બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / nirali multispeciality hospital inauguration by PM Modi

સુવિધા / નવસારીમાં PM મોદીના હસ્તે નિરાલી હોસ્પિટલના હેલ્થ કોમ્પલેક્ષનું લોકાર્પણ, જાણો શું છે વિશેષતા

Dhruv

Last Updated: 02:17 PM, 10 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદી નિરાલી હોસ્પિટલના હેલ્થ કોમ્પલેક્ષનું લોકાર્પણ કરતા કહ્યું કે, 'હવેથી નવસારી સહિત આસપાસના તમામ જિલ્લાના લોકોને ખૂબ જ સારી સુવિધાઓ મળશે.'

  • PMના હસ્તે નિરાલી હોસ્પિટલના હેલ્થ કોમ્પલેક્ષનું લોકાર્પણ
  • છેલ્લાં 20 વર્ષમાં ગુજરાતે વિવિધ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી: PM
  • ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે ખૂબ સારું કામ થયું: PM મોદી

આજ રોજ PM મોદી નવસારીની મુલાકાતે છે ત્યારે તેઓએ નવસારીના ખુડવેલમાં ગુજરાત ગૌરવ અભિયાનમાં 2151 કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યાર બાદ PM મોદીએ તાજેતરમાં જ નિરાલી હોસ્પિટલના હેલ્થ કોમ્પલેક્ષનું લોકાર્પણ કર્યું. જ્યાં તેઓએ સંબોધન કરતા જણાવ્યું કે, 'હવેથી નવસારી સહિત આસપાસના તમામ જિલ્લાના લોકોને આ આધુનિક હોસ્પિટલથી ખૂબ જ સારી સુવિધાઓ મળશે. છેલ્લાં 20 વર્ષમાં ગુજરાતે વિવિધ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે.'

ગુજરાતમાં સ્વાસ્થ્ય સેવાઓને ગરીબો સુધી લઈ જવાનું અભિયાન ચલાવાયું: PM

વધુમાં કહ્યું કે, 'ગુજરાતનો સ્વભાવ ઉર્જાવાન છે, આપણે જ્યાં પહોંચ્યા છીએ ત્યાંથી વધુ આગળ જવાનું છે, જનભાગીદારી વધશે એટલો દેશનો વિકાસ થશે. ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે ખૂબ સારું કામ થયું, સ્વાસ્થ્ય સેવાઓને ગરીબો સુધી લઈ જવાનું અભિયાન ચલાવાયું અને ગ્રામ્ય વિસ્તારોમાં હેલ્થ સેન્ટર બનાવાયા છે.'

જાણો શું છે તેની વિશેષતા?

નવસારી મેડિકલ કોલેજની વિશેષતા

  • બોય્સ હોસ્ટેલ
  • ગર્લ્સ હોસ્ટેલ
  • ઓડિયો-વીડિયો ડિજિટલ સેવાઓથી સજ્જ લેક્ચર થિએટર્સ 
  • મલ્ટિપર્પઝ હોલ
  • ચાઈલ્ડ કેર સેન્ટર
  • સ્ટુડન્ટ કાઉન્સિલ સેવાઓ

નવીન હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ

  • 450 બેડની ક્ષમતા
  • 4 મોડ્યુલર ઓપરેશન થિયેટર
  • કુલ 8 ઓપરેશન થિયેટર
  • 22 OPD ક્લિનિક સેવાઓ

PM મોદીએ આજે નવસારીમાં રૂ.2151 કરોડની યોજનાઓનું કર્યું ખાતમુહૂર્ત

ઉલ્લેખનીય છે કે, PM મોદીએ આજે નવસારીમાં રૂ.2151 કરોડની યોજનાઓનું ખાતમુહૂર્ત કર્યું છે. નવસારીના ખુડવેલમાં આજે રૂ.2151 કરોડની યોજનાઓનું ખાતમુહૂર્ત કરીને દક્ષિણ ગુજરાતને એક મોટી ભેટ આપી છે. જ્યાં તેઓએ સંબોધન કરતા કહ્યું હતું કે, 'અમે રાજકીય આટાપાટમાં સમય બરબાદ કરનારા નથી. અમારા માટે સત્તામાં રહેવું એટલે સેવાનું કામ કરવું છે.'

ચિખલી સાથે મારો વર્ષો જૂનો નાતો છે, અહીંયા રહ્યો મારે કોઈ દિવસ ભૂખ્યા રહેવાની નોબત નથી આવી: PM

PM મોદીએ નવસારીના ખુડવેલમાં સંબોધન કરતા જણાવ્યું કે, 'ચિખલી સાથે મારો વર્ષો જૂનો નાતો છે. અહીં હું બસમાં આવતો, આટલા વર્ષો અહીંયા રહ્યો મારે કોઈ દિવસ ભૂખ્યા રહેવાની નોબત નથી આવી.'

એક સમયે CM પાણીની ટાંકીનું ઉદ્ઘાટન કરતા અને હું આજે 3 હજાર કરોડના કાર્યોનું ઉદ્ઘાટન કરું છું : PM

PM મોદીએ કહ્યું કે, 'ભૂતકાળમાં અહીં આપણે ત્યાં આ જ વિસ્તારના એક એવાં મુખ્યમંત્રી હતાં કે જેમના પોતાના ગામમાં જ પાણીની ટાંકી ન હોતી. હેડપમ્પ લગાવે, એ પણ 12 મહિને સૂકા થઇ જાય એના વાયસર પતી જાય, આ બધાને ખબર છે. પણ હું આવ્યો, મે ગુજરાતમાં જવાબદારી લીધી અને એમના ગામમાં મે ટાંકી બનાવી. એક જમાનો ગુજરાતમાં એવો હતો કે, ગુજરાતના એક મુખ્યમંત્રીએ જામનગરમાં પાણીની એક ટાંકી બનાવી અને તેનું ઉદ્ઘાટન કર્યું હતું. બાદમાં ગુજરાતના છાપામાં પહેલાં પાના પર મોટા ફોટા છપાયા હતા કે મુખ્યમંત્રીએ પાણીની ટાંકીનું ઉદ્ઘાટન કર્યું. એ દિવસો ગુજરાતે જોયા છે. અને આજે મને ગર્વ થાય છે કે, હું આદિવાસી વિસ્તારમાં 3 હજાર કરોડના કાર્યોનું ઉદ્ઘાટન કરું છું.'

જે હું મારા કાર્યકાળમાં ન હોતો કરી શક્યો તે મારા સાથી કરી રહ્યાં છે: PM

PM મોદીએ નવસારીથી સંબોધન કરતા જણાવ્યું કે, 'ગુજરાત છોડ્યા બાદ જે-જે લોકોએ ગુજરાતને સંભાળવાનું દાયિત્વ સંભાળ્યું તેમાં આજે ભૂપેન્દ્ર પટેલ અને C.R પાટીલની જોડી જે ઉમંગ અને ઉત્સાહ સાથે નવો વિશ્વાસ જગાવી રહી છે તે તેનું જ પરિણામ છે કે મારી સામે આજે પાંચ લાખથી પણ વધારે આટલી મોટી સંખ્યામાં લોકો અહીં આવ્યાં. મને ગર્વ એ વાતનું થાય છે કે જે હું મારા કાર્યકાળમાં ન હોતો કરી શક્યો તે મારા સાથી કરી રહ્યાં છે અને તમારો પ્રેમ વધતો જ જઇ રહ્યો છે. એટલે મને સર્વાધિક ગર્વ થઇ રહ્યો છે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ