બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Who is DM Vandana Singh? He ordered to kill the rioters on sight

ઉત્તરાખંડ / કોણ છે DM વંદના સિંહ? જેને તોફાની તત્વોને જોતા જ ઠાર કરી દેવાનો આદેશ આપ્યો, કહેવાય છે UPSC ટોપર

Priyakant

Last Updated: 02:52 PM, 9 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Haldwani Violence Latest News: હલ્દવાનીમાં વાતાવરણને નિયંત્રિત કરવા માટે ડીએમ વંદના સિંહની કાર્યવાહીની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે તેઓ છે UPSC ટોપર

  • હલ્દવાનીમાં જેને તોફાની તત્વોને જોતાં જ ઠાર કરવાનો આપ્યો હતો આદેશ
  • કડક અધિકારી તરીકે ઓળખાય છે UPSC ટોપર છે DM વંદના સિંહ
  • હલ્દવાનીમાં વાતાવરણને નિયંત્રિત કરવા માટે ડીએમ વંદના સિંહની કાર્યવાહીની ચર્ચા  

Haldwani Violence : ઉત્તરાખંડના હલ્દવાનીમાં ગુરુવારે અતિક્રમણ હટાવવા ગયેલી પોલીસ પ્રશાસનની ટીમ પર બદમાશોએ કરેલા હુમલા બાદ તોફાની તત્વોને જોતા જ ઠાર કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જોકે આ આદેશ આપ્યો હતો DM વંદના સિંહે. ગુરુવારે સાંજે હલ્દવાનીની શેરીઓમાં બદમાશોએ હંગામો મચાવ્યો હતો. પોલીસકર્મીઓ પર હુમલા, પથ્થરમારો અને પેટ્રોલ બોમ્બના કારણે બે લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે. હલ્દવાનીમાં વાતાવરણને નિયંત્રિત કરવા માટે ડીએમ વંદના સિંહની કાર્યવાહીની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે.

વાસ્તવમાં ઉત્તરાખંડના હલ્દવાનીમાં બુલડોઝર વડે ગેરકાયદેસર મદરેસાને હટાવવામાં આવી રહી હતી. આ દરમિયાન ભીડ ઉશ્કેરાઈ ગઈ હતી અને પોલીસ સ્ટેશનને આગ ચાંપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ કે મુશ્કેલી સર્જનારાઓને જોતા જ ગોળી મારવાના આદેશ આપવામાં આવ્યા. તોફાનીઓ સામે કાર્યવાહી કરનાર DM વંદના સિંહ કડક અધિકારી તરીકે ઓળખાય છે.  

હલ્દવાની રમખાણો પર કાર્યવાહી
IAS બન્યા બાદ વંદનાને અલ્મોડા જિલ્લામાં DMની પોસ્ટ પર પોસ્ટિંગ મળી. આ પછી તે નૈનીતાલ જિલ્લામાં DM બન્યા. નૈનીતાલ જિલ્લા હેઠળના હલ્દવાની શહેરમાં ફાટી નીકળેલા રમખાણો પછી તરત જ DM વંદનાએ બદમાશોને જોતા જ ગોળી મારવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, બદમાશો દ્વારા પોલીસ સ્ટેશનમાં હાજર અધિકારીઓને જીવતા સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

File Photo

હરિયાણાના રહેવાસી છે DM વંદના સિંહ 
IAS વંદના સિંહ ચૌહાણ મૂળ હરિયાણાના નસરુલ્લાગઢના છે. તેમનો જન્મ સંયુક્ત પરિવારમાં થયો હતો. તેમનું પ્રારંભિક શિક્ષણ તેમના વતનમાંથી જ થયું હતું. પરિવારને તેમની પુત્રી ખૂબ ભણવા અંગે ફરિયાદો હતી પરંતુ તેમના પિતા મહિપાલ સિંહ ચૌહાણે તેને મુરાદાબાદના ગુરુકુળમાં મોકલી જ્યાંથી તેમણે શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો. શાળાકીય અભ્યાસ પછી વંદના સિંહે આગ્રાની ડૉ. બી.આર. આંબેડકર યુનિવર્સિટીમાં LLBમાં પ્રવેશ લીધો. તેમને તેમના પરિવાર તરફથી વધુ સહકાર ન મળતો હોવાથી તે ઘરેથી અભ્યાસ કરતી હતી. તેમણે ઓનલાઈન પુસ્તકો મંગાવીને પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને પછી સિવિલ સર્વિસની તૈયારી શરૂ કરી.

વધુ વાંચો: વૈજ્ઞાનિક MS સ્વામીનાથન તથા પૂર્વ PM ચૌધરી ચરણ સિંહ અને નરસિમ્હા રાવને અપાશે 'ભારત રત્ન', મોદી સરકારનું મોટું એલાન

કહેવાય છે UPSC ટોપર
વંદના સિંહે ઘરે રહીને UPSCની તૈયારી શરૂ કરી. તે દરરોજ 10 થી 12 કલાક અભ્યાસ કરતી હતી. વર્ષ 2012માં તેના પ્રથમ પ્રયાસમાં વંદનાએ UPSC પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યૂ રાઉન્ડમાં પ્રવેશ કર્યો. તેણીએ આ પરીક્ષામાં 8મો ક્રમ મેળવ્યો અને તે IAS અધિકારી બન્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ