બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / In Botad, two women and two young men jumped in front of the train and died!

કારણ શું? / બોટાદમાં બે મહિલા અને બે યુવકે ટ્રેન સામે કૂદી મોત વ્હાલું કર્યું! પંથકમાં મચ્યો હડકંપ, ભાવનગરથી ગાંધીગ્રામ ટ્રેનનો બનાવ

Vishal Khamar

Last Updated: 12:14 PM, 1 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોટાદનાં ગઢડા તાલુકાનાં નિગાળા રેલ્વે સ્ટેશન પાસે 4 લોકોએ ટ્રેન સામે આવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે આ બાબતની જાણ રેલવે પોલીસને થતા પોલીસે ઘટનાં સ્થળે પહોંચી મૃતકોની માહિતી મેળવવા તજવીજ હાથ ધરી હતી.

  • ગઢડા તાલુકાનાં નિહાળા રેલ્વે સ્ટેશન પર 4 લોકોએ કર્યો આપઘાત
  • એક જ પરિવારનાં ચાર લોકોએ આપઘાત કરતા ચકચાર
  • પોલીસ ઘટનાં સ્થળે પહોંચી મૃતકોની માહિતી મેળવવા તજવીજ હાથ ધરી

 આજે વર્ષનાં છેલ્લા દિવસને સૌ કોઈ હર્ષોલ્લાસ સાથે ઉજવી રહ્યા છે. ત્યારે બોટાદનાં ગઢડા તાલુકાનાં નિગાળા રેલ્વે સ્ટેશને કાળજુ કંપાવી દે તેવી ઘટનાં બનવા પામી હતી. જેમાં રેલ્વે સ્ટેશન પરથી પસાર થઈ રહેલ ભાવનગર થી ગાંધીગ્રામ ટ્રેનની સામે આવી ચાર લોકોએ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. આ બાબતે રેલવે અધિકારીઓને જાણ કરતા રેલવે પોલીસનાં અધિકારીઓ તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી આવ્યા હતા. અને મૃતકોની માહિતી મેળવવાની તજવીજ હાથ ધરી હતી.

મૃતકોની માહિતી મેળવવા તજવીજ હાથ ધરી
સાંજનાં સુમારે ગઢડા તાલુકાનાં નિગાળા ગામે ટ્રેન સામે આવી બે મહિલા અને બે પુરૂષે મોતને વ્હાલુ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે આ અકસ્માતની ઘટનાની વાત સમગ્ર ગામમાં વાયુ વેગે ફેલાતા ગ્રામજનો મોટી સંખ્યામાં અકસ્માત સ્થળે આવી પહોંચતા લોકોનાં ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા. ત્યારે પોલીસે ગુનો નોંધી ચારેય વ્યક્તિઓની લાશને પીએમ અર્થે મોકલી તેઓની ઓળખવિધિની તજવીજ હાથ ધરી હતી. 

વધુ વાંચોઃ અમદાવાદીઓ એલર્ટ! બિલ્લી પગે ઘાત લગાવીને ફરી ઉભો થયો કોરોના, આ વિસ્તારોમાં કોવિડ એક્ટિવ

ચારેય મૃતકોની ઉંમર 22 થી 25 વર્ષ હોવાનું જાણવા મળ્યું
મળતી માહિતી મુજબ ગઢડા તાલુકાનાં નિગાળા રેલ્વે સ્ટેશન પર 4 લોકોનાં મોત થયા હતા. પ્રાથમિક માહિતી મુજબ આશરે 22 થી 25 વર્ષની બે મહિલા તેમજ 2 પુરૂષોએ ટ્રેન નીચે પડતું મુકી આત્મહત્યા કરી મોત વ્હાલુ કર્યું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે. ત્યારે આ ઘટનાં બનતા બોટાદ રેલવેનાં અધિકરી સહિત પોલીસનો કાફલો ઘટનાં સ્થળે પહોંચ્યો હતો. હાલમાં મૃતક કોણ છે અને ક્યાંનાં છે તેમજ ક્યાં કારણોસર મોત થયું તેને લઈ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. 

અપડેટ

એક જ પરિવારનાં ચાર લોકોએ આપઘાત કરતા ચકચાર

મૃતકોની ઓળખ કરતા તમામ વ્યક્તિઓ એક જ પરિવારના હોવાનું સામે આવ્યું છે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના નાના સખપર ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં મંગાભાઈ વિંઝુડા (ઉવ.42), જીજ્ઞેશ મંગાભાઈ વિંઝુડા (ઉવ.20), રેખાબેન મંગાભાઈ વિંઝુડા (ઉવ.20) અને એક માઈનોર વિંઝુડા ફેમિલીનો સદસ્ય હોવાનું સામે આવ્યું છે. પિતા પુત્રો તેમજ પુત્રીએ કોઈ કારણોસર આપઘાત કરી લીધા નો બનાવ સામે આવ્યો છે. બનાવ સંદર્ભે ગઢડા પોલીસ સ્ટેશન ખાતે સીઆરપીસી 174 મુજબ અકસ્માત મોત રજીસ્ટર્ડ કરવામાં આવશે. કયા કારણોસર પરિવારના ચાર જેટલા સભ્યોએ આપઘાત કરી લીધો છે તે અંગે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવશે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ