બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Now will students trust Yuvraj Singh?

મહામંથન / તોડકાંડનું સત્ય શું? હવે યુવરાજસિંહ પર વિદ્યાર્થીઓ વિશ્વાસ કરશે? આવ્યો નવો વળાંક

Vishal Khamar

Last Updated: 09:28 PM, 24 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરમાં ડમીકાંડમાં એક પછી એક ઘટસ્ફોટ થઈ રહ્યા છે. ત્યારે હવે વિદ્યાર્થી નેતા તરીકે પોતાની ઓળખ ઉભી કરનાર યુવરાજસિંહ જાડેજા પર હજુ વિદ્યાર્થીઓને વિશ્વાસ રહેશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે.

ભાવનગરમાં પોલીસ જેમ જેમ કાર્યવાહી કરતી જાય છે, તેમ તેમ વિદ્યાર્થીઓના મનમાં અનેક સવાલો, જવાબ વગર ઘૂમરાયા કરે છે. પોલીસ દરેક પગલે વીડિયો સબૂત રજૂ કરી રહી છે. આ એવા સબૂત છે જેની સેકંડ, મિનિટ, કલાક, દિવસ, તારીખ અને વાર નોંધાયેલા છે. યુવરાજસિંહે પાંચમી એપ્રિલે યોજેલી પત્રકાર પરિષદની પહેલાનો તમામ ઘટનાક્રમ હવે વીડિયોના સબૂત સ્વરૂપે લોકોની સામે આવી રહ્યો છે. બિપિન ત્રિવેદી નામના સરકારી શિક્ષકનો યુવરાજસિંહ પર આરોપ, નાણાં આપનારાના નામ અને નાણાં લેનારાના નામ, આખાયે કેસને એવા વર્તૂળમાં લઈ આવ્યા છે કે વિદ્યાર્થીઓના ભરોસાનું શું એ સવાલ આપણને પણ થવા લાગ્યો છે.
યુવરાજસિંહના સાળા કાનભા ગોહિલની સુરતથી ધરપકડ થયા પછી બે દિવસમાં રોકડા 38 લાખ રૂપિયા ભરેલો એ થેલો પણ સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમને ભાવનગરમાંથી મળ્યો છે. મધ્યસ્થીની ભૂમિકા ભજવનારા રૂપિયાના ખેલથી નાચતા હતા, રૂપિયા આપનાર પણ એ ડરમાં આપી આવ્યા કે જેલ જવાનો વારો આવશે. તો રૂપિયા લેનારાને એ વિશ્વાસ હશે કે વ્યવસ્થાઓ અત્યાર સુધીમાં ખોટું કરનારાનું કશું જ બગાડી નથી શકી તો આપણું પણ શું થવાનું છે, તો રૂપિયા આપનારાને દમદાટી બતાવનારા અને રૂપિયા કઢાવી આપનારા વસૂલીબાજો પણ પોલીસની પકડમાં છે. પણ આ બધાની વચ્ચે જેણે યુવરાજસિંહને નેતા બનાવ્યા, નાયક બનાવ્યા, જેમના માટે લડવાનો દમ, યુવરાજસિંહ ભરતા હતા એ વિદ્યાર્થીઓ અને રોજગારી માટે સંઘર્ષ કરતા યુવાનોના ભરોસાનું શું? 

  • ડમીકાંડના આરોપીના નામ ન આપવા તોડકાંડ થયાનો આરોપ હતો
  • આ આરોપ સર પોલીસે યુવરાજસિંહની 21 એપ્રિલે ધરપકડ કરી 
  • યુવરાજસિંહની ધરપકડ સાથે તોડકાંડમાં સંડોવાયેલા લોકોની તપાસ શરૂ કરી
  • તોડકાંડમાં 1 કરોડ રૂપિયા લેવાયા હોવાનો આરોપ થયો

ડમીકાંડના આરોપીના નામ ન આપવા તોડકાંડ થયાનો આરોપ હતો. આ આરોપ સર પોલીસે યુવરાજસિંહની 21 એપ્રિલે ધરપકડ કરી હતી.  યુવરાજસિંહની ધરપકડ સાથે તોડકાંડમાં સંડોવાયેલા લોકોની તપાસ શરૂ કરી. તોડકાંડમાં 1 કરોડ રૂપિયા લેવાયા હોવાનો આરોપ થયો. પોલીસે યુવરાજસિંહ સાથે સંડોવાયેલા લોકોની તપાસ શરૂ કરી. યુવરાજસિંહના સાળા કાનભાની પોલીસે ધરપકડ કરી. કાનભાએ 38 લાખ રૂપિયાની બેગ તેમના મિત્રને ત્યાં રાખ્યાનો કબૂલાત કરી. પોલીસે કાનભાના મિત્ર જીત માંડલિયાને ત્યાંથી 38 લાખ રૂપિયા રિકવર કર્યા. કાનભાના 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા. 

વિદ્યાર્થીઓ અને રોજગારી માટે સંઘર્ષ કરતા યુવાનોના ભરોસાનું શું?

ડમીકાંડના પુરાવા

પુરાવો નંબર 1 
28 માર્ચ સાંજે 6:55 વાગ્યે
અલ્ટો કાર
PKના કાકાનો દીકરો રામભાઇ
PKના મામાનો દીકરો ઘનશ્યામ

પુરાવો નંબર 2
28 માર્ચ સાંજે 6:55 વાગ્યે
કારમાં સવાર રામભાઇ અને ઘનશ્યામ

પુરાવો નંબર 3 
29 માર્ચ 
આ કારમાં ઘનશ્યામભાઇ 
PKનું પેમેન્ટ આપવા જતાં 

પુરાવો નંબર 4 
29 માર્ચ 
PKનું પેમેન્ટ યુવરાજસિંહના માણસને અપાયું
કારમાં પરત ફરતા ઘનશ્યામભાઇ

પુરાવો નંબર 5
29 માર્ચ 
PKનું પેમેન્ટ આપવાં જતા ઘનશ્યામભાઇ

પુરાવો નંબર 6
3 એપ્રિલ 
પ્રદીપ અને જીગો 
રૂપિયા ભરેલી બેગ
પેમેન્ટ ચૂકવવા જઇ રહ્યાં છે

પુરાવો નંબર 7
3 એપ્રિલ
કાર લઇને પહોંચ્યો ઘનશ્યામ
પ્રદીપ અને જીગો પેમેન્ટ આપે છે

પુરાવો નંબર 8
3 એપ્રિલ
કાનભા સફેદ બેગ સાથે
સ્થળ-વિકટોરિયા પ્રાઇમ
શિવુભાની ઓફિસ તરફ કાનભા 

પુરાવો નંબર 9
4 એપ્રિલ
ઘનશ્યામ ધાંધલ સફેદ કારમાં
રૂપિયાની બેગ આપતા પ્રદીપ-જીગો
ઘનશ્યામ ધાંધલ બેગ આપે છે

ડમી ઉમેદવારોએ કઈ પરીક્ષા આપી?
ક્લાર્કની પરીક્ષા
ઓફિસ આસિ.ની પરીક્ષા
MPHWની પરીક્ષા
સેનેટરી ઈન્સ્પેક્ટરની પરીક્ષા

VTVના સવાલ

  • સરકારી નોકરી માટે વર્ષોથી મહેનત કરતા ઉમેદવારોને ન્યાય મળશે?
  • ડમી ઉમેદવારોએ અત્યાર સુધી કેટલી પરીક્ષા આપી?
  • ભરતી માટેની પરીક્ષા પારદર્શક ક્યારે બનશે?
  • ડમી ઉમેદવારો વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી થશે?
  • ડમી ઉમેદવાર પાસે પરીક્ષા અપાવીને નોકરી મેળવનારા વિરુદ્ધ કાર્યવાહી થશે?
  • અત્યાર સુધી ડમી ઉમેદવારોના કારણે કેટલા લોકોને નોકરી મળી હશે? 

તોડકાંડનો તોડ મળ્યો!
25મી માર્ચે યુવરાજસિંહે ભાવનગર પંથકમાં ઋષિ બારૈયાનો વીડિયો ઉતાર્યો હતો. વીડિયો ઘનશ્યામે ઉતાર્યો હતો. વીડિયો આધારે પ્રેશર રાખી યુવરાજસિંહે 28 તારીખે મીટિંગ કરી. યુવરાજસિંહના સાળાની ઓફિસે પ્રકાશ દવે સાથે મીટિંગ થઈ. મીટિંગમાં યુવરાજ, તેમના સાળા અને બીપીન ત્રિવેદી પ્રકાશ દવે હતા. યુવરાજસિંહે પ્રકાશ દવેને ધમકી આપી. પ્રકાશ દવે પાસેથી 70 લાખની માગ કરી. આજીજી બાદ 45 લાખમાં પતાવટ કરવામાં આવી.  70 લાખની માગ સામે 45 લાખમાં ડીલ નક્કી થઇ. પ્રકાશ દવેએ પોતાના સંબંધીઓ પાસેથી નાણા ઉઘરાવી ઘનશ્યામને આપ્યા. 5 એપ્રિલના રોજ યુવરાજે પ્રેસ કરવાના હતા ત્યારની વોટ્સએપ ડિટેઈલ મળી. વોટસએપમાં યુવરાજે પ્રકાશ દવેનું નામ જાહેર ન કરવાની વાત કરી હતી. પ્રદીપે ઘનશ્યામને યુવરાજ સાથે બેઠક કરવાનું કહ્યું હતું. 30 તારીખે ફરી યુવરાજના સાળાને ત્યાં પ્રદીપ બારૈયા સાથે મીટિંગ થઈ.  પ્રદીપ બારૈયા ડમીકાંડનો આરોપી છે. પ્રદીપે યુવરાજને કહ્યુ, બાપુ મારુ નામ હટાવી દો. પ્રદીપ સાથે 55 લાખમાં થઇ ડીલ. પ્રદીપે ૩ તબક્કામાં પૈસા પહોંચાડ્યા. પ્રથમ તબક્કામાં 15 લાખ આપ્યા. 3 એપ્રિલે બીજા તબક્કામાં કાનભાને 17 લાખ આપ્યા. 4 એપ્રિલે ત્રીજા તબક્કામાં 13 લાખ આપ્યા. 5 તારીખે યુવરાજની પ્રેસમાં પ્રદીપનું નામ યુવરાજ નહોતા બોલ્યા. 

યુવરાજસિંહ સામે શું છે આરોપ?
ભાવનગર ડમીકાંડમાં નામ છૂપાવવાનો આરોપ લગાવ્યો.  બિપીન ત્રિવેદી નામના વ્યક્તિએ આરોપ લગાવ્યો છે. ડમીકાંડમાં આરોપીઓના નામ છૂપાવવા યુવરાજસિંહે રૂપિયા લીધા. યુવરાજસિંહ કથિત રીતે રૂપિયા લઈ જતો હોય તેવો વીડિયો સામે આવ્યો. બિપીન ત્રિવેદીએ જ વીડિયો દર્શાવ્યો. નામ ન લેવા માટે યુવરાજસિંહે 55 લાખ રૂપિયા લીધાનો આરોપ. વાયરલ વીડિયો બાદ બિપીન ત્રિવેદીની પણ તપાસ ચાલતી હતી. બિપીન ત્રિવેદીને SITએ ઝડપી લીધો. યુવરાજસિંહને પણ ભાવનગર પોલીસે સમન્સ પાઠવ્યું. યુવરાજસિંહે ખુલાસો કરતા કહ્યું કે અનેક સરકારી ભરતીમાં ડમી ઉમેદવાર બેઠા હતા. યુવરાજસિંહે ટ્વીટ કર્યું હતું કે તેમની પાસે ઘણાં મોટા માથાઓના નામ છે. પહેલા સમન્સે યુવરાજસિંહ તબિયતનું કારણ આગળ ધરીને હાજર નહતો થયો. SOG સામે હાજર થતા પહેલા યુવરાજસિંહે મોટા નેતાઓના નામ લીધા. યુવરાજસિંહ સામે પોલીસે કલમ 388, કલમ 120B હેઠળ ગુનો નોંધ્યો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ