બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ભારત / New Year's party is to be done at home with family and friends

બેસ્ટ આઈડિયા / ઘરે જ ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે કરવી છે ન્યૂયરની પાર્ટી? આ રહ્યા પાંચ પાર્ટી આઈડિયાઝ, ખૂબ કરો એન્જોય

Published By: Mahadev Dave

Last Updated: 10:51 AM, 30 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે નવા વર્ષની શરૂઆત તમારા પરિવાર સાથે ઘરે જ કરવા માંગતા હોય તો અમે તમારા માટે કેટલાક ખાસ આઈડિયા જે અનુસારવાથી તમારા આયોજનમાં ચાર ચાંદ લાગી શકે છે.

  • વર્ષ 2024ના આગમનની તૈયારીઓ
  • આ આઈડિયાથી કરો નવા વર્ષની ઘરે જ ઉજવણી
  • ડીનર, સેલ્ફી પોઇન્ટ સાથે ઉજવો થર્ટી ફસ્ટ

વર્ષ 2023ને હવે બાયબાય કહેવાનો સમય આવી ગયો છે અને વર્ષ 2024ના આગમનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે નવા વર્ષને આવકારવા માટે સૌ કોઈ ઉજવણીની શાનદાર તૈયારીઓ કરી રહ્યાં છે. ઘણા લોકોએ તો પ્લાન પણ બનાવી લીધો છે કે કેવી રીતે વર્ષના છેલ્લા દિવસ અને નવા વર્ષના પહેલા દિવસની ઉજવણી કરશે. ઘણા લોકો મિત્રો સાથે પાર્ટી કરશે તો ઘણા લોકો પરિવાર સાથે પાર્ટી કરશે. પણ જો તમે નવા વર્ષની શરૂઆત તમારા પરિવાર સાથે ઘરે જ કરવા માંગતા હોય તો અમે તમારા માટે કેટલાક ખાસ આઈડિયા લઈને આવ્યા છીએ. જેની મદદથી તમે નવા વર્ષની ઉજવણી ખુબ જ શાનદાર રીતે કરી શકશો. આવો જાણીએ કેટલીક ખાસ ટિપ્સ વિશે.

New Year Party Ideas 2024

ઘરે પાર્ટી કરવાના આ રહ્યાં શાનદાર આઈડિયા

થીમ પાર્ટી રાખો
 ઘર પર જ તમે નવા વર્ષની ઉજવણી કરવા માંગતા હોય તો થીમ પાર્ટી એક બેસ્ટ ઓપ્શન છે. તમે તમારા ઘરને થીમ આધિરીત ડેકોરેશન કરીને તમે ઘરના સભ્યોને તે હિસાબથી ડ્રેસ પહેરવાનું કહી શકો છો. આ સાથે જ પાર્ટીમાં ડીજે પણ એડ કરી શકો છો. જેથી તમે ન્યુ યરની પાર્ટીને ડીજે સાથે એન્જોય કરી શકો.

ડિનર પ્લાન કરો
પાર્ટી કરવાનું મન હોય અને તેમાં ડિનર સામેલ ન હોય તો મજા ન આવે. જો તમે ઘરે જ પાર્ટી કરવાનું વિચારી રહ્યાં હોય તો તમે તમારા પરિવારના સભ્યો સાથે ડિનર પ્લાન કરી શકો છો. ડિનરથી લઈને ડ્રિંક તમે તમારા બજેટમાં સેટ કરી શકો છો.

ઈન્ડોર ગેમનું કરો આયોજન

નવા વર્ષની શરૂઆત પરિવાર સાથે કરી રહ્યાં હોય તો તમે કેટલી ઈન્ડોર ગેમ રમી શકો છો. આ ગેમ્સ તમે ઘરના સભ્યો સાથે બેઠા બેઠા પણ રમી શકો છો અને આ ગેમ રમવાની સાથે સાથે તમે કેટલાક સ્નેક્સને પણ એન્જોય કરી શકો છો.જેથી પરિવારના બધા સભ્યો એન્જોય કરી શકશે.
 
ઘરમાં બનાવો સેલ્ફી કોર્નર
આજકાલ પાર્ટીમાં સેલ્ફી કોર્નરનો ક્રેઝ વધારે છે. જેથી તમે ઘરે પાર્ટીનો પ્લાન કરી રહ્યાં હોય તો તમે ઘરના કોઈ પણ ખુણામાં સેલ્ફી કોર્નર બનાવી શકો છો. કારણ કે આજકાલ ફોટો વગર દરેક ફંકશન અધુરૂ છે. સેલ્ફી કોર્નરમાં તમે સેલ્ફી સ્ટીક અને કલરફુલ પ્રોપ્સ રાખી શકો છો.

બોનફાયર નાઈટનું આયોજન

અત્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે. જેથી તમે પરિવારના સભ્યો સાથે બોનફાયરનો પ્લાન બનાવી શકો છો. જ્યાં તમે વર્ષ 2023ની ખાટી મીઠી યાદો કરીને એ ક્ષણને ફરી જીવી શકો છો. બોનફાયરની સાથે સાથે તમે નાસ્તો પણ રાખી શકો છો અને આખી રાત પરિવારના લોકો સાથે ઉજવણીનો આનંદ માણી શકો છો.

સંકળાયેલા મુદ્દાઓ

New Years party new year welcome 2024 નવા વર્ષની ઉજવણી ફેમિલી વર્ષ ૨૦૨૪ welcome 2024

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ