બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / News of biggest concern for Ahmedabadis, 2 more Omicron cases, foreign connection of all 9 patients

શ્વાસ અધ્ધર ! / ગુજરાતમાં ઓમિક્રોનની ખતરનાક એન્ટ્રી, આજે અમદાવાદ સહિત 4 જિલ્લામાં 13 નવા કેસ, તમામ દર્દીના વિદેશ કનેક્શન

Mehul

Last Updated: 08:13 PM, 24 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુરુવારે અમદાવાદ શહેરમાં કોરોનાના 43 કેસ નોંધાયા હતા, તો 2 વિસ્તારની સોસાયટીને માઇક્રોકન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાઇ હતી. ત્યારે આજે અમદાવાદમાં 2 ઓમિક્રોનના કેસ નોંધાતા હડકંપ

  • અમદાવાદમાં ઓમિક્રોને પકડી રફતાર 
  • બોપલ અને બોડક્ દેવમાં આવ્યા કેસ 
  • પોશ વિસ્તારમાં સંક્રમણથી ફફડાટ 

ગુજરાતમાં વધતા કોરના કેસ સાથે ઓમિક્રોને પણ પોતાની ગતિ તેજ કરી દીધી છે. અમદાવાદમાં ઓમિક્રોનના કેસમાં સતત વધારો જોવા મળતો હોય તેમ બે નવા કેસ સાથે કુલ આંકડો 9 પર પહોચ્યો છે. અમદાવાદના બોપલ અને બોડક દેવ વિસ્તારમાં આ નવા કેસ આવતા પોશ વિસ્તારમાં પણ ફફડાટ વ્યાપ્યો છે. નાઈઝિરિયાથી આવેલો બોડકદેવનો દર્દી ઓમિક્રોનથી અસરગ્રસ્ત છે. દુબઈથી આવેલા બોપલના દર્દી પણ ઓમિક્રોન પોઝિટિવ છે. SVP અને સિમ્સ હોસ્પિટલમાં દર્દીની સારવાર ચાલુ છે. તો અમદાવાદમાં અગાઉ મકરબા, થલતેજ અને નવરંગપુરામાં ઓમિક્રોન વેરિયન્ટ પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્યા છે. આ તમામ લોકો વિદેશથી આવેલ છે.

ગુજરાતમાં 43 ઓમિક્રોન પોઝિટિવ

આજે રાજ્યમાં ઓમિક્રોનના કુલ 13 કેસ નોંધાયા છે. જેમાં આણંદમાં એક ઓમિક્રોનનો કેસ, વડોદરામાં 7 ઓમિક્રોનના કેસ, ખેડામાં 3 અને અમદાવાદ શહેરમાં 2 ઓમિક્રોન પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને કઇને અત્યાર સુધી રાજ્યમાં ઓમિક્રોનના કુલ 43 કેસ થયા છે. તો ઓમિક્રોનગ્રસ્ત કુલ 8 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. અત્યાર સુધી રાજ્યમાં ઓમિક્રોનના એકપણ દર્દીનું મૃત્યુ નહીં.

જાણો કયા જિલ્લામાં કેટલા ઓમિક્રોનના કેસ

  1. અમદાવાદ-9
  2. જામનગર- 3
  3. સુરત-2
  4. મહેસાણા-3
  5. વડોદરા-17
  6. આણંદ-4
  7. રાજકોટ-1
  8. ગાંધીનગર-1
  9. ખેડા-3

મહાનગરોમાં રાત્રી કર્ફ્યું 

રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા રાજ્ય સરકારના ગૃહ વિભાગે 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ અને નિયંત્રણો અમલમાં મુક્યા છે. આ અમલ 10 ડિસેમ્બર અને 20 ડિસેમ્બરની ગાઇડલાઇનની જેમ 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવેલ છે.

1) 25 ડિસેમ્બર 2021થી અમદાવાદ શહેર, સુરત શહેર, રાજકોટ શહેર, વડોદરા શહેર, જૂનાગઢ શહેર, જામનગર શહેર, ભાવનગર શહેર અને ગાંધીનગર શહેરમાં દરરોજ રાત્રિના 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ અમલમાં રહેશે.

2) આ 8 શહેરોમાં તમામ દુકાન, રેસ્ટોરન્ટ, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટિંગ યાર્ડ, અઠવાડિયક ગુજરી/બજાર/હાટ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર અને અન્ય વ્યાપારિક ગતિવિધિ હાલ રાત્રે 12 કલાક સુધી ખુલ્લા રાખી શકાતા હતા. જોકે તેમાં ફેરફાર કરતા 25 ડિસેમ્બર 2021થી રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. આ ગાઇડલાઇન 30 નવેમ્બરના હુકમોની અન્ય બાબતો 31 ડિસેમ્બર સુધી યથાવત્ રહે છે.

અમદાવાદના 2 વિસ્તાર માઇક્રો કન્ટેનમેન્ટ

કોરોના અને ઓમિક્રોન વેરિયન્ટના કેસો રાજ્યમાં સતત વધી રહ્યા છે. રાજ્ય અને અમદાવાદમાં ઓમિક્રોનની દહેશત વચ્ચે એએમસી એક્શનમાં આવી છે. આને લઈ AMCએ કોરોના ટેસ્ટિંગ શરૂ કર્યા છે. શહેરના ચાંદલોડિયામાં આવેલા માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરેલી સોસાયટીમાં AMCની ટીમ પહોંચી ટેસ્ટિંગ શરૂ કર્યા છે. ચાંદલોડિયાની આઈસલેન્ડ, દિવ્ય જીવન સોસાયટીમાં કોરોના ટેસ્ટ હાથ ધરવામાં આવ્યો. એક જ પરિવારનાં છ સભ્યો કોરોના સંક્રમિત થતા તંત્રએ કોરોના ટેસ્ટની કામગીરી કરી હતી.

કેન્દ્ર સરકારે શું કહ્યું ?

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે વિશ્વમાં કોરોનાની ચોથી લહેર જોવા મળી રહી છે. એકંદરે હકારાત્મકતા દર 6.1 ટકા છે. તેમણે કહ્યું કે દેશના 20 જિલ્લા એવા છે જ્યાં પોઝીટીવીટી રેટ 5 થી 10 ટકા છે. સ્વાસ્થ્ય સચિવે કહ્યું કે અત્યારે આપણે સાવધાન રહેવાની જરૂર છે.

રાજેશ ભૂષણે કહ્યું, વિશ્વમાં કોરોનાની ચોથી લહેર જોવા મળી રહી છે. એકંદરે પોઝિટિવિટી દર 6.1 ટકા છે. તેથી, આપણે સાવચેત રહેવું જોઈએ અને આપણે નિયમોમાં ઢીલાશ સહન કરી શકતા નથી. તેમણે કહ્યું કે, યુરોપ, ઉત્તર અમેરિકા અને આફ્રિકામાં સપ્તાહ-દર-અઠવાડિયે કોવિડના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. એશિયામાં હજુ પણ સપ્તાહ-દર-અઠવાડિયે કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આરોગ્ય સચિવે કહ્યું કે, ક્રિસમસ અને 31 ડિસેમ્બરના કારણે બજારોમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું છે. લોકો સામાજિક અંતર જાળવ્યા વિના, માસ્ક પહેર્યા વિના ખરીદીમાં વ્યસ્ત છે.

બે દિવસમાં કોરોનાના આંકડા વધ્યા

આરોગ્ય સચિવે કહ્યું કે ઓમિક્રોન અને કોરોનાવાયરસ કેસની વધતી સંખ્યા સરકાર માટે માથાનો દુખાવો બની રહી છે. ઘણા રાજ્યોમાં નાઇટ કર્ફ્યુ લાદવામાં આવનાર છે. પરંતુ સામાન્ય જનતા પોતાના ધૂનમાં જોવા મળી રહી છે. તેમણે કહ્યું, ઓમિક્રોનના મુંબઈમાં 35 અને મહારાષ્ટ્રમાં 88 દર્દીઓ છે. છેલ્લા બે દિવસમાં કોરોનાના આંકડામાં પણ વધારો થયો છે. 23 ડિસેમ્બરે મહારાષ્ટ્રમાં 1,179 કોરોના દર્દીઓ મળી આવ્યા હતા અને 17 લોકોના મોત થયા હતા. તે જ સમયે, મુંબઈમાં 602 કેસ નોંધાયા હતા, જ્યારે 1નું મોત થયું હતું. 22 ડિસેમ્બરે રાજ્યમાં કોરોનાના 953 કેસ નોંધાયા હતા અને 8 લોકોના મોત થયા હતા.

5 રાજ્યોમાં સૌથી વધુ એક્ટિવ કેસ 

ભૂષણે કહ્યું કે, દેશમાં 20 જિલ્લા એવા છે જ્યાં કેસ પોઝિટિવિટી રૅટ 5-10 ટકા જેટલો છે, જેમાં 9 કેરળમાં અને 8 મિઝોરમમાં છે. 2 જિલ્લા એવા છે જ્યારે કેસ પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધુ છે. આ બંન્ને જિલ્લાનો મિઝોરમમાં સમાવેશ થાય છે. તો સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા 5 રાજ્ય કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ,પશ્ચિમ બંગાળ અને કર્ણાટક છે. 

 

ઓમિક્રોન વાયરસ સામે લડવા રાજ્યનું આરોગ્ય તંત્ર સુસજ્જઃ આરોગ્ય અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ

આરોગ્ય અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું કે, રાજ્યમાં પૂરતા પ્રમાણમાં દવાઓનો જથ્થો, બેડ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. રાજ્યના અમદાવાદ અને સુરત એરપોર્ટ ખાતે યાત્રિકોનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ