બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ મોટા સમાચાર, બેઠકો માટે રોટેશન જાહેર
Last Updated: 05:40 PM, 6 November 2024
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ નોટિફિકેશન જાહેર કરાયું છે. અત્રે જણાવીએ કે, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની અનામત બેઠકોનું નોટિફિકેશન જાહેર કરાયું છે. ખેડા જિલ્લા પંચાયતની બેઠક માટે રોટેશન જાહેર કરાયું છે.
ADVERTISEMENT
પંચાયતની બેઠકો માટે રોટેશન જાહેર
ગાંધીનગર, કઠલાલ, કપડવંજ તાલુકા પંચાયતની બેઠકો માટે રોટેશન જાહેર કરાયું. બનાસકાંઠા જિલ્લા પંચાયત, અન્ય તાલુકા પંચાયતોની બેઠકોના રોટેશન ક્રમશ જાહેર થશે. ઉલ્લેખનીય છે કે, OBC સમાજને 27 ટકા અનામત આપવાની જાહેરાત બાદ બેઠકોમાં ફેરફાર કરાયો છે
ADVERTISEMENT
આ પણ વાંચો: કર્મચારીને આપી તાલીબાની સજા, યુવકને ઢોર માર મારવાના વાયરલ વીડિયો અંગે મોટો ખુલાસો

ADVERTISEMENT
અનામતનો ઈતિહાસ શુ કહે છે ?
ભારત દેશમાં અનામતનો ઇતિહાસ આઝાદીથી પણ જૂનો છે. 1882 માં અંગ્રેજ શાસક વિલયમ હન્ટર અને વિખ્યાત સમાજ સુધારક જ્યોતિબા ફુલે દ્વારા પ્રથમવાર બધા જ લોકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ તેમજ અંગ્રેજ સરકારી નોકરીઓમાં અનામતની માંગણી કરવામાં આવી હતી. 1891 માં ત્રાવણકોર રજવાડા માં જાહેર સેવાઓ માટે મુળ નિવાસીઓ ની અવગણના કરી વિદેશીઓ ની ભરતી કરવાની બાબત માં આંદોલન થયેલું અને મુળ નિવાસીઓ ની અનામત માટે ની માંગણી થયેલી. વર્ષ 1901 માં મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં છત્રપતિ સાહુજી મહારાજ દ્વારા ગરીબી દૂર કરવાના ઉદેશથી રાજ્ય પ્રશાસનમાં નોકરી માટે અનામત શરૂ કરવામાં આવી હતી. દલિત અને પછાત વર્ગોના કલ્યાણ માટે અનામત આપવાનો આ ભારતનો સૌથી પહેલો સરકારી આદેશ હતો. 1908 માં અંગ્રેજોએ કેટલાક સમુદાયો અને જાતિઓ ને મહદઅંશે અનામતની શરૂઆત કરી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT