બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / વિશ્વ / Not Nepal, this country has the highest number of plane crashes in the world, the reason is shocking

ડેટા રિપોર્ટ / નેપાળ નહીં, વિશ્વના આ દેશમાં થાય છે સૌથી વધુ પ્લેન ક્રેશની દુર્ઘટના, કારણ છે ચોંકાવનારું

Megha

Last Updated: 11:08 AM, 16 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એવિએશન સેફ્ટી નેટવર્કના ડેટા દર્શાવે છે કે પ્લેન ક્રેશમાં નેપાળ કરતાં ઇન્ડોનેશિયા દેશ આગળ છે. ત્યાં અત્યાર સુધીમાં 104 પ્લેન અકસ્માતો થયા છે.

  • ગયા વર્ષે પણ યતી એરલાઈન્સનું પ્લેન દુર્ઘટનાનો શિકાર બન્યું હતું
  • નેપાળની ગણતરી એવા દેશોમાં થવા લાગી જે હવાઈ મુસાફરી માટે સુરક્ષિત નથી
  • નેપાળમાં નાના વિમાનોના અકસ્માત થવાની સંભાવના વધુ 
  • વિમાન દુર્ઘટનાઓમાં નેપાળ કરતાં ઇન્ડોનેશિયા આગળ 

નેપાળના પોખરામાં રવિવારે યતી એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટના બાદ અત્યાર સુધીમાં 68 મૃતદેહો મળી આવ્યા છે. પોખરા સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં કોઈના બચવાની સંભાવના નથી અને પાયલોટે પ્લેનને શહેરમાં ક્રેશ થવાથી બચાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. જણાવી દઈએ કે આ વિમાન નેપાળની રાજધાની કાઠમંડુથી પોખરા તરફ જઈ રહ્યું હતું.

જો કે આ પહેલો એવો કિસ્સો નથી, ગયા વર્ષે મે મહિનામાં પણ યતી એરલાઈન્સનું પ્લેન દુર્ઘટનાનો શિકાર બન્યું હતું, જેમાં તમામ 22 લોકોના મોત થયા હતા. જણાવી દઈએ કે પોખરાથી નેપાળના પર્યટન સ્થળ જામસુમ જઈ રહેલી ફ્લાઈટના ક્રેશ માટે ખરાબ હવામાન જવાબદાર હોવાનું જણાવાયું હતું પણ એવિએશન સેફ્ટી નેટવર્ક ડેટાબેઝ અનુસાર છેલ્લા એક દાયકામાં આ 19મો અકસ્માત છે. આ બધા અકસ્માતમાંથી 10 જીવલેણ સાબિત થયા છે. જો કે આ કારણે નેપાળની ગણતરી એવા દેશોમાં થવા લાગી જે હવાઈ મુસાફરી માટે સુરક્ષિત નથી. 

નેપાળમાં ખતરનાક લેન્ડસ્કેપ 
જણાવી દઈએ કે વર્ષ 2019માં નેપાળ સિવિલ એવિએશન ઓથોરિટીએ પોતે જ એક સેફ્ટી રિપોર્ટ જારી કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે દેશની ટોપોગ્રાફી ભૌગોલિક બંધારણ એવું છે જેના કારણે પ્લેન ઉડવું મુશ્કેલ બને છે. આ સાથે જ સમગ્ર વિશ્વના 14 સૌથી ઊંચા પર્વતોમાંથી 8 આ દેશમાં આવેલ છે અને એવરેસ્ટ પણ એ પર્વતોમાંથી એક છે. આપણએ બધા જાણીએ છીએ કે આ પર્વત પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે પણ એટલું જ જોખમી છે. ખાસ કરીને પ્લેનમાં મુસાફરી માટે કારણ કે ખરાબ હવામાનમાં ત્યાંની મુસાફરી વધુ મુશ્કેલ બની જાય છે. 

નાના વિમાનોના અકસ્માત થવાની સંભાવના વધુ 
પર્વતો વચ્ચે આવેલ જગ્યાઓ પર જવા માટે નેપાળ એવિએશન નાના વિમાનો પર વધુ આધાર રાખે છે કારણ કે તેને ટેક ઓફ અને લેન્ડિંગ માટે વધારે જગ્યાની જરૂર રહેતી નથી. જોકે આ મુશ્કેલીનું કારણ બને છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા અનુસાર 19 સીટર અથવા તેના જેવી ક્ષમતાના વિમાન ઝડપથી અસંતુલિત થઈ જાય અને અકસ્માતનો શિકાર બને તેવી સંભાવના ઘણાઈ વધી જાય છે. 

જણાવી દઈએ કે નેપાળનું તેનઝિંગ હિલેરી એરપોર્ટ જેને લુકલા તરીકે પણ ઓળખવામાં આવે છે., આ એરપોર્ટની ગણતરી વિશ્વના સૌથી ભયજનક એરપોર્ટ્સમાં થાય છે. કરણકે કે હિમાલયની બરફીલા શિખરોમાં માઉન્ટ એવરેસ્ટ નજીક બનેલું આ એરપોર્ટ 9,325 ફૂટની ઊંચાઈએ છે અને ખૂબ જ નાનો રનવે હોવાને કારણે ત્યાં ફક્ત નાના પ્લેન જ ઉતરી શકે છે. આ સાથે જ જણાવી દઈએ કે તેની એક બાજુ ટેકરીઓ છે અને બીજી બાજુ ઊંડી ખાડી છે અને આ જ કારણે ઉત્તર-પૂર્વ નેપાળના આ એરપોર્ટને દુનિયાનું સૌથી ખતરનાક એરપોર્ટ કહેવામાં આવે છે. 

સેફ્ટી સ્ટાન્ડર્ડ પર પણ સવાલો ઉઠયા 
નેપાળમાં ચેતવણી આપ્યા છતાં પણ જૂના એરક્રાફ્ટનો જ સતત ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જણાવી દઈએ કે આવા જૂના એરક્રાફ્ટ ખરાબ હવામાન દરમિયાન વિશ્વસનીય નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને એક વર્ષ પહેલા ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગનાઇઝેશને નેપાળ સાથે ત્યાં વિમાન અકસ્માતોને રોકવા માટે ભાગીદારીમાં પ્રવેશ કર્યો હતો. જો કે એ પછીથી સલામતીના ધોરણો વધ્યા છે પણ અકસ્માતો હજુ પણ એટલા જ થઈ રહ્યા છે. 

વિમાન દુર્ઘટનાઓમાં નેપાળ કરતાં ઇન્ડોનેશિયા આગળ 
જણાવી દઈએ કે એવિએશન સેફ્ટી નેટવર્કના ડેટા દર્શાવે છે કે ઇન્ડોનેશિયા દેશમાં અત્યાર સુધીમાં 104 પ્લેન અકસ્માતો થયા છે. જાન્યુઆરી 2021માં મોટી દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર સહિત તમામ 62 મુસાફરોના મોત થયા હતા અને ઓક્ટોબર 2018માં પણ આવા જ અકસ્માતમાં 189 લોકોના મોત થયા હતા. આ અકસ્માત પછી ઇન્ડોનેશિયાના ઉડ્ડયન ઉદ્યોગ પર સતત પ્રશ્નો ઉભા થયા છે. જણાવી દઈએ કે ઈન્ડોનેશિયા દેશ તેની સુંદરતાને કારણે પ્રખ્યાત હોવા છતાં હવાઈ મુસાફરી માટે સૌથી ખતરનાક માનવામાં આવતો હતો. 

જ્વાળામુખી વિઝિબલિટી ઘટાડે છે
આ સાથે જ વિશ્વમાં સૌથી વધુ સક્રિય જ્વાળામુખીની હાજરી પણ પ્લેન ક્રેશના કારણોમાં ગણવામાં આવી હતી. ઈન્ડોનેશિયામાં કુલ 121 જ્વાળામુખી છે, જેમાંથી મોટા ભાગના સક્રિય છે. આવા જ્વાળામુખી ગમે ત્યારે ફાટે છે અને એ કારણે આકાશમાં ધૂળના વાદળો જામે છે. આ ધૂળ ફ્લાઈટના એન્જિનમાં જઈને તેમાં અવરોધ ઊભો કરી શકે છે. 2019 માં માઉન્ટ અગુંગ જ્વાળામુખી ફાટી નીકળ્યા પછી બાલી ટાપુના દક્ષિણથી તમામ ફ્લાઇટ્સ થોડા સમય માટે રદ કરવામાં આવી હતી. 

આ સિવાય ટેક્નિકલ ખામી ઉપરાંત ખરાબ હવામાન ઘણીવાર પ્લેન ક્રેશ થવાનું કારણ બને છે. જણાવી દઈએ કે ઇન્ડોનેશિયામાં ખરાબ હવામાન લગભગ રોજની ઘટના છે. વિશ્વના સૌથી વધુ ટાપુઓથી બનેલા આ દેશમાં અવારનવાર તોફાન અને વીજળીના કડાકાઓ ગમે ત્યારે થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ