ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Nirmala sitaraman to brief press economy package to be announced

કોરોના / કેન્દ્ર સરકારે 1.70 લાખ કરોડના રાહત પેકેજથી ખેડૂતો, મજૂરો અને નોકરિયાતો માટે તિજોરી ખોલી

Published By: Dharmishtha

Last Updated: 09:26 PM, 26 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના સંકટમાં કેન્દ્ર સરકાર દ્વારા 1.70 લાખ કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. મહત્વનું છે કે આ પેકેજ લોકડાઉનને કારણે પ્રભાવિત થયેલા ગરોબોની રાહત માટે જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે કોરોના સંકટમાં ફરજ પર હાજર 20 લાખ સ્વાસ્થ્યકર્મીઓ માટે 50 લાખનો વીમો જાહેર કરવામાં આવ્યો છે. તેમ જ ખેડૂતો અને EPF ધારકો માટે પણ મહત્વની જાહેરાતો કરવામાં આવી છે.

ADVERTISEMENT

  • પીએફના 12-12 ટકાના પૈસા સરકાર બંને બાજુથી આપશે
  • નોન રિફંડેબલ એડવાન્સ 75 ટકા જમા રકમ કે ત્રણ મહિનાનું વેતન નીકળવાની સુવિધા અપાશે
  •  80 કરોડ ગરીબ લોકોને ભોજન આપવાની વ્યવસ્થા કરવામાં આવશે

રાજ્ય સરકારને આદેશ આપ્યો કે તેઓ જિલ્લા મિનરલ ફંડનો ઉપયોગ મેડિકલ સ્ક્રીનિંગ, ટેસ્ટિંગ, કોરોના વિષે જાગરૂકતા માટેના કામમાં કરે.

નિર્માણ વર્કર્સને માટે તેમના વેલફેર ફંડમાં 31 હજાર કરોડ છે અને 3.5 કરોડ મજૂર છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને કહ્યું કે કોઈપણ મુશ્કેલ સ્થિતિમાં મદદ કરે. કોરોના લોકડાઉનની સ્થિતિ છે ત્યારે આ રાશિથી રાજ્ય સરકાર તેમને ફાયદો પહોંચાડે. 

EPFને લઈને મોટી જાહેરાત

EPF વિશે વાત કરતા સરકારે જાહેરાત કરી હતી કે સરકાર આગામી ત્રણ મહિના સુધી કર્મચારી અને કંપનીનો હિસ્સો આપશે. જેનો અર્થ છે કે સરકાર આગામી ત્રણ મહિના સુધી પીએફના 12-12 ટકાના પૈસા સરકાર બંને બાજુથી આપશે. આ રાહત એ લોકોને લાગુ પડશે જેમાં 100 સુધી કમર્ચારીઓ ધરાવતી કંપનીઓ હશે જેમાં 90 ટકા કર્મચારીઓનો પગાર 15000થી ઓછો હશે. આ જાહેરાતથી 80 લાખ કર્મચારીઓને ફાયદો થશે અને 4 લાખ કંપનીઓને ફાયદો મળશે.

આ ઉપરાંત PF સ્કીમ રેગ્યુલેશનમાં બદલાવ કરીને નોન રિફંડેબલ એડવાન્સ 75 ટકા જમા રકમ કે ત્રણ મહિનાનું વેતન નીકળવાની સુવિધા અપાશે.

ઉજ્જવલા યોજનાને લઈને જાહેરાત

ઉજ્જવલા યોજના હેઠળ 8 કરોડ BPL પરિવારોને ત્રણ મહિના સુધી ફ્રી ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરાઈ છે.

મહિલાઓ માટે મહત્વની જાહેરાત

20 કરોડ મહિલાઓના ખાતામાં આવાતા ત્રણ મહિના સુધી 500 રૂપિયા પ્રતિ મહિના જમા થશે.

વૃદ્ધો અન દિવ્યાંગોને પણ રાહત

વૃદ્ધ, વિધવા અને દિવ્યાંગો માટે 1000 રૂપિયા વધારાના આપવામાં આવશે. આ આવતા ત્રણ મહિનાઓ સુધી રહેશે. જેને બે હપ્તાઓમાં જમા કરવામાં આવશે. આ વર્ગના લોકો માટે ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર કરવામાં આવશે. આ પહેલનો ફાયદો લગભગ 3 કરોડ લોકોને મળશે.

મજૂરોની મજૂરી વધારાઈ

સીતારમણે જણાવ્યું કે મનરેગા હેઠળ આવતા મજૂરોની મજૂરી વધારી દેવાઈ છે. આ મજૂરી પેહલાં 182 રૂપિયા હતી જે હવે 202 રૂપિયા કરાઈ છે. જેનો ફાયદો 5 કરોડ પરિવારને થવાની આશા છે.

8 કરોડ ખેડૂતો માટે પણ મોટી જાહેરાત

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતો માટે પણ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં હપ્તાના  2000 રૂપિયા એપ્રિલ મહિનામાં  તેમના ખાતામાં જમા કરવાનો નિર્ણય કરાયો છે. આ જાહેરાત 8 કરોડ ખેડૂતોને ફાયદો થશે. જન-ધન ખાતાથી પૈસા સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થશે.

20 લાખ કર્મચારીઓને 50 લાખનો વીમો

નાણામંત્રી સિતારમણે કોરોના સંકટમાં કામ કરી રહેલાં સ્વાસ્થ્ય કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમના માટે 50 લાખ રૂપિયાના મેડિકલ વીમાની જાહેરાત કરી છે. તેમાં આશા વર્કર, પેરામેડિકલ સ્ટાફ, ટેક્નિકલ સ્ટાફ, ડોક્ટર સહિતના કર્મચારીઓનો સમાવેશ થાય છે. તેનાથી 20 લાખ જેટલા કર્મચારીઓને લાભ મળશે.

સસ્તા અનાજની પણ જાહેરાત

આ ઉપરાંત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં 80 કરોડ ગરીબ લોકોને ભોજન આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. કોઇ ગરીબ ભૂખ્યુ ન રહે તેથી દરેક વ્યક્તિને  5 કિલો ઘઉં અથવા ચોખા આગામી ત્રણ મહિના માટે આપવામાં આવશે. તે સિવાય તેમને અગાઉ જે પાંચ કિલોનો જથ્થો મળે છે તે પણ મળશે. 1 કિલો પસંદગીની દાળ પરિવાર દીઠ આગામી ત્રણ મહિના માટે અપાશે.

નાણા મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સની મહત્વની વાતો

  • નિર્મલા સીતારમણે 1. 7 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી 
  •  36 કલાક બાદ ફરી નાણામંત્રીએ પેકેજ જાહેર કર્યા
  • પહેલા કમ્પલાયન્સની રાહત
  • એ બાદ મજદૂર ગરીબ એવા લોકો જેને જરૂર છે 
  • ગરીબોને કેવી રીતે રાત મળે તે માટે વાત કરી 
  • ગરીબ કલ્યાણ પેકેજ રજૂ કર્યુ
  • સ્વાસ્થ્ય ક્ષેત્રના યોદ્ધા ડોક્ટર, સફાઈકર્મચારી આશાવર્કર, પેરામેડિકલ સ્ટાફ, ફ્રન્ટ લાઈન યોદ્ધા માટે   કોઈ દુર્ઘટના ન થાય તે માટે 50 લાખ અમાઉન પ્રતિ વ્યક્તિ કરી
  • 20 લાખ કર્મચારીઓને લાભ મળશે.  

આ અગાઉ પણ નાણામંત્રી અમુક રાહતની જાહેરાતો કરી ચૂક્યાં છે. જેમાં તેઓ ATMમાંથી પૈસા કાઢવાનો ચાર્જ અને બેંકમાં મિનિમમ બેલેન્સનો નિયમ લાગુ નહીં પડે.  તેમજ જીએસટી અને ITR તારીખ 30 જૂન સુધી કરી હતી. આવામાં આજે જોવાનું રહેશે કે નાણામંત્રી અન્ય કઈ જાહેરાત કરે છે.

દેશ કોરોના વાયરસ સામે લડી રહ્યો છે. લોકડાઉન અને કોરોના વાયરસને કારણે લોકો દેશ અને વિશ્વને આર્થિક ફટકો પડ્યો છે. ત્યારે અર્થવ્યવસ્થાને તેમજ રોજગાર ધંધાને પગલે નિર્મલા સીતારમણ મહત્વની જાહેરાત કરી શકે છે. ત્યારે કહેવાય છે કે કોરોના સંકટથી બહાર આવવા મોદી સરકારે ગઈ કાલની કેબિનેટ બેઠકમાં આર્થિક રાહત પેકેજનો પ્લાન ઘડ્યો હોઈ શકે.

મહત્વનું છે કે ગઈ કાલે થયેલી કેબિનેટ બેઠક બાદ સરકારે લોકોને સસ્તા અનાજ આપવાની જાહેરાત કરી હતી. આ સાથે કોઈને પણ ગભરાઈને સામાન ન ખરીદવાની પણ અપીલ કરી હતી. પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે સરકારે પર્યાપ્ત પગલાં ભરીને દરેક રાજ્યોમાં અન્ન તેમ જ જીવન જરૂરિયાતની વસ્તુઓની વ્યવસ્થા અગાઉથી કરી લીધેલી છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Economy Nirmala Sitaraman Package કોરોના વાયરસ નિર્મલા સીતારમણ પેકેજ રાહત coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ