બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Now ISRO will launch state-of-the-art satellite INSAT-3DS

ISRO / હવે ISRO લોન્ચ કરશે અત્યાધુનિક સેટેલાઇટ INSAT-3DS, જે આવનારી આફતોથી આપશે રક્ષણ, જુઓ કઇ રીતે

Priyakant

Last Updated: 03:20 PM, 9 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ISRO Satellite INSAT-3DS Latest News: આ સેટેલાઈટનો મુખ્ય ઉદ્દેશ્ય જમીન, સમુદ્ર, હવામાન અને ઈમરજન્સી સિગ્નલ સિસ્ટમ વિશે માહિતી આપવાનો, આ સિવાય રાહત અને બચાવ કાર્યમાં પણ મદદ કરશે

  • ISRO હવે અત્યાધુનિક સેટેલાઈટ લોન્ચ કરવાની તૈયારીમાં
  • INSAT-3DS ઉપગ્રહ 17 ફેબ્રુઆરી 2024 ના રોજ લોન્ચ કરવામાં આવશે
  • પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા બનાવવામાં આવ્યું છે INSAT-3DS ઉપગ્રહ

ISRO Satellite INSAT-3DS : ISRO હવે અત્યાધુનિક સેટેલાઈટ લોન્ચ કરવાની તૈયારીમાં છે. વાત જાણે એમ છે કે, પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલ INSAT-3DS ઉપગ્રહ 17 ફેબ્રુઆરી 2024 ના રોજ લોન્ચ કરવામાં આવશે. શ્રીહિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે બપોરે 3:30 કલાકે GSLV રોકેટથી પ્રક્ષેપણ થશે. આ ઉપગ્રહને જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ (GRO)માં તૈનાત કરવામાં આવશે. રોકેટને એસેમ્બલ કરવાનું કામ શરૂ થઈ ગયું છે. સેટેલાઇટને રોકેટના છેલ્લા સ્ટેજ એટલે કે નાકમાં મૂકવામાં આવ્યો છે. 

શું છે આ સેટેલાઈટનો મુખ્ય ઉદ્દેશ્ય ? 
આ સેટેલાઈટનો મુખ્ય ઉદ્દેશ્ય જમીન, સમુદ્ર, હવામાન અને ઈમરજન્સી સિગ્નલ સિસ્ટમ વિશે માહિતી આપવાનો છે. આ સિવાય રાહત અને બચાવ કાર્યમાં પણ મદદ કરશે. INSAT-3 શ્રેણીના ઉપગ્રહોમાં છ વિવિધ પ્રકારના જીઓસ્ટેશનરી ઉપગ્રહો છે. આ સાતમો ઉપગ્રહ છે.  INSAT શ્રેણીના અગાઉના તમામ ઉપગ્રહો 2000 થી 2004 ની વચ્ચે લોન્ચ કરવામાં આવ્યા હતા. જેના દ્વારા સંદેશાવ્યવહાર, ટીવી પ્રસારણ અને હવામાન સંબંધિત માહિતી ઉપલબ્ધ હતી. આ ઉપગ્રહોમાં 3A, 3D અને 3D પ્રાઇમ ઉપગ્રહોમાં આધુનિક હવામાનશાસ્ત્રના સાધનો છે. 

આ તમામ સેટેલાઈટ ભારતમાં અને તેની આસપાસના મોસમી ફેરફારો વિશે સચોટ અને સમયસર માહિતી પૂરી પાડે છે. આમાંના દરેક ઉપગ્રહે ભારત અને તેની આસપાસના વિસ્તારોમાં સંચાર તકનીકો અને હવામાનશાસ્ત્રની તકનીકો વિકસાવવામાં મદદ કરી છે. આ સેટેલાઈટ વિષુવવૃત્તની ઉપર તૈનાત છે, જેના કારણે તેઓ ભારતીય વિસ્તારો પર નજીકથી નજર રાખવામાં સક્ષમ છે. આ ઉપગ્રહને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે.

વધુ વાંચો: કોણ છે DM વંદના સિંહ? જેને તોફાની તત્વોને જોતા જ ઠાર કરી દેવાનો આદેશ આપ્યો, કહેવાય છે UPSC ટોપર

આ સેટેલાઈટનું વજન 2275 કિલોગ્રામ છે. આ સેટેલાઈટમાં 6 ચેનલ ઈમેજર્સ છે. 19 ચેનલ સાઉન્ડર હવામાનશાસ્ત્ર પેલોડ્સ ઉપલબ્ધ છે. આ ઉપગ્રહો ISRO તેમજ ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા સંચાલિત છે. જેથી કરીને લોકોને કુદરતી આફતો આવે તે પહેલા તેની જાણકારી મળી શકે. તેમને સુરક્ષિત સ્થાનો પર લઈ જઈ શકાય છે. આ વર્ષે ISROનું આ બીજું સેટેલાઇટ લોન્ચિંગ હશે. અગાઉ તે જાન્યુઆરીમાં લોન્ચ થવાનું હતું પરંતુ બાદમાં તે ફરીથી શેડ્યુલ કરવામાં આવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ