now the farmers of Gujarat will get the benefit of this scheme of the government
યોજના /
રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર, હવે ગુજરાતના ખેડૂતોને મળશે સરકારની આ યોજનાનો લાભ
Team VTV08:45 AM, 22 Oct 21
| Updated: 09:38 AM, 22 Oct 21
સરકારે તૈયાર કરેલી 'નો યોર ફાર્મર' યોજના થકી ખેડૂતો મોંઘા ફોનની ખરીદી કરી શકશે જેનું વ્યાજ સરકાર ભોગવશે, આ માટે કોઓપરેટિવ બેન્ક ખેડૂતોને ધિરાણ આપશે
સરકારે તૈયાર કરી 'નો યોર ફાર્મર' યોજના
કોઓપરેટિવ બેન્ક ખેડૂતોને આપશે ધિરાણ
ધિરાણ પરનું વ્યાજ સરકાર ભોગવશે
ગુજરાતમાં વસતા ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ખેડૂતો માટે સરકારે ખાસ યોજાન તૈયાર કરી છે જેમાં ખેડૂતોને સરકાર તરફથી ધિરાણ આપવામાં આવશે. સરકારે તૈયાર કરેલી 'નો યોર ફાર્મર' યોજના થકી ખેડૂતો વ્યાજ વિના મોંઘા ફોનની પણ ખરીદી કરી શકશે.
કોઓપરેટિવ બેન્ક ખેડૂતોને આપશે ધિરાણ
રાજ્ય સરકારે ખેડૂતો માટે ખાસ યોજના લઈને આવી રહી છે, જેમાં 15 હજાર સુધીના કિંમતનો ફોન હવે ખેડતો સહેલાઈથી ખરીદી શકશે, જેમાં વ્યાજ વિના ફોન ખરીદવા માટે સરકાર ધિરાણ આપશે, આ ધિરાણ કોઓપરેટિવ બેન્કો પાસેથી આપવામાં આવશે, એટલું જ નહીં ધિરાણ પરનુ વ્યાજ પણ સરકાર જ ભોગવશે.
ધિરાણ પરનું વ્યાજ સરકાર ભોગવશે
મહત્વનું છે 1 લાખ ખેડૂતોને ધિરાણ પર ફોન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે, ખેડૂતો ફોન થકી ખેતી સંબંધિત માહિતી મળી શકે તેમજ ફોન વડે ખેતીને લગતી ફરિયાદ અને યોજનાઓ અંગેની માહિતી મેળવી શકશે.
જેને લઈને સરકારે ખેડૂતો માટે ' નો યોર ફાર્મર' યોજના લઈને આવી છે જેમાં ઝીરો ટકા વ્યાજ ખેડૂતોએ ભોગવવાનું રહેશે, એટલે કે ધિરાણ પરનું વ્યાજ સરકાર ભોગવશે, સરકાર ખેડૂતોને સ્માર્ટ ફોનની ખરીદી માટે ધિરાણ આપશે.આ ધિરાણ કોઓપરેટિવ બેન્ક તરફથી આપવામાં આવશે અને જેનું વ્યાજ સરકાર ભોગવશે.