બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / બિહાર ચૂંટણી માટે NDAએ સીટ શેયરિંગનું કર્યું એલાન, ભાજપ-JDU એક ત્રાજવે તોલાયા, કોના ફાળે કેટલી?

પોલિટિક્સ / બિહાર ચૂંટણી માટે NDAએ સીટ શેયરિંગનું કર્યું એલાન, ભાજપ-JDU એક ત્રાજવે તોલાયા, કોના ફાળે કેટલી?

Published By: Vishal Dave

Last Updated: 07:00 PM, 12 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDAની સીટ-શેરિંગ ફોર્મ્યુલાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે, જાણો NDA ગઠબંધનમાં કઇ પાર્ટી કેટલી બેઠકો પર ચૂંટણી લડશે

બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDAની સીટ-શેરિંગ ફોર્મ્યુલાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. નવી દિલ્હીમાં લાંબી ચાલેલી બેઠક હવે એ નક્કી થઇ ગયુ છે કે ગઠબંધનમાં કયા પક્ષો કેટલી બેઠકો પર ચૂંટણી લડશે. ભાજપ 101 બેઠકો JDU 101 બેઠકો, ચિરાગ પાસવાનની LJP (R) 29 બેઠકો, ઉપેન્દ્ર કુશવાહાની RLM 6 બેઠકો અને જીતન રામ માંઝીની HAM 6 બેઠકો પર ચૂંટણી લડશે

NDAમાં બેઠકોની વહેંચણીની ગોઠવણથી સ્પષ્ટ થઈ ગયું છે કે આ વખતે નાના ભાઈ-મોટા ભાઈની ભૂમિકા સમાપ્ત થઈ ગઈ છે, કારણ કે ભાજપ અને જેડીયુ બંનેને સમાન સંખ્યામાં બેઠકો (દરેકને 101) ફાળવવામાં આવી છે. જોકે, બિહાર ભાજપના પ્રદેશ પ્રમુખ દિલીપ જયસ્વાલે પહેલાથી જ આ અંગે સંકેત આપી દીધા હતા. તેમણે પટણામાં એક બેઠક બાદ જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં કોઈ પણ મોટા ભાઈ-નાના ભાઈની ભૂમિકા ભજવશે નહીં.

આ પણ વાંચોઃ છોકરીઓને રાત્રે બહાર ન મોકલવી જોઈએ..', દુર્ગાપુર ગેંગરેપ કેસમાં CM મમતાનું અજીબ નિવેદન

NDAમાં સીટ-શેરિંગ ફોર્મ્યુલાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યા પછી, ચિરાગ પાસવાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં કહ્યું કે અમે, NDA પરિવારે, બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટે સીટ-શેરિંગ ખૂબ જ સારા વાતાવરણમાં પૂર્ણ કર્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

NDA Seat Sharing Bihar elections

Published by

Vishal Dave

Vishal Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ