બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ભારત / Not fasting on Karwa Chauth no act of cruelty, or ground for divorce: High Court

કપલ ખાસ વાંચે / કરવા ચોથનું વ્રત કરવું કે નહીં તે પત્નીની મરજી, ક્રૂરતા ન ગણી શકાય- HCનો મોટો ચુકાદો

Hiralal

Last Updated: 04:47 PM, 23 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કરવા ચોથને લઈને એક મોટો ચુકાદો જાહેર કરતાં દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે કરવા ચોથનું વ્રત કરવું કે નહીં તે પત્નીની અંગત પસંદગી છે અને પતિ તેને ફરજ ન પાડી શકે.

  • કરવા ચોથને લઈને દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો 
  • કરવા ચોથનું વ્રત કરવું કે નહીં તે પત્નીની અંગત પસંદગી
  • વ્રત કરવા માટે પતિ ફરજ ન પાડી શકે
  • કરવા ચોથનું વ્રત ન કરવું ક્રૂરતા નથી 

પતિની આવરદા વધારવા માટે સૌભાગ્યશાળી સ્ત્રીઓ દ્વારા કરવામાં આવનાર કરવા ચોથના વ્રતને લઈને દિલ્હી હાઈકોર્ટે એક મોટો ચુકાદો જાહેર કર્યો છે. એક કપલના છૂટાછેડાના કેસમાં દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે કરવા ચોથનો ઉપવાસ કરવો કે ન કરવો એ વ્યક્તિગત (પસંદગી) છે. અને ઉપવાસ ન કરવો એ કોઈ પણ પ્રકારની ક્રૂરતા નથી. કે આ જ કારણસર લગ્નનું વિસર્જન પણ ન થઈ શકે. કોર્ટે ડિવોર્સ સાથે જોડાયેલા એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું. જોકે કોર્ટે દિલ્હી ફેમિલી કોર્ટના લગ્ન રદ કરવાના નિર્ણયને માન્ય રાખ્યો હતો. 

મોબાઈલ રિચાર્જ ન કરાવ્યું તો વ્રત ન રહી 
દિલ્હી ફેમિલી કોર્ટના નિર્ણયને પડકારતી અરજી એક મહિલાએ દિલ્હી હાઇકોર્ટમાં કરી હતી. પતિએ ડિવોર્સ લેવા માટે કરવા ચોથના ઉપવાસ સહિતના અનેક કારણો આપ્યા હતા. જસ્ટિસ સુરેશ કુમાર કૈટ અને નીના બંસલ કૃષ્ણાની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. ખંડપીઠે કહ્યું કે કરવા ચોથનો ઉપવાસ કરવો કે ન કરવો એ વ્યક્તિગત પસંદગીની બાબત હોઈ શકે છે. અને જો તટસ્થપણે વિચારણા કરવામાં આવે તો તેને 'ક્રૂરતા' કહી શકાય નહીં. જુદી જુદી ધાર્મિક માન્યતાઓ હોવી અને અમુક ધાર્મિક ફરજો ન નિભાવવી એ ક્રૂરતા કહી શકાય નહીં, તેમ જ વૈવાહિક બંધન તોડવાનું પૂરતું કારણ પણ માનવામાં આવશે નહીં.

શું હતો કેસ 
હકીકતમાં પતિએ આરોપ લગાવ્યો હતો કે લગ્ન બાદથી પત્નીનું તેના પ્રત્યેનું વર્તન સારું નથી. તે પોતાની વૈવાહિક જવાબદારીઓ નિભાવવામાં કોઈ રસ લઈ રહી ન હતી. પતિએ જણાવ્યું હતું કે 2009માં પત્નીએ કરવા ચોથનું વ્રત પણ નહોતું કર્યું પતિનો આરોપ છે કે તેણે પત્નીનો મોબાઇલ નહોતો કરાવ્યો તેથી તેણે ઉપવાસ રાખવાની ના પાડી દીધી હતી.
પતિનો આરોપ છે કે એપ્રિલ 2011માં તે બીમાર હતો અને તેને સ્લિપ્ડ ડિસ્ક હતી. આ સમય દરમિયાન પત્નીએ સંભાળ ન લેતા કપાળ પરથી સિંદૂર કાઢી મંગળસૂત્ર ઉતારીને સફેદ સૂટ પહેરી પોતાને વિધવા જાહેર કરી હતી.

કોર્ટે છૂટાછેડાને કેમ મંજૂરી આપી?
ખંડપીઠે પતિની છૂટાછેડાની અરજી સ્વીકારવાના ફેમિલી કોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. કોર્ટના જણાવ્યા અનુસાર, કરવા ચોથના ઉપવાસ લગ્ન રદ કરવાના નિર્ણયનો આધાર ન બની શકે, પરંતુ જો કેસની અન્ય હકીકતોને ધ્યાનમાં લેવામાં આવે તો ફેમિલી કોર્ટનો નિર્ણય યોગ્ય છે. કોર્ટે કહ્યું કે એક પતિ માટે તેની પત્નીને આખી જિંદગી વિધવાની જેમ જીવતી જોવી તે પીડાદાયક હશે તે પણ એવે સમયે કે જ્યારે તે બીમાર હોય. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ