બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Now Ranbir Kapoor will be Sriram, Ravana will be Hrithik Roshan... South actress name in the role of Mata Sita

બોલિવૂડ ન્યૂઝ / હવે રણબીર કપૂર બનશે શ્રીરામ, રાવણ હશે ઋતિક રોશન... માતા સીતાના રોલમાં સાઉથની એક્ટ્રેસનું નામ

Published By: Dhruv

Last Updated: 04:09 PM, 23 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડમાં નવી વાર્તાઓ નથી. પરિણામે જૂની વાર્તાઓને નવા જમાના પ્રમાણે બનાવવાની તૈયારી ચાલી રહી છે. પણ એક વાર્તા પર કેટલી ફિલ્મો બની શકે? આદિપુરુષના ટીઝર પછી, ડિરેક્ટર નિતેશ તિવારીની રામાયણ પર સતત અપડેટ્સ આવે છે.

  • હૃતિક રોશન બનશે રાવણ, રણબીર કપૂર બનશે રામ
  • દક્ષિણની આ અભિનેત્રીને મળશે સીતાનો રોલ
  • રામાયણની વાર્તાને ફરીસ્ક્રીન પર લાવવાના પ્રયાસો ચાલુ છે

 પ્રભાસ, સૈફ અલીખાન અને કૃતિ સેનન અભિનીત ફિલ્મ આદિપુરુષ, જાન્યુઆરી 2023 માં રીલીઝ થયા પછી, રામાયણની વાર્તાને ફરી એકવાર સ્ક્રીન પર લાવવાના પ્રયાસો ચાલુ છે. ત્યારે હાલ હજુ સુધીએ સ્પષ્ટ નથી કે  રામાયણને મોટો પરદા પર બનાવવામાં આવી રહી છે કે વેબસીરીઝના રુપમાં ઓટીટી પર આવશે. પરંતું અટકળોનું બજાર તેજ છે કે આ ફિલ્મની કાસ્ટીંગ શરુ થઈ ગઈ છે.  નિતેશ તિવારીની આ રામાયણ ફિલ્મમાં ઋતિક રોશનને રાવણનો રોલ આપવામાં આવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જ્યારે રણબીર કપૂરને રામનો રોલ આપવાની ચર્ચા ચાલી રહી છે તો નિતેશ તિવારીની આ રામાયણ ફિલ્મમાં સીતાનો રોલ કોઈ બોલિવુડ અભિનેત્રીને આપવામાં આવ્યો નથી.

પહેલા દીપીકા પદુકોણ અને હવે સઈ પલ્લવી 
બોક્સ ઓફીસ પર વર્લ્ડ વાઈડ તિવારીની રામાયણનું લેટેસ્ટ અપટેડ એ છે કે સીતાનો રોલ તમિલ, તેલગું અને મલયાલમ ફિલ્મની ફેમસ અભિનેત્રી સઈ પલ્લવી નિભાવશે. આ સમાચાર અનુસાર નિતેશ તિવારીનો આ પહેલો પ્રોજેક્ટ એક ફિલ્મ છે અને આમાં સઈ પલ્લવી રાવણનો રોલ કરનાર ઋતિક અને રામનો રોલ કરના રણબીર સાથે જોવા મળશે. પહેલા સીતાના પાત્ર માટે દીપીકા પદુકોણનું નામ ચર્યામાં હતું. ત્યારે છેલ્લા દોઢ વર્ષથી આ ફિલ્મના પ્રી-પ્રોડક્શન પર કામ ચાલી રહ્યું છે અને 2023 માં આ ફિલ્મની શુંટીંગ શરુ થશે. તેમજ આ ફિલ્મ ભારતીય સિનેમા ઘરની સૌથી મોટી ફિલ્મ હશે.  જેનું નિર્માણ અલ્લુ અર્જુનના પિતા અલ્લુ અરવિંદ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

યાદ છે આદિપુરુષનું ટીઝર
છેલ્લા ઘણા દિવસથી મળતા સમાચાર મુજબ નિતેશ તિવારીના આ પ્રોજેક્ટનાં સમાચાર છે. સોશ્યલ મીડીયામાં લોકો સવાલ કરી રહ્યા છે કે જ્યારે આદિપુરુષનું ટીઝર લોકોએ દેખી લીધું છે  અને બધાને રામાયણની આખી સ્ટોરી ખબર છે તો નિર્માતા ફરી એના પર જ કેમ પ્રોજેક્ટ બનાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આદિપુરુષના ટીઝરે લોકોને બહુ નિરાશ કર્યા હતા અને ફીલ્મનાં વિરોધની સાથે જ તેની પર પ્રતિબંધ મુકવાની માંગ ઉઠી રહી છે. જ્યારે ગયા વર્ષે  જાહેરાતની સાથે જ લોકોએ આ ફિલ્મ માટે ખૂબ લાંબા સમય સુધી રાહ જોઈ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood News Film Adipurush Film Ramayan allu arjun Upcomig Film

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ