બ્રેકિંગ ન્યુઝ
બોલિવૂડ એક્ટર્સ હંમેશા પાપારાઝીના નિશાના પર જ હોય છે, પાપારાઝી એમની આસપાસ જ હોય છે. સ્ટાર્સ કશે પણ જાય પાપારાઝી એમને ઘેરી વાલે છે. પાપારાઝી સાથે તાલમેલ બેસાડીને ચાલવું એ સ્ટાર્સ માટે જરૂરિયાત અને મજબૂરી બંને બની ગયું છે. ઘણીવાર એવું પણ થાય છે કે સ્ટાર્સ ફોટોગ્રાફર્સના વલણથી પરેશાન થઈ જાય છે, પણ તેમને મેનેજ કરવું પડે છે. ઘણી વખત કેટલાક કલાકારો પાપારાઝી પર ગુસ્સે થતા પણ જોવા મળ્યા છે. એમાં પણ ઘણીવાર તેઓ અભિનેત્રીઓને ચોક્કસ પોઝ આપવા કહે છે અને તેમના શરીરના અમુક ભાગો પર ઝૂમ કરે છે, એ પણ એક અલગ પ્રકારની સમસ્યા છે. મૃણાલ ઠાકુર, પલક તિવારી અને તાપસી પન્નુ ઘણી વખત પાપારાઝીને ઠપકો આપતા જોવા મળ્યા છે. આ દરમિયાન ઘણીવાર બોલ્ડ અંદાજમાં જોવા મળતી નોરા ફતેહી પેપ કલ્ચર પર ચૂપ રહી હતી. હવે એક ઈન્ટરવ્યુમાં તેણે આ સમગ્ર પરિસ્થિતિ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
નોરા ફતેહીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે મને લાગે છે કે તેઓએ આ પહેલાં આવા હિપ્સ જોયા નથી. લાગે તો એવું જ છે. મીડિયા ફક્ત મારી સાથે જ નહીં પરંતુ અન્ય મહિલા કલાકારો સાથે પણ આવું કરે છે. તેઓ તમારા હિપ્સ પર ઝૂમ નથી કરતા કારણકે કદાચ આવું કરવું એતું એકસાઇટિંગ નથી, પરંતુ તેઓ બીજા પ્રાઇવેટ પાર્ટ્સ પર કારણ વગર ઝૂમ કરે છે. ઘણીવાર મને લાગે છે કે અહીં ઝૂમ કરવાનું કોઈ ખાસ કારણ ન હતું. પછી તેઓ કઈ વસ્તુ પર ફોકસ કરી રહ્યા છે?
ADVERTISEMENT
ADVERTISEMENT
નોરા ફતેહીએ કહ્યું કે કમનસીબે આ બધી વસ્તુઓ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરે છે. તેઓ માત્ર સોશિયલ મીડિયા એલ્ગોરિધમ ગેમ રમી રહ્યા છે. મને ભગવાને સુંદર શરીર આપ્યું છે અને મને તેનો ગર્વ છે. મને તેમાં શરમ નથી આવતી. અભિનેત્રીએ કહ્યું કે બની શકે કે ઝૂમ કરવા પાછળનો તેમનો ઇરાદો ખરાબ હોય પરંતુ તે એક અલગ ચર્ચા છે. હું દરેકનો કોલર પકડીને તેને પાઠ ભણાવી શકતી નથી. પરંતુ હું એ રીતે જ ચાલુ છું જે રીતે હું ચાલુ છું અને હું મારા શરીર સાથે ખૂબ જ કમ્ફર્ટેબલ છું.
ADVERTISEMENT
વધુ વાંચો: 'મને એક વાતનો પસ્તાવો છે કે...', માધુરી દીક્ષિતની આ હિટ ફિલ્મને લઈ શું બોલી મનીષા કોઇરાલા
ADVERTISEMENT
નોરા ફતેહીએ કહ્યું, મને લાગે છે કે સુંદરતા અને ઉદાસી બંને જોનારની આંખમાં હોય છે. હું જેની સાથે કામ કરું છું તેમાંથી ઘણા લોકો આવે છે અને મારી કહાનીના વખાણ કરે છે કે હું કેવી રીતે આગળ આવી છું અને મેં ઇન્ડસ્ટ્રી અને પોતાની બ્રાંડને શું આપ્યું છે. બની સકે કે કેટલાક લોકોને મારા વિશે કઈ ખાસ જાણકરી ન હોય પરંતુ તેમને સમજવામાં સમય લાગશે. પરંતુ જે લોકો સાથે મેં કામ કર્યું છે તેઓ મને ખૂબ જ સન્માન સાથે મળ્યા છે. તેમણે મારા વખાણ કર્યા છે અને કહ્યું છે કે હું મારા કામ પ્રત્યે ગંભીર છું.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.