બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / Now India itself will build the bullet train

Bullet Train / હવે ખુદ ભારત દેશ કરશે બુલેટ ટ્રેનનું નિર્માણ, રેલવેએ આપ્યા ગુડ ન્યુઝ, જાણો કયા રૂટ પર દોડશે

Priyakant

Last Updated: 11:11 AM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bullet Train in India Latest News : રિપોર્ટમાં અધિકારીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, આ ટ્રેનો ભારતમાં હાલમાં ચાલી રહેલી કોઈપણ ટ્રેન કરતાં વધુ ઝડપી હશે

Bullet Train in India : વંદે ભારત એક્સપ્રેસ બાદ હવે ભારત પણ સ્વદેશી બુલેટ ટ્રેનની તૈયારી કરી રહ્યું છે. વાત જાણે એમ છે કે, એવી ચર્ચા છે કે, પ્રસ્તાવિત ટ્રેન ભારતની સૌથી ઝડપી ટ્રેન હશે. હાલમાં તેની ડિઝાઇન પર કામ ચાલી રહ્યું છે. ખાસ વાત એ છે કે, વૈશ્વિક સ્તરે 250 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડતી ટ્રેનોને હાઈ સ્પીડ ટ્રેન કહેવામાં આવે છે. એક ખાનગી મીડિયાના અહેવાલ અનુસાર એક અધિકારીએ કહ્યું, તે વંદે ભારત પ્લેટફોર્મ પર બનાવવામાં આવી રહ્યું છે, જે પહેલાથી જ 220 કિમી પ્રતિ કલાકની ઝડપને સ્પર્શ કરી શકે છે.  ડિઝાઈનનું કામ ચેન્નાઈ સ્થિત ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં થઈ રહ્યું છે. રિપોર્ટમાં અધિકારીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, આ ટ્રેનો ભારતમાં હાલમાં ચાલી રહેલી કોઈપણ ટ્રેન કરતાં વધુ ઝડપી હશે.

File Photo

અમદાવાદથી મુંબઈ બુલેટ ટ્રેન
ભારત હાલમાં જાપાનીઝ ટેક્નોલોજીની મદદથી બુલેટ ટ્રેન તૈયાર કરી રહ્યું છે. આ ટ્રેન અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે અને 320 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકશે. એવા અહેવાલ છે કે, ભારત આ રૂટ પર શિંકનસેન E5 શ્રેણીની ટ્રેનો શરૂ કરવાનું વિચારી રહ્યું છે. ફ્રેન્ચ ટીજીવી અને જાપાનીઝ શિંકનસેન 250 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે દોડે છે. રિપોર્ટ અનુસાર અધિકારીએ કહ્યું છે કે, અત્યાર સુધી ભારતીય રેલ્વેની ટ્રેનોની સ્પીડ સુધારવા પર ધ્યાન આપવામાં આવતું હતું. તેમણે કહ્યું, વંદે ભારતનું (પ્રસ્તાવિત) પ્રકાર હવે 52 સેકન્ડમાં 0 થી 100 kmphની ઝડપે પહોંચી શકે છે. જ્યારે વર્તમાન બુલેટ ટ્રેન આ કામ 54 સેકન્ડમાં કરે છે.

વધુ વાંચો : 'ત્યારે કેવી મુશ્કેલીઓ પડતી, અમે જાણીએ છીએ', EVM વિરુદ્ધની ચર્ચા પર જુઓ શું બોલી સુપ્રીમ કોર્ટ

ભારતીય બુલેટ ટ્રેન ક્યાં દોડશે ? 
રિપોર્ટ અનુસાર મેડ ઈન ઈન્ડિયા બુલેટ ટ્રેન ઉત્તર, દક્ષિણ અને ઈસ્ટર્ન કોરિડોરમાં ચાલશે, જેની જાહેરાત થોડા સમય પહેલા કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર અધિકારીએ કહ્યું, નવા કોરિડોરમાં વધુ ભારતીય ટેક્નોલોજી અને સ્વદેશી બનાવટના ઉત્પાદનોનો ઉપયોગ કરવામાં આવશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ