બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:43 PM, 3 January 2026
સરકારે દેશના સ્મોલ એન્ડ મીડીયમ ઉદ્યોગો (MSMEs) ને એક્સપોર્ટ મોરચે મજબૂત બનાવવા મોટો નિર્ણય લીધો છે. જેમાં 2 જાન્યુઆરીના રોજ દેશના કોમર્સ મિનિસ્ટ્રીએ એક્સપોર્ટ પ્રમોશન મિશન (EPM)માં બે યોજનાઓ શરૂ કરી છે. જેનો સીધો લાભ એ MSMEs ને થશે જેઓ વિદેશમાં પોતાનો એક્સપોર્ટ કરે છે કે એક્સપોર્ટ કરવાની તૈયારી કરી રહ્યા છે. જેમાં સસ્તી લોન, આસાન ફાઇનાન્સ અને નવા બજારોમાં પ્રવેશ સુનિશ્ચિત કરવાનો છે.
ADVERTISEMENT
જેમા પ્રથમ સ્કીમ વ્યાજ સબવેન્શન યોજના છે. જેમાં MSME એક્સપોર્ટર્સ પ્રી-શિપમેન્ટ અને પોસ્ટ-શિપમેન્ટ એક્સપોર્ટ ક્રેડિટ બંને પર વ્યાજમાં રાહત અપાશે. મોટા ભાગે MSMEs બેંક લોન પર 9.5 થી 12.5 ટકા વ્યાજ ભરે છે પરંતુ આ યોજનામાં તેઓ માર્કેટ રેટ કરતા લગભગ 2.75 ટકા ઓછા વ્યાજ દરે લોન મેળવશે.
આ યોજના 2025 થી 2031 સુધી 6 વર્ષ માટે લાગુ રહેશે. લોન પરનું વ્યાજ રેપો રેટ સાથે જોડાયેલ રહેશે મતલબ કે તેનું વ્યાજ દર ફ્લોટિંગ રહેશે. સરકાર આ યોજના પર કુલ 5181 કરોડ રૂપિયા ખર્ચ કરશે. જેના કારણે લાખો નાના એક્સપોર્ટર્સને રાહત મળી શકે છે. જેમાં સરકાર નવા અને ઉભરતા દેશોમાં એક્સપોર્ટ કરતા MSMEs ને ભવિષ્યમાં એક્સ્ટ્રા ઇન્સેટીવ અપાશે. જેના માટે એક અલગથી નોટિફિકેશન જાહેર કરાશે..
ADVERTISEMENT

MSMEsને લઇ બીજી સ્કીમ છે કોલલેટર સપોર્ટ ફોર એક્સપોર્ટ ક્રેડિટ છે. જેમાં MSMEs ને બેંક લોન મેળવવા માટે મોટી ગેરંટી આપવાની જરૂર નહીં રહે. ઓછી કોલેટરલ કે થર્ડ પાર્ટી ગેરંટી સાથે પણ એક્સપોર્ટ લોન મેળવી શકાશે. આ સુવિધા CGTMSE દ્વારા લાગુ કરવામાં આવશે. આ પહેલ એવા સમયે આવી છે જ્યારે અમેરિકા દ્વારા ભારતીય પ્રોડક્ટ પર મોટો ટેરિફ લગાવવાના કારણે અનેક MSME પ્રેશરમાં છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સરકારે સંકેતમાં જણાવ્યું છે કે, તે ટેરિફથી પ્રભાવિત MSMEs ને તમામ શક્ય મદદ પૂરી પાડશે અને આ નવી યોજનાઓને તે દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. ગત ડિસેમ્બર માસમાં સરકારે એક્સપોર્ટ પ્રમોશન મિશનને મંજૂરી આપી હતી જેનો કુલ ખર્ચ 25,060 કરોડ રૂપિયા થશે.
ADVERTISEMENT
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.