બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / Now inform the GPCB that the industrial units releasing chemical water will be locked, the system turned a red eye

અમદાવાદ / હવે GPCBને જાણ કરી કેમિકલયુક્ત પાણી છોડનારા ઔદ્યોગિક એકમોને મરાશે તાળાં, તંત્રએ કરી લાલ આંખ

Vishal Khamar

Last Updated: 06:06 PM, 7 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસા પહેલા શહેરમાં ડ્રેનેજ લાઈનમાં સરળતાથી વરસાદી પાણીનો નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ શહેરનાં પૂર્વ વિસ્તારમાં ગટર બેક મારવાનો પ્રશ્ન જટિલ બનતો જાય છે. ત્યારે એએમસી દ્વારા ગેરકાયદેસર કનેક્શનો શોધવાની તજવીજ હાથ ધરી છે.

  • ગટર અને સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈનમાં ગેરકાયદેસર કનેક્શનની અનેક ફરિયાદો
  • શહેરનાં પૂર્વ વિસ્તારમાં ગટર બેક મારવાનો પ્રશ્ન જટિલ બન્યો
  • કેમિકલ યુક્ત પાણી રોડ પર ફરી વળતાં વિદ્યાર્થીઓને પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો

શહેરમાં ગટર અને સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈનમાં ગેરકાયદે કનેક્શનની સમસ્યા દિન-પ્રતિદિન વકરતી જાય છે. આના કારણે ગટર બેક મારવી કે પછી નજીવા વરસાદમાં વરસાદી પાણી જમા થઈ જવાની સમસ્યા સર્જાતી જોવા મળે છે. શહેરના પૂર્વ વિસ્તારમાં ગટર બેક મારવાનો પ્રશ્ન જટિલ બનતો જાય છે. તેમાં પણ કેમિકલયુક્ત પાણી અનેકવાર રોડ પર ફરી વળતાં હોવાથી વિદ્યાર્થીઓને આવાં પાણીમાંથી પસાર થઈને શાળાએ જવાની ફરજ પડે છે. આવાં કેમિકલયુક્ત પાણીથી ચામડીને લગતા વિભિન્ન રોગો પણ થાય છે. મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસને નાગરિકોનાં સ્વાસ્થ્ય સાથે ગુનાઈત ચેડાં કરનારાં આવાં તત્ત્વો સામે લાલ આંખ કરી છે. ઓઢવ જીઆઈડીસીમાં કેટલાક એકમો ડ્રેનેજ લાઈનમાં ગેરકાયદે કનેક્શન જોડી દેતા હોવાનું જાણવા મળતાં કમિશનરે આવા એકમો સામે પોલીસમાં ફરિયાદ કરવાની સંબંધિત ઈજનેર વિભાગને તાકિદ કરી છે.

ગેરકાયદેસર કનેક્શન શોધવાની ઝુંબેશને વેગવાન બનાવી
પૂર્વ અમદાવાદમાં ગટરો બેક મારવાની સમસ્યાની સાથે સાથે વરસાદી પાણી જમા થઈ જવાનો પ્રશ્ન પણ લોકોને હાડમારીમાં મૂકી રહ્યો છે. આ બંને બાબતો માટે ડ્રેનેજ લાઈન અને સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈનમાં જોડાતા ગેરકાયદે કનેક્શન મુખ્યત્વે જવાબદાર છે. આ બાબતની ગંભીરતા સમજીને મ્યુનિસિપલ કમિશનરે સંબંધિત ઈજનેર વિભાગને આવાં ગેરકાયદે કનેક્શનોને શોધવાની ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની તાકીદ પણ કરી છે. જે તે ઝોનના ઈજનેર વિભાગને આવાં ગેરકાયદે કનેક્શન મળવા પર તે બાબતે કસૂરવાર ધંધાર્થીઓ સામે પોલીસમાં ફરિયાદ (એફઆઈઆર) દાખલ કરવાની કડક સૂચના પણ મ્યુનિ. કમિશનરે આપી છે.
ખાસ કરીને ઓઢવ જીઆઈડીસી વિસ્તારમાં અમુક ધંધાર્થી ખુલ્લેઆમ ડ્રેનેજ લાઈનમાં ગેરકાયદે કનેક્શન જોડીને પોતાના એકમોનો ગંદાં પાણી સહિતનો કચરો ઠાલવતા હોવાની વિગતો પણ પ્રકાશમાં આ‍વી છે, જે અંગે મ્યુનિસિપલ કમિશનર થેન્નારસનને પણ જાણ થતાં તેમણે પૂર્વ ઝોનના ઈજનેર વિભાગને આવા ધંધાર્થીઓ સામે તાકીદે પોલીસ ફરિયાદ કરીને તેમની સામે કઠોર પગલાં ભરવાનો આદેશ આપ્યો છે. 

ફાઈલ ફોટો

ઓઢવ GIDC  નજીકે ગેરકાયદેસર કનેક્શન મળી આવ્યું
આ અંગે પૂર્વ ઝોનના એડિશનલ સિટી ઈજનેર રતનજી કરેણને પૂછતાં તેઓ જણાવે છે કે, ગઈ કાલે ઓઢવ જીઆઈડીસી નજીકના અંબિકાનગર ખાતે આ પ્રકારનું ગેરકાયદે કનેક્શન મળી આવ્યું હતું. આ કનેક્શનને કાપ્યા બાદ તે અંગે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે સ્ટાફને રવાના કર્યો છે.
ઓઢવ જીઆઈડીસીના મામલે પૂછતાં તેઓ વધુમાં કહે છે કે, ગયા અઠવાડિયે ઓઢવ જીઆઈડીસીના પાંચ ગેરકાયદે કનેક્શનને કાપવામાં આવ્યાં હતાં. આ તમામ પ્રકારના કિસ્સામાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (જીપીસીબી)ના ચેરમેન આર.બી. બારડને પણ વિશ્વાસમાં લેવાયા છે. જીપીસીબી સમક્ષ ડોક્યુમેન્ટ અને સેમ્પલ રજૂ કરાશે. તેના આધારે જે તે કસૂરવાર એકમનો ધંધાર્થીઓને ટોરન્ટનું ક્લોઝર પણ મોકલવામાં આવશે. તેમજ સીલ સુદ્ધાં મરાશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ