બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / No DNA test of child to prove infidelity charge : SC

ન્યાયિક / મહિલાઓ બેવફા હોય તો પણ પેદા થયેલા બાળકનો DNA ટેસ્ટ ન થઈ શકે- સુપ્રીમનો મોટો ચુકાદો

Hiralal

Last Updated: 03:10 PM, 22 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાળકોના ડીએનએ ટેસ્ટને લઈને સુપ્રીમ કોર્ટે એક મોટી ટીપ્પણી કરી છે.

  • બાળકોના ડીએનએ ટેસ્ટને લઈને સુપ્રીમની મોટી ટીપ્પણી
  • ડીએનએ ટેસ્ટ બાળકોના માનસિક આરોગ્ય પર અસર કરી શકે
  • બેવફાઈની આશંકાએ ડીએનએ ટેસ્ટ ન કરાવી શકાય 

વૈવાહિક સંબંધોમાં બેવફાઈની શંકાને સાબિત કરવા માટે સુપ્રીમ કોર્ટે સગીર બાળકોના ડીએનએ પરીક્ષણને લઈને મોટી ટીપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે, આવો શોર્ટકટ અપનાવવો યોગ્ય નથી. આ ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે અને બાળકો પર માનસિક અસર કરી શકે છે. કોર્ટે કહ્યું કે, એક એવો ટ્રેન્ડ વધી રહ્યો છે કે, પતિ-પત્ની વચ્ચે બેવફાઈની શંકા બાદ તેઓ બાળકોના ડીએનએ ટેસ્ટ કરાવવાની વાત શરૂ કરી દે છે. ખંડપીઠ એક મહિલા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરી રહી હતી જેણે 2021ના બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને પડકાર્યો હતો. બોમ્બે હાઈકોર્ટે બાળકનો ડીએનએ ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો હતો. ઓગસ્ટ 2021માં પુણે કોર્ટે પણ આવો જ આદેશ આપ્યો હતો. આ દંપતીની છૂટાછેડાની અરજી 2017થી પેન્ડિંગ છે.

બાળકો કંઈ પદાર્થ નથી કે જેનો ડીએનએ ટેસ્ટ થઈ શકે- સુપ્રીમ 
જસ્ટિસ વી રામાસુબ્રમણ્યમ અને બી વી નાગરથનાએ જણાવ્યું હતું કે, "બાળકોને પણ પોતાને ન્યાયી ઠેરવવા માટે તેમની ગોપનીયતા સાથે સમાધાન ન કરવાનો અધિકાર છે." તે ગોપનીયતાના અધિકારનો મુખ્ય ભાગ છે. કોર્ટે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે બાળકો એવા પદાર્થ નથી જેના ડીએનએ ટેસ્ટ કરાવવા જોઈએ. ખાસ કરીને જ્યારે તેઓ છૂટાછેડાના કેસમાં પણ પક્ષકાર ન હોય.

આડાસંબંધોને કારણે બાળકોના અધિકારનું બલિદાન ન આપી શકાય 
હાઈકોર્ટના ચુકાદાને બાજુએ મૂકીને જસ્ટિસે  આદેશમાં કહ્યું કે, "ડીએનએ પરીક્ષણના સવાલ પર, આપણે બાળક વતી વિચારવાની જરૂર છે, તેના માતાપિતા પર નહીં." બાળકો એ સાબિત કરવા માટેનું સાધન ન હોઈ શકે કે તેમના માતાપિતા આડાસંબંધો ધરાવતા હતા. અન્ય પુરાવા સાથે બેવફાઈ સાબિત કરવાનું કામ પતિનું છે. આ માટે બાળકના અધિકારોનું બલિદાન આપવું યોગ્ય નથી.

માસૂમ બાળકોને ડીએનએ રુપી સ્ટ્રેસ ન આપી શકાય
કોર્ટે અવલોકન કર્યું હતું કે આવા કિસ્સાઓ ઘણીવાર ફેમિલી કોર્ટમાં આવે છે કે પતિ તેની પત્નીની બેવફાઈ સાબિત કરવા માટે ડીએનએ પરીક્ષણની માંગ કરે છે. આ પછી હિંદુ મેરેજ એક્ટ હેઠળ છૂટાછેડાની અરજી સ્વીકારવામાં આવે છે. જસ્ટિસ નાગરથનાએ કહ્યું, "જો કોઈ બાળકનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવે છે, જો તેને લાગે છે કે તેના પિતા એવા વ્યક્તિ છે જેને તે જાણતો પણ નથી, તો તે તેના માનસિક સ્વાસ્થ્યને ખરાબ રીતે અસર કરે છે." માસૂમ બાળકોને આ પ્રકારનો સ્ટ્રેસ ન આપી શકાય.

શું હતો કેસ 
આ દંપતીએ 2005માં લગ્ન કર્યાં હતાં અને ત્રણ વર્ષ પહેલાં એક બાળકનો જન્મ થયો હતો. પતિએ બીજા બાળકનો ડીએનએસ ટેસ્ટ કરાવવાની વાત કરી હતી. તેને શંકા હતી કે તેની પત્ની અન્ય પુરુષ સાથે સંબંધમાં છે. પતિએ ખાનગી સ્તરે ડીએનએ ટેસ્ટ પણ કરાવ્યો હતો અને જાણવા મળ્યું હતું કે તે બાળકનો બાયોલોજિકલ પિતા નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ