બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અમદાવાદ / neighber rapped 14 year old girl

અમદાવાદ / પાડોશમાં રહેતી સગીરાને બનાવી હવસનો શિકાર, ઘરમાં ઘૂસીને આરોપીએ આચર્યું દુષ્કર્મ

Ronak

Last Updated: 02:26 PM, 13 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં 14 વર્ષીય સગીરા સાથે પાડોશમાં રહેતા યુવકે દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે હવસખોર યુવકને ઝડપી પાડ્યો છે.

  • 14 વર્ષીય સગીરા સાથે આચર્યું દુષ્કર્મ 
  • એકલતાનો લાઊ ઉઠાવી સગીરાને બનાવી હવસનો શિકાર 
  • ગણતરીના સમયમાં પોલીસે કરી આરોપીની ધરપકડ 

અમદાવાદમાં દિવસને દિવસે હવે દુષ્કર્મના બનાવો વધતા જઈ રહ્યા છે. ત્યારે વધુંમાં ફરી એક વખત શહેરના મેઘાણીનગર વિસ્તારમાં એક દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. જેના કારણે ચકચાર મચી જવા પામી છે, અહીયા 14 વર્ષની સગીરા દુષ્કર્મનો ભોગ બની છે. જેથી તેના પરિવારજનોએ સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ઘરમાં ઘુસીને બનાવી હવસનો શિકાર 

દુષ્કર્મ આચરનાર આરોપી પીડિત સગીરાની પાડોશમાંજ રહેતો હતો. બનાવના દિવસે સગીરા ઘરમાં એકલી હતી. ત્યારે આરોપી તેની એકલતાનો લાભ લઈને તેના ઘરમાં ઘુસી ગયો. જ્યા તેણે તેની સાથે બળજબરી કરીને શારિરીક સંબંધો બાધ્યા હતા. 

હિંમત કરીને પરિવારને કરી જાણ 

ઘટનાને લઈને સગીરા ઘણી ગભરાઈ ગઈ હતી. તેના પરિવારમાં તેના માતાના મૃત્યું બાદ સગીરા તેના પિતા અને બે ભાઈઓ સાથે રહેતી હતી. જેથી તેમને આ વીશે કહેતા ખચકાતી હતી. પરંતુ તેણે હિંમત કરીને સમગ્ર મામલે તેના પરિવારને જાણ કરી. પરિવારને જ્યારે આ મામલે જાણ થઈ ત્યારે તેમણે તુંરંત આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. 

ગણતરીના સમયમાં આરોપી જેલભેગો 

પોલીસને જ્યારે આ મામલે જાણ થઈ ત્યારે તેમણે પણ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપીને ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો છે, અને હાલ તે હવસખોરને તેની કરતૂતને કારણે જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે. 

ચાંદખેડા વિસ્તારમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મનો બનાવ 

ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં પણ સગીરા સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. જે કેસમાં સગીરાનાજ 3 મિત્રો તેને હોટલમાં લઈ ગયા હતા. જ્યા તેમણે તેની સાથે સામુહીક દુષ્કર્મ આચર્યું હતું. જેથી આ મામલે પણ પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. પરંતુ મહત્વનું છે કે શહેરમાં એકજ દિવસમાં 2 દુષ્કર્મના બનાવો સામે આવ્યા છે. અને છેલ્લા ઘણા સમયથી દુષ્કર્મના બનાવો વધી પણ રહ્યા છે. જે સભ્ય સમાજ માટે એક ચિંતાનો વિષય બન્યો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ