બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabadites alert! Corona has re-emerged after hitting the cat's foot, Covid is active in these areas

ફફડાટ / અમદાવાદીઓ એલર્ટ! બિલ્લી પગે ઘાત લગાવીને ફરી ઉભો થયો કોરોના, આ વિસ્તારોમાં કોવિડ એક્ટિવ

Vishal Khamar

Last Updated: 08:22 PM, 31 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરમાં કોરોનં કેસમાં ફરી એક વખત ઉછાળો આવ્યો છે. જેમાં એક જ દિવસમાં 21 કેસ નોંધાતા લોકોમાં હવે ધીરે ધીરે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં એક્ટિવ કેસ 60 છે. જ્યારે 11 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે તો 1 દર્દી સારવાર હેઠળ છે.

  • અમદાવાદમાં કોરોનાના કેસમાં થયો વધારો
  • 30 ડિસેમ્બરે 21 કેસ નોધાતા લોકોમાં ભયનો માહોલ
  • અમદાવાદ શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા થઈ 60

અમદાવાદમાં કોરોનાંનાં આંકડાઓમાં પણ ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે. ત્યારે એક જ દિવસમાં કોરોનાંનાં 21 કેસ નોંધાતા લોકોમાં હવે ધીરે ધીરે ફરી કોરોનાનો ફફડાટ જોવા મળી રહ્યો છે.  શહેરનાં નારણપુરા, બોડકદેવ, જોધપુર, શાહીબાહ, ઘાટલોડિયા, દાણીલીમડા, મણીનગર, ભાઈપુરા, નવરંગપુરા, પાલડી, વાસણા, સરખેજ, ઈસનપુર અને ખોખરા વિસ્તામાં એક કેસ નોંધાવવા પામ્યો છે. હાલ અમદાવાદ શહેરમાં કુલ 60 જેટલા એક્ટિવ કેસ છે. હાલ એક દર્દી હોસ્પિટલમાં દાખલ છે.  તો 59 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. 

8 દર્દીઓની ટ્રાવેલીંગ હિસ્ટ્રી અન્ય રાજ્યો તેમજ વિદેશથી પરત આવ્યાનો ખુલાસો
વર્ષનાં છેલ્લા દિવસે અમદાવાદ શહેરમાં કોરોનાનાં 21 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું તો બીજી તરફ લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ત્યારે 21 કેસમાં 15 પુરૂષ જ્યારે 6 મહિલા દર્દીઓ નોંધાયા છે. 8 દર્દીઓની ટ્રાવેલિંગ હિસ્ટ્રી પણ સામે આવી છે. જેમાં તેઓ મુંબઈ, કેરળ, કેનેડા, USA થી પરત આવ્યા હોવાનો ખુલાસો થયો હતો. હાલ અમદાવાદ શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 60 થઈ છે. જેમાં 11 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. તેમજ 1 દર્દી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ