બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Nilgai and wild boar destroy farmers' standing crop in Sabarkantha, Gir-Somnath and Dwarka

રોવાનો વારો / સાબરકાંઠા, ગીર-સોમનાથ અને દ્વારકામાં ખેડૂતોનો ઉભો પાક નસ્તેનાબૂદ કરી નાખે છે નીલગાય અને જંગલી ભૂંડ

Mehul

Last Updated: 05:40 PM, 9 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌરાષ્ટ્ર ઉપરાંત સાબરકાંઠા જિલ્લામાં  ખેતીના પાકને  નીલગાય નુકસાન કરે છે. રાત્રી દરમિયાન ખેતરોમાં ઘૂસી જતી નીલગાય ખેતરના ઉભા પાકને નુકશાન કરે છે. ખેડૂતો ત્રાહિમામ થઇ ઉઠયા છે.

  • ગીર,કલ્યાણપૂર અને સાબરકાંઠામાં નીલગાયનો ત્રાસ 
  • ખેડૂતોના ખેતર સાફ કરી જતા રાની પશુઓ સામે જંગ 
  • વન્ય પ્રાણી માટે ખેડૂતોની માગણી, સરકાર કરે મદદ 


 ગીરનાં ગામોના,જ્યાં ગીર જંગલ માંથી ખેડૂતો માટે નવી આફત આવી છે. ગીરનું જંગલ એટલે કોઈ મનુષ્ય વન વિભાગની મંજૂરી વગર પ્રવેશ ન કરી શકે અને પ્રવેશ કરે તો પણ વન્ય પ્રાણીઓને ખલેલ પહોંચે તેવું કૃત્ય કરે તો કાયદાકીય રીતે ગુનો લાગુ પડે છે. પરંતુ એજ વન્ય પ્રાણીઓ માનવ વસાહતમાં આવી માનવ જીવ અને ખેડૂતોના પાકને નુકશાન કરે તો ?. બસ આવું જ બની રહ્યું છે ગીરના ખેડૂતોની સાથે. ગીર સોમનાથ જિલ્લાના અનેક ગામોમાં નીલગાય અને જંગલી ભૂંડનાં ત્રાસને કારણે ખેડૂતોએ ચાર મહિના મહેનત કરી તૈયાર કરેલો પાક તહેશનહેશ કરી નાખે છે. ગીર સોમનાથનાં ગીર બોર્ડર અને દરિયાઈ પટ્ટીનાં ગામોની ખેતીની જમીન માં ઉભા પાકનો સોથ વાળતા વન્યપ્રાણી નીલગાય, રોઝ અને ભૂંડને કારણે ખેડૂતોની સ્થિતિ દયનિય બની છે.

ગીર પંથકમાં આતંક 
ગીરનાં ગ્રામ્ય વિસ્તારોમાં જંગલી પશુઓનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. ભૂંડ અને નીલગાય ખેડૂતોનાં પાકોને તબાહ કરી રહ્યા છે. કોડીનારના ખેડૂતો જંગલી પશુઓથી ત્રાસી અનેકવાર મામલતદાર અને કોડીનાર ધારાસભ્યને આવેદન પત્ર પણ પાઠવી પાકને બચાવવા રજૂઆત કરી શુક્ય છે. અને ગીર સોમનાથનાં ગ્રામ્ય વિસ્તારોનાં ખેડુતોને જંગલી પશુઓ બરબાદ કરી રહ્યા છે. આ સંદર્ભે વન વિભાગ જાગે અને સરકાર દ્વારા વન વિભાગને સૂચના આપી યોગ્ય કાર્યવાહી કરવા કહે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે જેથી અમારા પાકને બચાવી શકાય. વન્યપ્રાણી ઓથી ખેડૂતોના પાકને નુકશાન થાય અને સહાય મળે તે સહાય પણ ન જોઈએ. બસ ખેડૂતોને તો આ આતંક મચાવતા જંગલી ભૂંડ અને નીલ ગાયથી કાયમી માટે છુટકારો જોઈએ છે.

કલ્યાણપૂરમાં પણ આ જ સ્થિતિ 

કલ્યાણપુર ખંભાળિયા ભાણવડ જેવા તાલુકાઓમાં મુખ્યત્વે મગફળીનું વાવેતર કરતા ખેડૂતોને રેઢિયાળ ઢોર તેમજ જંગલી પશુઓ રોઝ,ભૂંડ ના કારણે વ્યાપક પાકને નુકસાની વેઠવી પડી રહી છે આ મામલે ખેડૂતોએ અનેક વખત રજુઆત પણ કરી છે મગફળી ના પાકમાં ખેડૂતો રાત દિવસ મહેનત કરે છે પરંતુ રોઝ અને જંગલી ભૂંડ ના કારણે પાકનું કચ્ચરઘાણ આ પશુઓ વાળી રહ્યા છે.

કલ્યાણપુર તાલુકામાં મગફળી એટલે શ્રેષ્ઠ ઉત્પાદન અને ખેડૂતોને સારું વળતર આપતો પાક પણ જંગલી ભૂંડ અને રોઝ રાતના સમયે જંગલોમાંથી ખેતરો સુધી પહોંચી જતા હોય છે જેના કારણે પાકને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે ખેડૂતોને દિવસે ખેતીમાં ધ્યાન આપવું પડે છે તો રાતે જાગી ને આ જંગલી પશુઓનું ધ્યાન રાખવું પડે છે જંગલી પશુઓ ખેતરોમાં વિનાશ વેરી ચાલ્યા જાય છે ખોરાકની શોધમાં પશુઓ ખેતરોમાં વ્યાપક તબાહી નોતરી રહ્યા છે 

ગૌચરની જમીનોમાં ઘાસ રહ્યું ન હોઈ ખેતરો સુધી આ પશુઓ ઉભા પાકને નુકસાન કરી રહ્યા છે મગફળી પાક ને મૂળિયા સહીત  આ પશુઓ ઉખેડી ફેંકે છે પશુઓના ત્રાસથી ખેડૂતો ત્રાહિમામ પોકારી  ઉઠ્યા છે વ્યાપક નુકસાની ખેડુતો  વેઠી રહયા છે રેઢિયાળ અને જંગલી પશુઓ જંગલો ઓછા થતા ખોરાક ની શોધમાં ખેતરોમાં તબાહી સર્જી રહ્યા છે ત્યારે જગત તાતની હાલત કફોડી બની છે.

સાબરકાંઠામાં પણ ખેડૂતોને રંજાડ 

 આ સ્થિતિ માત્ર સૌરાષ્ટ્રમાં જ નથી સાબરકાંઠા જિલ્લામાં  ખેતીના પાકને  નીલગાય નુકસાન કરે છે. રાત્રી દરમિયાન ખેતરોમાં ઘૂસી જતી નીલગાય ખેતરના ઉભા પાકને નુકશાન કરે છે.ઉભો પાક નષ્ટ થતાં ખેડૂતોમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે. મોડી સાંજે લીલુછમ દેખાતું ખેતર સવાર સુધીમાં તો વેરાન થઇ  જતું જોવા મળે છે. નીલગાયના ત્રાસથી તૈયાર પાકમાં ઉત્પાદનમાં ઘટાડો  થાય છે.   ખેડૂતોએ રાત્રી સમયે  ખેતરમાં પહેરો રાખવો પડે છે. ખેડૂતોના પહેરા બાદ પણ ખેતીના પાકને નુકસાન થાય છે. રાની પશુઓ રાત્રીના સમયે એકલ દોકલ ખેડૂતો પર પણ હુમલો કરે છે.  ખેડૂતોની ફરિયાદ છે કે, સરકારની ખેત ફેન્સિંગ યોજનાની સબસિડી ખેડૂતો સુધી નથી પહોંચતી. પરિણામે સરકારની સબસિડીની યોજના માત્ર કાગળ પર હોવાની પ્રતીતિ થાય છે. ખેડૂતો નીલગાયથી રક્ષણ માટે સરકાર પાસે  મદદ માંગી રહ્યા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ