બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / A message from the girl and two people went into a coma! After the incident of last Dussehra, the man who came to his senses told the incident, which made the blood boil

અરવલ્લી / યુવતીનો એક મેસેજ અને બે શખ્સ ગયા કોમામાં! ગત દશેરાની ઘટના બાદ ભાનમાં આવેલા શખ્સે જણાવ્યો ઘટનાક્રમ, બન્યું લોહી ઉકળી જાય તેવું

Vishal Khamar

Last Updated: 10:28 PM, 31 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરવલ્લીનાં મોડાસા પંથકમાં બે યુવકોને પ્રેમ પ્રકરણમાં તાલીબાની સજા આપવામાં આવી છે. મેઘરજ પંથકનાં પ્રેમી અને તેનાં પિતરાઈ ભાઈને માર મારવાની ઘટના બની હતી. કોમામાં ગયેલા બેમાંથી એક શખ્શ ભાનમાં આવ્યો હતો. જે બાદ શખ્શે સમગ્ર ઘટનાક્રમ વર્ણવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • અરવલ્લીના મોડાસા પંથકમાં બે યુવકોને પ્રેમ પ્રકરણ તાલીબાની સજા
  • મેઘરજ પંથકના પ્રેમી અને તેના પીતરાઈ ભાઈને માર મારવાની ઘટના
  • પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

 અરવલ્લી જીલ્લામાં પ્રેમમાં તાલિબાની સજાનો વધુ એક ઘટના બહાર આવતા ખળભળાટ મચી ગયો છે મોડાસા તાલુકાના મુલોજ ગામનો પ્રેમી યુવક તેના પિતરાઈ ભાઈ સાથે દશેરાની રાત્રે મેઘરજ તાલુકાના બ્રાહ્મણકોટડા ગામમાં પ્રેમિકાને મળવા પહોંચતા પ્રેમિકાના પરિવારજનો એ પ્રેમી અને તેના પિતરાઈ ભાઈને ઢોર મારમારી તાલિબાની સજા આપતા હોય તેમ ક્રૂર બની બંનેને ઝાડ સાથે બાંધી દઈ કરીથી માર મારી છોડી મુકતા પ્રેમી અને તેનો પિતરાઈ ભાઈ બાઇક લઇ ઘરે પહોંચે તે પહેલા બેડજ નજીક બેભાન થઇ ઢળી પડ્યા હતા. પરિવારજનોને બેભાન હાલતમાં બંને યુવક મળી આવતા સ્થાનિક સારવાર કરાવી અમદાવાદ સિવિલમાં સારવાર કરાવતા એક યુવકને ભાન આવતા સમગ્ર હકીકત જણાવતા પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા અને એક મહિના બાદ ઇસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસેતપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

વધુ વાંચોઃ બોટાદમાં બે મહિલા અને બે યુવકે ટ્રેન સામે કૂદી મોત વ્હાલું કર્યું! પંથકમાં મચ્યો હડકંપ, ભાવનગરથી ગાંધીગ્રામ ટ્રેનનો બનાવ

પ્રેમિકાનાં ઘરનાં લોકોએ બંને યુવકને ઢોર માર માર્યો
મોડાસા તાલુકાના મુલોજ ગામના રમેશભાઇ ખાંટ નામના યુવકને મેઘરજ તાલુ કાનાબ્રાહ્મણકોટડા ગામની યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ યુવતીના પરિવારજનોને થતા યુવતી પાસે પ્રેમીને મળવા માટે મેસેજ કરી બોલાવતા રમેશ ખાંટ નામનો યુવક તેના પિતરાઈ ભાઈ કાળુ ખાંટ સાથે દશેરાની રાત્રીએ પરિવારજનોએ ગેલી માતાના દર્શન કરવા જઈએ છીએ કહી નીકળ્યા હતા. અને પ્રેમિકાના ઘરે બ્રાહ્મણકોટડા પહોંચતા પ્રેમિકાના ઘરે પહોંચતા તાકીને બેઠેલા લોકોએ બંને યુવકને ઢોર માર મારી ઝાડ સાથે બાંધી દીધા હતા. ત્યાર બાદ વધુ માર મારી છોડી દેતા બાઇક લઈ ઘરે પરત જાવ નીકળેલ બંને યુવક મેઘરજ નજીક બેડજ ગામ નજીક રોડ સાઈડ બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા.

કે.જે. ચૌધરી (DySP, અરવલ્લી)

એક યુવક મહિનાની સારવાર બાદ ભાનમાં આવતા સમગ્ર હકીકત જણાવી
મોડી રાત્રે બંને યુવક ઘરે નહીં પહોંચતા પરિવારજનોએ શોધખોળ હાથધરતા બેડજ નજીક બેભાન હાલતમાં મળી આવતા પરિવારજનો યુવકોને અકસ્માત નડ્યો હોવાની માની 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે વાસણા દવાખાને લઇ જતા મોડાસા રીફર કર્યા પછી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડતા એક યુવક મહિનાની સારવાર પછી ભાનમાં આવતા તેમને પ્રેમિકાના પરિવારજનોએ તાલિબાની સજા આપતા બેભાન થયા હોવાનું જણાવતા પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા હજુ પણ એક યુવકની સ્થિતિ નાજુક બની રહી છે ત્યારે ઇસરી પોલીસે મુલોજ ગામના કાળુભાઇ ખાંટની ફરિયાદના આધારે બ્રાહ્મણ કોટડા ગામના ધનાભાઇ લાલુભાઇ ડામોર અને વજાભાઈ લાલુભાઇ ડામોર સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ