બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / Nitinbhai says now I have to become a poet and the MLA said thats all you have to do
ADVERTISEMENT
મેવાણીએ કવિ અંદાજમાં કવિતા કહી કે,‘એવી ઘણી છે રચના ભાવ જેમાં કઈ નથી હોતા, એવા ઘણાં છે ભાવ જેની રચના થઈ નથી શકતી. આપના હૃદયમાં એ ભાવની રચના થઈ નથી શકતી એ ભાવ અમારા સુધી પહોંચી ચુક્યા છે. આ સાંભળીને નીતિન પટેલે સામેથી કહ્યું કે,"હવે તો મારે ય કવિ બનવું પડશે.' ત્યારે મેવાણીએ પણ હસતાં હસતાં કહ્યું કે, 'તમારે એ જ કરવાનું છે.'
ADVERTISEMENT
રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરે તે પહેલાં સમર્થકોની એટલી ભીડ ઉમટી કે, વિધાનસભામાં લોબીમાં ખુદ મંત્રી-ધારાસભ્યોને ય ગૃહમાં જતાં ધક્કે ચડવું પડ્યું હતું. ભીડને લીધે વિરોધપક્ષના નેતાની ઓફિસમાં પણ શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને ફોર્મ ભરવા જતાં ધક્કા ખાવા પડ્યા હતાં.
ભાજપના આશા પટેલને ટોણા સાંભળવા મલ્યા કે,'અમારી આશા ઠગારી નીવડી’. કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા ઉંઝાના ધારાસભ્ય આશાબહેન પટેલે સરકારના શિક્ષણ વિભાગના બજેટની ભારોભાર પ્રશંસા કરી હતી. સાથે જ તેમણે ટોણો મારતા કોંગ્રેસના સભ્યોને કહ્યું હતું કે,'તમારામાં આંતરિક વિવાદને દૂર કરો પછી શિક્ષણની વાત કરજો.'
ADVERTISEMENT
આ સાંભળીને કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરે વળતો જવાબ આપતા કહ્યું કે,'અમને પણ ઘણી આશાઓ હતી પરંતુ અમારી જ આશા ઠગારી નિવડી.' જો કે ગેની બહેન આ વાક્ય બોલતાં જ વિપક્ષ તો ઠીક શાશક પક્ષના ધારાસભ્યો પણ પેટ પકડીને હસ્યા હતા. આવા ઘણાંય ટાણાઓ સાથે ગૃહમાં ચર્ચાઓ પૂરાજોશમાં ચાલી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.