બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કર્મચારીને આપી તાલીબાની સજા, યુવકને ઢોર માર મારવાના વાયરલ વીડિયો અંગે મોટો ખુલાસો

ખેડા / કર્મચારીને આપી તાલીબાની સજા, યુવકને ઢોર માર મારવાના વાયરલ વીડિયો અંગે મોટો ખુલાસો

Last Updated: 05:16 PM, 6 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડામાં પટ્ટાથી એક વ્યક્તિને બીજો વ્યક્તિએ ઢોર માર મારતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. જેના પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે

એક યુવકને તાલીબાની સજા આપતાનો વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોને લઈ ગતરોજ સુધી એવી વિગતો વાયરલ હતી કે, અમદાવાદના અસલાલી વિસ્તારનો છે. જો કે, આ અંગે VTVએ તપાસ હાથ ધરતા જાણવા મળ્યું કે, તે ખેડાના કનેરા ગામનો વીડિયો છે. જેમાં વીડિયોમાં જોઈ શકાય છે કે, એક યુવકના કપડા નીકાળીને અન્ય યુવક તેને પટ્ટા વડે ઢોર માર મારે છે.

વીડિયો ખેડાનો હોવાનો ખુલાસો

ખેડામાં પટ્ટાથી એક વ્યક્તિને બીજો વ્યક્તિએ ઢોર માર મારતો હોય તેવો વીડિયો છે. જો કે, પહેલા એવી વિગતો વાયરલ થઈ હતી કે, વાયરલ થયેલો વીડિયો અમદાવાદના અસલાલીનો છે. જો કે, આ અંગે VTVએ તપાસ કરતા વીડિયો ખેડાના કનેરા ગામનો હોવાનું સામે આવ્યું છે. પાપ્ત વિગતો ફરજ પરથી છુટા થયેલા કર્મચારીને તાલીબાની સજા આપનાર માલિકની ખેડા પોલીસે અટકાયત કરી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, જાણો ક્યારે પડશે હાડ થીજાવતી ઠંડી

PROMOTIONAL 12

પોલીસે કાર્યવાહી હાથધરી

ખેડાના કનેરા ગામે 10 ઓક્ટોબરના રોજ છુટા થયેલા કર્મચારી પર વ્હિકલ ચોરી કર્યાની શંકા રાખી માલિકે ઢોર માર માર્યો હતો. નરેશ શ્યામલાલ નામના કર્મચારીને કપડા કાઢીને માલિક બળવંતસિંહએ સરા જાહેરમાં પટ્ટા વડે ઢોર માર માર્યો હતો. વાયરલ વીડિયોને આધારે ખેડા પોલીસે કાર્યવાહી કરી છે. જેના પગલે બળવંતસિંહ રાજપૂત નામના શખ્સની પોલીસે અટકાયત કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cattle Killing Video Kheda Crime News Kheda News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ