બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / New twist in Botad case: Why did 4 members of the family finally fall down the train? There was a shocking revelation

ખુલાસો / બોટાદ કેસમાં નવો વળાંક: આખરે પરિવારના 4 સભ્યોએ કેમ ટ્રેન નીચે પડતું મૂક્યું? થયો ચોંકાવનારો ઘટસ્ફોટ

Vishal Khamar

Last Updated: 11:36 AM, 1 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગત રોજ બોટાદમાં એક જ પરિવારનાં 4 સભ્યોના આપઘાત કેસ મામલે પોલીસ તપાસમાં ખુલાસો થવા પામ્યો છે. જેમાં આર્થિક અને માનસિક તણાવમાં આપઘાત કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ચારેય લોકો 6 દિવસ પહેલા જેલમાંથી જામીન પર મુક્ત થયા હતા.

  • બોટાદમાં એક જ પરિવારના 4 સભ્યોના આપઘાતનો કેસ
  • 4 સભ્યોના આપઘાત કેસમાં પોલીસ તપાસમાં થયો ખુલાસો
  • આર્થિક અને માનસિક તણાવમાં આપઘાત કર્યો હોવાનો ઘટસ્ફોટ

બોટાદમાં એક જ પરિવારનાં ચાર સભ્યોનાં આપઘાત મામલે પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા હાથ ધરાયેલ આઘાત કેસમાં ખુલાસો થયો હોવાનું સામે આવી રહ્યું છે. જેમાં આર્થિક અને માનસિક તણાવમાં આપઘાત કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગત રોજ નિગાળા ગામ પાસે પરિવારનાં ચારેય સભ્યોએ ટ્રેન નીચે પડતું મુકી જીવન ટૂંકાવ્યું હતું. નાના સખપર ગામે રહેતા પિતા, પુત્ર અને બે પુત્રીઓએ આત્મહત્યા કરી હતી. આપઘાત કરનારા ચારેય લોકો 307 નાં ગુનામાં જેલમાં હતા. ચારેય લોકો 6 દિવસ પહેલા જ જેલમાંથી જામીન ઉપર મુક્ત થયા હતા. મૃતક મંગાભાઈના પત્નીનું આશરે 6 મહિના પહેલા નિધન થયુ હતુ.

ટ્રેનની સામે આવી ચાર લોકોએ આપઘાત કર્યો હતો
રવિવારે બોટાદનાં ગઢડા તાલુકાનાં નિગાળા રેલ્વે સ્ટેશને કાળજુ કંપાવી દે તેવી ઘટનાં બનવા પામી હતી. જેમાં રેલ્વે સ્ટેશન પરથી પસાર થઈ રહેલ ભાવનગર થી ગાંધીગ્રામ ટ્રેનની સામે આવી ચાર લોકોએ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. આ બાબતે રેલવે અધિકારીઓને જાણ કરતા રેલવે પોલીસનાં અધિકારીઓ તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી આવ્યા હતા.

વધુ વાંચોઃ યુવતીનો એક મેસેજ અને બે શખ્સ ગયા કોમામાં! ગત દશેરાની ઘટના બાદ ભાનમાં આવેલા શખ્સે જણાવ્યો ઘટનાક્રમ, બન્યું લોહી ઉકળી જાય તેવું

એક જ પરિવારનાં ચાર લોકોએ આપઘાત કરતા ચકચાર
મૃતકોની ઓળખ કરતા તમામ વ્યક્તિઓ એક જ પરિવારના હોવાનું સામે આવ્યું છે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના નાના સખપર ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં મંગાભાઈ વિંઝુડા (ઉવ.42), જીજ્ઞેશ મંગાભાઈ વિંઝુડા (ઉવ.20), રેખાબેન મંગાભાઈ વિંઝુડા (ઉવ.20) અને એક માઈનોર વિંઝુડા ફેમિલીનો સદસ્ય હોવાનું સામે આવ્યું છે. પિતા પુત્રો તેમજ પુત્રીએ કોઈ કારણોસર આપઘાત કરી લીધા નો બનાવ સામે આવ્યો છે. બનાવ સંદર્ભે ગઢડા પોલીસ સ્ટેશન ખાતે સીઆરપીસી 174 મુજબ અકસ્માત મોત રજીસ્ટર્ડ કરવામાં આવ્યો હતો. ત્યારે પરિવારનાં ચાર જેટલા સભ્યોએ ક્યાં કારણોસર આપઘાત કરી લીધો તે બાબતે ખુલાસો થવા પામ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ