બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:45 AM, 5 September 2025
આજે શિક્ષક દિવસ છે, એવામાં આપણે જાણીશું કે, વિશ્વના કયા પાંચ દેશોમાં બેસ્ટ એજ્યુકેશન સિસ્ટમ છે. આપણે એ પણ જાણીશું કે તે દેશો શિક્ષણની બાબતે બીજા દેશો કરતા કેમ બેસ્ટ છે.
ADVERTISEMENT
'પ્રોગ્રામ ફોર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એસેસમેન્ટ' દર ત્રણ વર્ષે હાથ ધરવામાં આવતું ઇન્ટરનેશનલ મૂલ્યાંકન છે, જેમાં 15 વર્ષના વિદ્યાર્થીઓના અભ્યાસ (ગણિત, વિજ્ઞાન અને વાંચન ક્ષમતા)નું મૂલ્યાંકન કરવામાં આવે છે. આ રિપોર્ટમાં ફિનલેન્ડ, સિંગાપોર, જાપાન અને દક્ષિણ કોરિયા લગાતાર ટોપના દેશોમાં સ્થાન ધરાવતા રહ્યા છે. તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)ના ગ્લોબલ કોમ્પિટિટિવનેસ રિપોર્ટ મુજબ શિક્ષણ અને સ્કીલ ડેવલોપમેન્ટને પ્રતિસ્પર્ધા સૂચકાંકનો એક મહત્વપૂર્ણ હિસ્સો માનવામાં આવે છે. તેમાં સિંગાપોર અને ફિનલેન્ડ શિક્ષણની ગુણવત્તા અને સ્કીલ ટ્રેનિંગમાં બેહતર સ્થાને છે.
યુનેસ્કો અને યુનિસેફ એજ્યુકેશન રિપોર્ટ મુજબ, વૈશ્વિક શિક્ષણ સૂચકાંકોમાં કેનેડાની ક્વોલિટી અને ઈન્ક્લુસિવિટી માટે ઘણીવાર પ્રશંસા કરવામાં આવી છે. તો જાપાન, કેનેડા અને સિંગાપોર QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ/ટાઇમ્સ હાયર એજ્યુકેશન રેન્કિંગ્સમાં ઉચ્ચ શિક્ષણ અને યુનિવર્સિટી ક્વોલિટી માટે સતત હાઈ રેટિંગ મેળવી રહ્યા છે. National indicators and Literacy Rates મુજબ જાપાન અને દક્ષિણ કોરિયા લગભગ 100% સાક્ષરતા ધરાવતા દેશોમાં સામેલ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
દક્ષિણ કોરિયાની શિક્ષણ પ્રણાલી શિસ્ત અને સખત મહેનતની ખૂબ તારીફ થાય છે. અહીં શિક્ષણ કરિયર અને રાષ્ટ્રીય વિકાસ સાથે જોડાયેલું છે. આ દેશમાં વિદ્યાર્થીઓ લાંબા અભ્યાસના કલાકો અને સખત પરીક્ષા સિસ્ટમમાંથી પસાર થાય છે. અહીં શિક્ષણમાં આધુનિક ટેકનોલોજીનો ખૂબ ઉપયોગ થાય છે. દક્ષિણ કોરિયા ઈ-લર્નિંગ, સ્માર્ટ ક્લાસરૂમ અને ઓનલાઈન શિક્ષણમાં અગ્ર સ્થાને છે. આ દેશમાં શિક્ષણમાં માતાપિતાની ભૂમિકા ખૂબ મહત્વની છે. જ્યાં પરિવાર બાળકોના અભ્યાસમાં સહકાર આપે છે. અંગ્રેજી જેવી ભાષાઓમાં ટ્રેનિંગ વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્પર્ધા માટે તૈયાર કરે છે. આ શિક્ષણ મોડેલથી દક્ષિણ કોરિયાને ટેકનોલોજી અને અર્થતંત્રમાં ટોપ પર પહોંચવામાં મદદ મળી છે.
ADVERTISEMENT
દક્ષિણ પૂર્વ એશિયાનો સિંગાપોર દેશ શિક્ષણમાં સતત ઉચ્ચ સ્થાન ધરાવતો રહ્યો છે. અહીંની એજ્યુકેશન સિસ્ટમ વિદ્યાર્થીઓની પર્સનલ શક્તિઓ અને રુચિઓ મુજબ અવસર પૂરા પાડે છે. ગણિત, વિજ્ઞાન અને ટેક્નોલોજી વિષયોમાં તાલીમ આપવામાં આવે છે. અહીંનું અંગ્રેજી અને માતૃભાષા (ચીની, મલય અથવા તમિલ) બંનેમાં શિક્ષણ બાળકોમાં સાંસ્કૃતિક બેલેન્સ અને વૈશ્વિક દ્રષ્ટિકોણ વિકસાવે છે. અહી વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન વાર્ષિક પરીક્ષાઓ દ્વારા જ નહીં પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન કરવામાં આવે છે. આમ કડક શિસ્ત, ટેકનોલોજી આધારિત શિક્ષણ અને ભવિષ્યની જરૂરિયાતો મુજબ તૈયાર કરાયેલ સિલેબસ તેની વિશેષતાઓ છે.
ADVERTISEMENT
જાપાનની એજ્યુકેશન સિસ્ટમ મહેનત, નૈતિકતા અને ટીમવર્ક પર આધારિત છે. અહીંયા શરૂઆતથી જ બાળકોમાં શિસ્ત અને નૈતિક શિક્ષણના બીજ રોપવાની સિસ્ટમ બનાવવામાં આવી છે. જ્યાં નાનપણથી જ સમયનું પાલન, સ્વચ્છતા, ટીમ ભાવના અને જવાબદારી શીખવવામાં આવે છે. ક્લાસ રૂમમાં સમૂહ પ્રવૃત્તિઓ અને સામૂહિક ચર્ચાઓ પર ભાર મૂકવામાં આવે છે. જાપાનનો સાક્ષરતા દર લગભગ 100% છે, જે તેની એજ્યુકેશન સિસ્ટમની સફળતા દર્શાવે છે. ટેકનોલોજી અને સંશોધન-લક્ષી સિસ્ટમે જાપાનને વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર બનાવ્યું છે. તેમના શિક્ષણમાં નૈતિક મૂલ્યોની સાથે આધુનિક વિજ્ઞાન પર સમાન ધ્યાન આપવાથી જાપાની એજ્યુકેશન સિસ્ટમને એક અલગ ઓળખ મળી છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, આ પાંચ દેશોની એજ્યુકેશન સિસ્ટમમાં કેટલીક સામાન્ય લાક્ષણિકતાઓ પણ છે. જેમાં શિક્ષકોનો ઉચ્ચ દરજ્જો અને તેમની પ્રશિક્ષિતતા. બાળકોની સર્જનાત્મકતા અને વ્યવહારુ શિક્ષણ પર ભાર. ટેકનોલોજી અને આધુનિક સંસાધનોનો ઉપયોગ. સમાન અવસર અને સહકાર. જેમાં ફિનલેન્ડ માનવીય દ્રષ્ટિકોણ અને સંતુલિત જીવનને પ્રાથમિકતા આપે છે. દક્ષિણ કોરિયા સખત મહેનત અને સ્પર્ધા પર આધારિત છે. સિંગાપોર અને જાપાન ટેકનોલોજી અને શિસ્ત પર ભાર મૂકે છે. તો કેનેડા સમાનતા અને સમાવેશિતાને આદર કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.