપ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ભારતમાં વોટ્સએપના 500 મિલિયન યુઝર્સ છે, પરંતુ માત્ર 100 મિલિયન યુઝર્સ જ વોટ્સએપ પેનો ઉપયોગ કરે છે.

  • મેસેજિંગ એપ્લિકેશન WhatsApp પર એક નવું અપડેટ આવ્યું 
  • WhatsApp વપરાશકર્તાઓ ઑનલાઇન ચુકવણી કરી શકશે
  • UPI, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને નેટ બેંકિંગનો ઉપયોગ કરી શકાશે

તાજેતરમાં મેટા-માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsApp પર એક નવું અપડેટ આવ્યું છે, જેના પછી WhatsApp વપરાશકર્તાઓ UPI એપ્લિકેશન, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને નેટ બેંકિંગનો ઉપયોગ કરીને ઑનલાઇન ચુકવણી કરી શકશે. ટેક નિષ્ણાતોના મતે WhatsAppના આ અપડેટનો હેતુ વપરાશકર્તાઓને WhatsApp દ્વારા ખરીદી કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. વોટ્સએપે એક બ્લોગ પોસ્ટમાં આ અંગેની માહિતી આપી હતી. ચાલો જાણીએ WhatsAppના આ નવા ફીચર વિશે.

UPI એપ પર જ નહીં પણ WhatsApp પર એ ચેક કરી શકો છો બેંક બેલેન્સ, જાણો રીત |  You can check bank balance not only on UPI app but also on WhatsApp,

વોટ્સએપ પેમેન્ટ ફીચર

વોટ્સએપ દ્વારા બ્લોગ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે અમે તમારા માટે એક એવું ફીચર લાવવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમે ચેટ કરતી વખતે સરળતાથી ખરીદી કરી શકશો. આજથી ભારતમાં લોકો તેમના કાર્ટમાં વસ્તુઓ ઉમેરી શકે છે અને ભારતમાં ચાલતી તમામ UPI એપ્સ દ્વારા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ જેવી તેમની કોઈપણ પસંદગીની પદ્ધતિથી ચૂકવણી કરી શકે છે. WhatsAppના બ્લોગમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે WhatsApp Razorpay અને PayU સાથે પાર્ટનરશિપ કરીને ખુશ છે જેથી મેસેજ મોકલવા જેટલી સરળ કોઈપણ વસ્તુ માટે ચૂકવણી કરી શકાય. UPI એપમાં હવે Google Pay, PhonePe, Paytm અને વધુનો સમાવેશ થાય છે. પહેલા યુઝર્સ આ એપ્સ દ્વારા વોટ્સએપ પર પેમેન્ટ કરી શકતા હતા, પરંતુ વોટ્સએપની બહાર રીડાયરેક્ટ થયા પછી જ પરંતુ હવે આવું કરવાની જરૂર રહેશે નહીં.

WhatsApp પર હવે બિઝનેસ કરવો સરળ ! માર્ક ઝકરબર્ગે કરી મોટી જાહેરાત,મફતમાં  મળશે આ સુવિધાઓ | mark Zuckerberg announces updates to business messaging on  whatsapp

100 મિલિયન યુઝર્સ જ WhatsApp પેનો ઉપયોગ કરે છે

વોટ્સએપ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ભારતમાં વોટ્સએપના 500 મિલિયન યુઝર્સ છે, પરંતુ માત્ર 100 મિલિયન યુઝર્સ જ WhatsApp પેનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં વોટ્સએપે આ મોટા ફેરફાર માટે એક નવું ફીચર ઉમેર્યું છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી WhatsApp એન્ડ ટુ એન્ડ શોપિંગ Jio માર્ટ અને ચેન્નાઈ અને બેંગ્લોર મેટ્રો સિસ્ટમમાં ઉપલબ્ધ હતું. આવી સ્થિતિમાં વોટ્સએપનું નવું ફીચર પેમેન્ટ માટે વધુ વિકલ્પો ઉમેરવાની સુવિધા આપશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ