બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Neha Singh Rathore Got Angry on Arun Govil, who Campaigned For Loksabha Election With Picture Of Shri Ram

મનોરંજન / રામની તસવીર લઇને પ્રચારે નીકળેલા અરુણ ગોવિલ પર ભડકી લોકગાયિકા, લોકોએ કરી ટ્રોલ, કહ્યું 'શૂર્પણખા'

Published By: Vidhata

Last Updated: 12:06 PM, 11 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેહા સિંહ રાઠોડે ટ્વીટ કરીને અરુણ ગોવિલ પર કટાક્ષ કર્યો, હવે એ માટે તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. એક યૂઝ્રે તેને શૂર્પણખા કહી દીધી. નેહા સિંહ સતત બીજેપી પર નિશાન સાધી રહી છે, જેના માટે તેને ટ્રોલ્સનો સામનો કરવો પડી રહ્યો છે.

ભારતીય જનતા પાર્ટીએ ટીવીના રામ તરીકે જાણીતા અરુણ ગોવિલને લોકસભા ચૂંટણીમાં પોતાના ઉમેદવાર બનાવ્યા છે. અરુણ ગોવિલ મેરઠથી ચૂંટણી લડવાના છે અને જોરશોર સાથે પ્રચાર કરવા લાગ્યા છે. રેલીઓમાં તેઓ હાથમાં ભગવાન રામની તસવીર પકડેલા જોવા મળ્યા, જેના કારણે કેટલાક લોકો ખૂબ નારાજ છે. 'યુપી મેં કા બા' ગીતની લોક ગાયિકા નેહા સિંહ રાઠોડે આની નિંદા કરી છે.

 

તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અરુણ ગોવિલની એક તસવીર શેર કરી છે, જેમાં તે પ્રચાર દરમિયાન હાથમાં ભગવાન રામની તસવીર સાથે ઉભેલા જોવા મળે છે. નેહાએ તસવીર શેર કરીને લખ્યું, "ધર્મના નામે વોટ માંગવા એ આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન છે. મર્યાદાઓને પાર કરીને મર્યાદા પુરુષોત્તમના નામે વોટ માંગવામાં આવી રહ્યા છે." નેહાના આ ટ્વીટ પર હંમેશાની જેમ લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને તેને ટ્રોલ કરી રહ્યા છે.

એક યુઝરે નેહાને કહી 'શૂર્પણખા'

નેહાને જવાબ આપતાં એક યુઝરે લખ્યું કે, કળિયુગના રાવણને ખતમ કરવા માટે રામે મર્યાદાઓ ઓળંગીને જવું જ પડશે. અન્ય એક યૂઝરે લખ્યું, લોકો આવીને તેમને આવી તસવીરો ગિફ્ટ કરી રહ્યા છે, તો શું લેવાની નાં પાડી દેવાની? જે પણ વાયરલ થાય છે, તે ઉઠાવીને કોપી અને પેસ્ટ કરો. ટિકિટ માટે કેટલી મહેનત? કળિયુગ ભીષ્મ નામના યુઝરે નેહાનાં ટ્વીટ પર તેને શૂર્પણખા કહી છે. આ યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું છે, હે શૂર્પણખા, ક્યાં સુધી રામ સાથે દુશ્મની રાખશો? ભૂલી જાઓ હવે એ નાકવાળી વાત ને.

વધુ વાંચો: સારા-અનન્યા બાદ હવે કોને ડેટ કરી રહ્યાં છે કાર્તિક આર્યન? કહ્યું 'છેલ્લા 2 વર્ષથી હું...'

તમને જણાવી દઈએ કે નેહા સિંહ છેલ્લા ઘણા દિવસોથી સતત બીજેપી પર નિશાન સાધતા ટ્વીટ કરી રહી છે. તેમને ભોજપુરી કલાકારો બીજેપીના ઉમેદવાર હોય એ બિલકુલ પસંદ નથી આવી રહ્યું. તે પવન સિંહને ડબલ મીનિંગ ગીતોના વીડિયો શેર કરીને કટાક્ષ કરી રહી છે. જેના માટે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ટિકિટ ન મળવાથી નારાજ છે અને ઇચ્છે છે કે કોઈ પાર્ટી તેને ચૂંટણીમાં ઉભી રાખે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Lok Sabha Election 2024 Neha Singh Rathore arun govil અરુણ ગોવિલ નેહા સિંહ રાઠોડ લોકસભા ચૂંટણી 2024 entertainment

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ